Preposition in Gujarati | નામયોગી શબ્દો

Prepositions in Gujarati

Preposition in Gujarati? (in, on, at, to, by, of, from, etc.)

Preposition એ એક શબ્દ છે જેનો ઉપયોગ વાક્યની અંદરના અન્ય શબ્દો nouns, pronouns, or phrases(નામ, સર્વનામ કે શબ્દસમૂહ) સાથે જોડવા માટે થાય છે. તેથી તેઓ વાક્યના people, objects, time, direction and locations (લોકો, વસ્તુઓ, સમય, દિશા અને સ્થાનોને) ને બતાવે છે અને વાક્યને અર્થસભર બનાવે છે.

Preposition in Gujarati એ English ભાષામાં Preposition(Pre + Position) હંમેશા નામ, સર્વનામ કે કોઈ શબ્દની આગળ જ આવે છે, જ્યારે Gujarati ભાષામાં હંમેશા Preposition (નામયોગી શબ્દો) જે તે શબ્દ ની પાછળ જ આવે છે.

 1. She is in bus. (તેણી બસ માં છે.)
 2. She is bus. (તેની બસ છે.)

મિત્રો, Preposition નો ઉપયોગ અંગ્રેજી ભાષામાં ન કરવામાં આવે અથવા તો કાળજીપૂર્વક પણ ન કરવામાં આવે તો વાક્ય અર્થસભર બની જાય છે. જેમ કે ઉપર ના example માં ‘IN’ Preposition થી વાક્યનો meaning બદલી જાય છે.

જો તમે Preposition in Gujarati ને સમજી અને યોગ્ય રીતે વાપરી શકો છો, તો તે તમારી English Spoken ની fluency માં ઘણો સુધારો કરશે.

Prepositions વાક્યમાં અન્ય શબ્દો વચ્ચેના સંબંધો સૂચવે છે. ઘણા Preposition તમને કહે છે કે કંઈક ક્યાં છે? અથવા કંઈક ક્યારે થયું? જ્યારે અંગ્રેજી ભાષામાં લગભગ 150 જેટલા Preposition છે, ત્યારે આ શબ્દો સૌથી મહત્વપૂર્ણ છે. તેમના વિના, આપણે જે વાક્યો બોલીએ છીએ, વાંચીએ છીએ અને લખીએ છીએ તે સમજવા મુશ્કેલ હશે.

લગભગ અંગ્રેજીમાં 150 Preposition in Gujarati માં શીખીશું. પણ તેમાંથી રોજબરોજ માં ઉપયોગ થતાં 25 જેટલા જ Preposition in Gujarati નો જ ઉપયોગ શીખીશું.

 • aboard
 • about
 • above
 • across
 • after
 • against
 • along
 • amid
 • among
 • anti
 • around
 • as
 • at
 • before
 • behind
 • below
 • beneath
 • beside
 • besides
 • between
 • beyond
 • but
 • by
 • concerning
 • considering
 • despite
 • down
 • during
 • except
 • excepting
 • excluding
 • following
 • for
 • from
 • in
 • inside
 • into
 • like
 • minus
 • near
 • of
 • off
 • on
 • onto
 • opposite
 • outside
 • over
 • past
 • per
 • plus
 • regarding
 • round
 • save
 • since
 • than
 • through
 • to
 • toward
 • towards
 • under
 • underneath
 • unlike
 • until
 • up
 • upon
 • versus
 • via
 • with
 • within
 • without
 • etc.

મિત્રો આપણને IN, AT, ON Preposition of Time ના તફાવત માં confusion રહતી હોય છે તો તેને આજે જ દૂર કરવાની છે, અને Preposition in Gujarati માં સરળતાથી શીખીશું જેમ કે..

at
PRECISE TIME
in
MONTHS, YEARS, CENTURIES & LONG PERIODS
on
DAYS and DATES
at 3.45amin winteron Saturday
at 6 o’clockin Januaryon 7 January
at lunchtimein 1996on 20 Dec. 2022
at the momentin the futureon New Year’s event
at sunrisein the next centuryon Independence Day
at eveningin the Ice Ageon your birthday
At, In, On Preposition of Time

યાદ રાખો કે

 • ઘણા લોકો “on the weekend” and “on Christmas“ પણ કહેતા હોય છે.

યાદ રાખો કે

 • in the morning
 • on Tuesday morning
 • in the afternoon(s)
 • on Sunday afternoon(s)

યાદ રાખો કે

જ્યારે આપણે last, next, every, this ના ઉપયોગ કરતાં હોઈએ ત્યારે તેની સાથે at, in, on નો ઉપયોગ કરવા માં આવતો નથી.

 • We went to Surat last night. (not in last night)
 • I’m coming back next Sunday. (not on next Sunday)
 • She go home every Easter. (not at every Easter)
 • He’ll call him this evening. (not in this evening)

At, In, On Preposition of Time Examples

 1. You have a meeting at 10 am.
 2. The classes close in the evening.
 3. Dhruva went home at lunchtime.
 4. In England, it often snows in December.
 5. Do you think we will go to Jupiter in the future?
 6. There should be a lot of progress in the next century.
 7. You work on Sunday.
 8. Is your birthday on 20 November?
 9. Where will you be on New Year’s Day?

મિત્રો આપણને IN, AT, ON Preposition of Place ના તફાવત માં confusion રહતી હોય છે તો તેને આજે જ દૂર કરવાની છે, અને Preposition in Gujarati માં સરળતાથી શીખીશું જેમ કે..

at
POINT
in
ENCLOSED SPACE
on
SURFACE
at the cornerin the groundon the carpet
at the railway stationin Indiaon the ceiling
at the windowin a taxion the window
at the bottom of the pagein a boxon a page
at the end of the streetin my pocketon the train
at the exitin a buildingon the wall
at the homein her roomon the menu
At, In, On Preposition of Place

At, In, On Preposition of Place Examples

 1. Rohit works at this table in the office.
 2. The Bike is at the end of the street.
 3. When will he arrive at the office?
 4. Does the work in an office?
 5. He has a meeting in Delhi.
 6. I live in Surat.
 7. There are no prices on this product page.
 8. Your book is on the Table.
 9. Is there a watch on the wall?
 10. I live on the 2nd floor at Shyamdham Street in Varachha.

ઘણા શબ્દોને Preposition તરીકે વર્ગીકૃત કરી શકાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ હંમેશા Preposition જ હોય ​​છે. ઉદાહરણ તરીકે, ‘after’ શબ્દ-Preposition લઈએ. અંહી તેના પોતાના પર તે પૂર્વનિર્ધારણ નથી, નીચેના વાક્ય પર એક નજર નાખો.

 1. Rita didn’t meet her until after.

આ કિસ્સામાં, પછીનો After શબ્દ Adverb(ક્રિયાવિશેષણ) તરીકે સેવા આપે છે, જો કે વાક્યમાં તેનું સ્થાન બદલીને અને તેને Noun સાથે જોડવાથી, તે પછી Preposition બની જાય છે. આ વાક્ય પર એક નજર નાખો.

 1. She will meet after lunch.

હવે પછીનો After શબ્દ Noun(Lunch) સાથે સંબંધ ધરાવે છે, જે તેને Preposition માં ફેરવે છે.

જૂના નિયમ તરીકે ઘણા લોકો માને છે કે વાક્યના અંતમાં Preposition હોતો નથી, Preposition એ Pronoun અથવા Noun ની પહેલાં હોવો જ જોઈએ કે જેની સાથે સંબંધ હોય. અને આ નિયમમાં કેટલાક અપવાદો છે. પરંતુ નીચેના ઉદાહરણ પર એક નજર નાખીને, આપણે જોઈ શકીએ છીએ કે આ સાચું નથી. જો કે, આ કેસ હંમેશા નથી હોતો.

 • This is something she does not agree with.

જેમ તમે જોઈ શકો છો, કે ઉપરના વાક્યમાં Preposition ‘with’ એ વાક્ય સમાપ્ત કર્યું છે, જો કે, આ ફક્ત ત્યારે જ થવું જોઈએ જો Preposition વાક્યને સંબંધિત માહિતી પ્રદાન કરે. ઉદાહરણ તરીકે જો તમે આ વાક્યની મધ્યમાં ‘with which’ Phrase(શબ્દસમૂહ) ઉમેરવા માંગતા હો, તો અંતમાં Preposition જરૂરી રહેશે નહીં, ચાલો આના પર એક નજર કરીએ.

 • This is something with which she does not agree.
 1. Where did he come from?
  • તે ક્યાંથી આવ્યો?
 2. How many of these people can he depend on?
  • આમાંથી કેટલા લોકો પર તે નિર્ભર રહી શકે?
 3. Who are you going to the garden with?
  • તમે બગીચામાં કોની સાથે જાઓ છો?

English grammar Preposition in Gujarati

લગભગ 150 જેટલા English grammar preposition list છે પણ આપણે તેમાંથી રોજબરોજ માં ઉપયોગ થતાં 25 જેટલા જ Preposition list with Gujarati meaning સાથે ઉપયોગ શીખીશું.

Prepositions list 1
Prepositions list 1
In – ઇન – અંદર, માં
 • Prepositions of Time
 • Prepositions of Place

મિત્રો ‘IN’ Preposition નો ઉપયોગ Preposition of Time અને Preposition of Place બંને માં થઈ શકે છે જેને આપણે details માં આગળ શીખી ગયા છીએ.

જેમ કે દિવસના ભાગો (ચોક્કસ સમય નથી), મહિનાઓ, વર્ષ, ઋતુઓ સદીઓ અને લાંબી અવધિ સાથે ‘In’ Preposition of Time નો ઉપયોગ થાય છે.

જેમ કે બંધ જગ્યા(Enclosed Space) માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે પણ ‘In’ Preposition of Place નો ઉપયોગ થાય છે.

On – ઓન – ઉપર, પર
 • Prepositions of Time
 • Prepositions of Place

મિત્રો ‘ON’ Preposition નો ઉપયોગ Preposition of Time અને Preposition of Place બંને માં થઈ શકે છે જેને આપણે details માં આગળ શીખી ગયા છીએ.

જેમ કે Days and Dates સાથે ‘On’ Preposition of Time નો ઉપયોગ થાય છે.

જેમ કે Surface સાથે પણ ‘On’ Preposition of Place નો ઉપયોગ થાય છે.

At – એટ – ની સામે, તરફ
 • Prepositions of Time
 • Prepositions of Place

મિત્રો ‘AT’ Preposition નો ઉપયોગ Preposition of Time અને Preposition of Place બંને માં થઈ શકે છે જેને આપણે details માં આગળ શીખી ગયા છીએ.

જેમ કે ચોક્કસ સમય(Precise Time) સાથે ‘At’ Preposition of Time નો ઉપયોગ થાય છે.

જેમ કે ચોક્કસ જગ્યા(Point of Place) સાથે પણ ‘At’ Preposition of Place નો ઉપયોગ થાય છે.

To – ટુ – તરફ

‘To’ Preposition નો ઉપયોગ ‘તરફ’ ના અર્થમાં ધ્યેય દર્શાવવા માટે થાય છે.

 1. We are going to Class.
  • અમે વર્ગમાં(તરફ) જઈએ છીએ.
 2. They come to here.
  • તેઓ અહીં(તરફ) આવે છે.

To નો ઉપયોગ ‘ને, કોઈ વ્યક્તિ ને’ ના અર્થમાં પણ થાય છે.

 1. She gave it to him.
  • તેણીએ તેને તે આપ્યું.
 2. They said to the teacher.
  • તેઓએ શિક્ષકને કહ્યું.
By – બાય – દ્વારા, સુધી માં

‘By’ Preposition નો ઉપયોગ ‘દ્વારા’ ના અર્થમાં થાય છે. જેમ કે કોઈના દ્વારા ક્રિયા કે સ્થળાંતર થયું હોય.

 1. We go to school by bus.
  • અમે બસ દ્વારા શાળાએ જઈએ છીએ.
 2. The pigeon was killed by a hunter.
  • કબૂતરને શિકારી માર્યું.

‘By’ નો ઉપયોગ ‘સુધીમાં’ બતાવવા માટે પણ થાય છે. જેમ કે અમુક સમય સુધી માં જ.

 1. She shall complete it by 5 o’clock.
  • તેણી 5 વાગ્યા સુધીમાં પૂર્ણ કરશે.
 2. We will reach Kedarnath by Sunday.
  • અમે રવિવાર સુધીમાં કેદારનાથ પહોંચી જઈશું.
Of – ઓફ – ના, ને, ની, નો, માંથી

‘OF’ Preposition  નો ઉપયોગ ને, ની, નો અર્થમાં સંબંધ અથવા અધિકારના ભાવને અભિવ્યક્ત કરવા માટે થાય છે.

 1. Rama is the son of the Dashrath.
  • રામ દશરથના પુત્ર છે.
 2. Who is the Teacher of your Mathematics?
  • તમારા ગણિતના શિક્ષક કોણ છે?
 3. This is the book of the library.
  • આ પુસ્તકાલયનું પુસ્તક છે.

‘OF’ નો ઉપયોગ અમુક સમૂહ માંથી કોઈને અભિવ્યક્ત કરવા માટે પણ થાય છે. જેમ કે..

 1. One of the best singers.
  • એક શ્રેષ્ઠ ગાયક.
 2. All of them.
  • તે બધા.
 3. Each of the boys.
  • દરેક છોકરાઓ.
From – ફ્રોમ – થી, પાસેથી, તરફથી, માંથી

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળથી અલગ થઈએ છીએ ત્યારે તે વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળની સાથે ‘From’ Preposition નો ઉપયોગ થાય છે.

 1. I will come from Surat to Ahmedabad.
  • હું સુરતથી અમદાવાદ આવીશ.
 2. He got the news from the newspaper.
  • તેને અખબારમાંથી સમાચાર મળ્યા.
 3. Rahul had taken money from his friend.
  • રાહુલે તેના મિત્ર પાસેથી પૈસા લીધા હતા.

ક્રિયા અમુક સમય થી ચાલુ થશે તેવું દર્શાવવા માટે પણ From નો ઉપયોગ થાય છે.

 1. He is going to Canada from 2nd Feb.
  • તેઓ 2જી ફેબ્રુઆરીથી કેનેડા જવાના છે.
 2. She will go out from Sunday to Sunday.
  • તે રવિવારથી રવિવાર સુધી બહાર જશે.
With – વીથ – સાથે, થી, વડે

જ્યારે આપણે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ સાથે જોડાયેલા હોઈએ અથવા તેની મદદથી થાય ત્યારે ‘With’ Preposition નો ઉપયોગ થાય છે.

 1. I cut this with the knife.
  • મેં તેને છરી વડે કાપી નાખ્યું.
 2. She goes to college with his friend.
  • તેણી તેના મિત્ર સાથે કોલેજ જાય છે.
 3. I take it with my hands.
  • હું તેને મારા હાથથી લઉં છું.
 4. He lives in Canada with his brother.
  • તે તેના ભાઈ સાથે કેનેડામાં રહે છે.
For – ફોર – માટે, થી

કોઈ હેતુ, વ્યક્તિ, કે વસ્તુ માટે અથવા કોઈ વસ્તુના કારણ વિશે વાત કરવા માટે ઉપયોગ કરાય છે.

સમયગાળો (કોઈ ક્રિયા કેટલો સમય ચાલે છે) નો સંદર્ભ આપવા માટે ‘For’ Preposition માટે ઉપયોગ કરાય છે.

 1. He is taking a gift for his friend.
  • તે તેના મિત્ર માટે ભેટ લઈ રહ્યો છે.
 2. Komal went to Goa for a week.
  • કોમલ એક અઠવાડિયા માટે ગોવા ગઈ હતી.
 3. She hasn’t seen him in five years. (or for five years.)
  • તેણીએ તેને પાંચ વર્ષથી જોયો નથી. (અથવા પાંચ વર્ષ માટે.)

Negative પછી આપણે સમાન અર્થ સાથે ‘for’ અને ‘ In’ નો ઉપયોગ કરી શકીએ છીએ. અમેરિકન અંગ્રેજીમાં ખાસ કરીને સામાન્ય છે.

About – અબાઉટ – વિશે

Preposition તરીકે ‘About’ નો સૌથી સામાન્ય અર્થ છે ‘ના વિષય પર’ અથવા ‘સાથે જોડાયેલ’.

 1. He knows about business.
  • તે બિઝનેસ વિશે જાણે છે.
 2. Students are discussing about the next lecture.
  • વિદ્યાર્થીઓ આવતા Lecture વિશે ચર્ચા કરી રહ્યા છે.
After – આફ્ટર – પછી

‘After’ Preposition નો અર્થ “પછી” અથવા “પાછળ” થાય છે પરંતુ તે સ્થળ દર્શાવતું નથી.

 1. The dog is running after a cat.
  • કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે.
 2. We will play after leaving school.
  • શાળામાંથી છૂટ્યા પછી રમીશું.
 3. January comes after December.
  • ડિસેમ્બર પછી જાન્યુઆરી આવે છે.
 4. Car is behind that house. (Not After the house) કારણ કે સ્થાન દર્શાવતું નથી.
Before – બિફોર – પહેલા

‘Before’ Preposition નો અર્થ ઉલ્લેખ કરેલ સમય, ઘટના કે વ્યક્તિ કરતાં વહેલો.

 1. We study before the playing.
  • અમે રમતા પહેલા અભ્યાસ કરીએ છીએ.
 2. Please meet me before 2 o’clock.
  • મહેરબાની કરીને મને 2 વાગ્યા પહેલા મળો.
Over – ઓવર – ઉપર, પર

અન્ય કોઈ વસ્તુ કરતાં ઉચ્ચ સ્તરે ગતિમાન અથવા સ્થિતિ વિશે વાત કરવા માટે ઉપયોગ કરીએ છીએ.

મિત્રો, અમને આશા છે કે Preposition in Gujarati chapter તમને ખૂબ જ સરળ રીતે સમજાયું હશે, અથવા કોઈપણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અમારા Instagram કે Facebook ના પેજ પર જઈને.

Forms of main verbs(V1,V2,V3) ને શીખવા માટે Grammar menu પર Forms of Main verbs માં જઈ શીખી શકો છો.

Leave a Comment

error: Content is protected !!