Conjunctions in Gujarati | સંયોજક in English

Conjunctions in Gujarati
Conjunctions in Gujarati શું છે? Conjunctions કેટલા types ના હોય છે? Coordinating conjunctions, Subordinating conjunctions and Correlative conjunctions

Conjunctions in Gujarati માં શું છે?

આપણો આજનો Topic Conjunctions એ શબ્દો છે કે જે બીજા શબ્દો(words), શબ્દસમૂહો(phrases) કે કલમો(clauses) ને જોડે છે. Conjunction વિના તમને દરેક જટિલ વિચારને શ્રેણીબદ્ધ સરળ વાક્યોમાં વ્યક્ત કરવાની ફરજ પાડવામાં આવશે. જેમ કે I like playing. I like traveling. I don’t like study.

Conjunctions ત્રણ types ના હોય છે, જેમ કે Coordinating Conjunctions, Subordinating Conjunctions and Correlative Conjunctions.

Coordinating Conjunctions in Gujarati

Coordinating Conjunctions અંગ્રેજીમાં સૌથી સામાન્ય રીતે વપરાતા Conjunctions છે. તેઓ ‘Coordinators’ તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ 2 words or clauses or phrases ને જોડવા નું કામ એટલે કે Coordinate કરે છે. Coordinating Conjunctions નીચે મુજબ 7 જેટલા છે.

  1. For
  2. And
  3. Nor
  4. But
  5. Or
  6. Yet
  7. So

તેઓને યાદ રાખવા માટે FANBOYS તરીકે પણ યાદ રાખી શકે છે જેમ કે..

F = for

A = and

N = nor

B = but

O = or

Y = yet

S = so

Examples of Coordinating Conjunctions in Gujarati
  1. He is not ready for examination.
    • તે પરીક્ષા માટે તૈયાર નથી.
  2. I can speak Gujarati and English language.
    • હું ગુજરાતી અને અંગ્રેજી ભાષા બોલી શકું છું.
  3. Neither student nor teacher came to school today.
    • આજે શાળામાં વિદ્યાર્થી કે શિક્ષક આવ્યા ન હતા.
  4. I need a home but I have not cash rupees.
    • મારે ઘર જોઈએ છે પણ મારી પાસે રોકડ રૂપિયા નથી.
  5. If you will buy a home then you have need a home loan or cash rupees.
    • જો તમે ઘર ખરીદશો તો તમારે હોમ લોન અથવા રોકડ રૂપિયાની જરૂર પડશે.
  6. I haven’t taken a loan yet.
    • મે હજી સુધી લોન લીધી જ નથી.
  7. Have you never taken any loan? so, you will find it difficult.
    • શું તમે ક્યારેય કોઈ લોન લીધી નથી? તેથી, તમને તે મુશ્કેલ લાગશે.

Subordinating Conjunctions in Gujarati

Subordinating Conjunctions નો ઉપયોગ Dependent clauses અને Independent clauses ને જોડવા માટે થાય છે. આ પ્રકારના Clauses નો ઉપયોગ two clauses ના case and effect જેવા સંબંધો તેમજ અન્ય વિવિધ સંબંધો કે જે થઈ શકે છે તે દર્શાવવાના માર્ગ તરીકે થઈ શકે છે. ચાલો હવે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કેટલાક Subordinating Conjunctions પર એક નજર કરીએ.

  • after
  • as
  • because
  • before
  • even if
  • if
  • in case
  • once
  • only
  • since
  • than
  • though
  • till
  • until
  • unless
  • whereas
  • while

નોંધ લો:- કે ઉપરના કેટલાક ઉદાહરણો ક્રિયાવિશેષણ(Adverb) છે, આ સામાન્ય રીતે બે વિચારોને જોડવાના માર્ગ તરીકે ગૌણ જોડાણ તરીકે કાર્ય કરી શકે છે. આનું એક સારું ઉદાહરણ એ વાક્ય છે, Rina can stay out until the clock strikes ten.(ઘડિયાળમાં દસ વાગ્યા સુધી રીના બહાર રહી શકે છે.) અહીં, ક્રિયાવિશેષણ(Adverb) બે વિચારોને જોડવા માટે ગૌણ જોડાણ તરીકે કાર્ય કરે છે: રીના બહાર રહી શકે છે (the independent clause) અને ઘડિયાળ દસ વાગે છે (the dependent clause). Independent clause ​​વાક્ય તરીકે એકલા રહી શકે છે; Dependent clause અર્થપૂર્ણ બનાવવા માટે dependent clause ​​પર આધાર રાખે છે.

Subordinating conjunctions ને વાક્યની મધ્યમાં હોવો જરૂર નથી. પણ તે dependent clause નો ભાગ હોવો જોઈએ, પરંતુ Independent clause એ dependent clause ​​પહેલાં આવી શકે છે.

જો dependent clause પ્રથમ આવે, તો Independent clause ​​પહેલાં અલ્પવિરામનો ઉપયોગ પડે છે. જેમ કે..

  • I took a lift of bike because I was tired.
  • Because I was tired, I took a lift of bike.
Examples of Subordinating Conjunctions in Gujarati
  1. Rohit knows him because he meets him often.
    • રોહિત તેને ઓળખે છે કારણ કે તે તેને અવારનવાર મળે છે.
  2. If you will buy a home then you have need a good job.
    • જો તમે ઘર ખરીદશો તો તમારે સારી નોકરીની જરૂર છે.
  3. She tends to forget things unless she marks them down.
    • જ્યાં સુધી તેણી તેને ચિહ્નિત ન કરે ત્યાં સુધી તેણી વસ્તુઓ ભૂલી જવાની ટેવ રાખે છે.
  4. The rain has been continuous since previous night.
    • ગઈ રાત્રિથી સતત વરસાદ ચાલુ છે.
  5. Once you meet him, you will recognize him.
    • એકવાર તમે તેને મળો, તમે તેને ઓળખી શકશો.

Correlative conjunctions in Gujarati

Correlative Conjunctions એ pairs of conjunctions છે એટલે કે તેઓ એકસાથે બે Conjunctions હોય છે. તેઓનો ઉપયોગ એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવાના માર્ગ તરીકે થાય છે અને Correlative Conjunctions ના નિયમોમાંનો એક નિયમ એ છે કે તેઓ બંને grammar ના અર્થમાં સમાન હોવા જોઈએ. જેમ કે..

  • either/or
  • neither/nor
  • not/but
  • as much/as
  • no sooner/than
  • rather/than
  • both/and
Examples of correlative conjunctions in Gujarati
  1. You can go either Canada or Australia.
    • તમે કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જઈ શકો છો.
  2. Jenish can speaks neither English nor Hindi.
    • જેનીશ ન તો અંગ્રેજી બોલી શકે છે કે ન તો હિન્દી.
  3. She is not only beautiful but also smart.
    • તે માત્ર સુંદર જ નથી પણ સ્માર્ટ પણ છે.
  4. He would like rather play than work.
    • તેને કામ કરતાં રમવાનું પસંદ છે.
  5. Sagar can both read and speak English.
    • સાગર અંગ્રેજી વાંચી અને બોલી શકે છે.

મિત્રો Preposition in Gujarati આગળ નો topics શીખવા માટે click કરો and અન્ય Topics વાંચવા માટે પણ Grammar menu પર જઈ શીખી શકો છો.

Leave a Comment

error: Content is protected !!