Simple Present Tense in Gujarati | સાદો વર્તમાન કાળ

Simple Present Tense in Gujarati | સાદો વર્તમાનકાળ
Simple/Indefinite present tense

મિત્રો, કોઈપણ કાળની વાક્યરચના અને ઉપયોગીતા ખબર હોય તો વાક્ય બનાવતા, ઓળખતા અને બોલતા આવડી શકે છે.

Simple Present Tense in Gujarati Sentence Structure – વાક્યરચના

Subject(He, She, It, Singular Name) + V1(s/es/ies) + Object/O.W.

Subject(I, We, You, They, Plural Name) + V1 + Object/O.W.

1. હવે, વાક્ય રચના મુજબ Subject(કર્તા) તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ જેમ કે..

SingularPlural
પ્ર.પુIWe
બી.પુYouYou
ત્રી.પુHeThey
She
It
Singular NamePlural Name
As a Subject

એટલે કે કર્તા તરીકે ઉપરનો કોઈપણ એક વ્યક્તિગત સર્વનામ અથવા કોઈ વ્યક્તિનુ નામ હોઈ શકે છે અને વ્યક્તિગત સર્વનામ વિશે details માં જાણવા માટે ચેપ્ટર The Personal Pronouns -વ્યક્તિગત સર્વનામો માં સરળતાથી જાણી શકો છો.

2. Verbs વિશે તમને ખ્યાલ હોવો જોઈએ એટલે કે ‘V1, V2, V3’ રૂપ કયાં કયાં હોય છે જે આપણે પહેલાના ચેપ્ટર Forms of Main Verbs-V1,V2,V3 માં શીખી ગયા છીએ, માટે જેમાંથી મૂળરૂપ(V1) નો ઉપયોગ સાદો વર્તમાન કાળ માં થાય છે.

જે વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ‘He, She, It અથવા એકવચન નામ’ હોય ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ(V1) ની સાથે ‘s, es, ies’ જોડાઈ છે.

જે વાક્યમાં કર્તા તરીકે ‘I, We, You, They અથવા બહુવચન નામ’ હોય ત્યારે વાક્યમાં ક્રિયાપદ તરીકે ખાલી મૂળરૂપ(V1) જ વપરાય છે.

Simple Present Tense Examples in Gujarati

  1. I like tea.
    • મને ચા ફાવે છે.
  2. We live at Sarthana in Surat.
    • અમે સુરતમાં સરથાણા ખાતે રહીએ છીએ.
  3. Sun rises in the East.
    • પૂર્વમાં સૂર્ય ઉગે છે.
  4. He does homework rarely.
    • તે હોમવર્ક ભાગ્યે જ કરે છે.
  5. We eat healthy food.
    • અમે સ્વસ્થ ખોરાક ખાઈએ છીએ.
  6. Manish sometimes forgets homework.
    • મનીષ ઘણીવાર હોમવર્ક ભૂલી જાય છે.
  7. Water boils at 100 Celsius degree.
    • 100 સેલ્સિયસ ડિગ્રી પર પાણી ઉકળે છે.
  8. She goes to school regularly.
    • તેણી નિયમિત શાળાએ જાય છે.
  9. They come here occasionally.
    • તેઓ અવારનવાર અહીં આવે છે.
  10. I go to tuition at 3 P.M.
    • હું બપોરપછીના 3 વાગ્યે ટ્યુશન પર જાઉં છું.
અમુકવાર Simple Present Tense માં મૂળરૂપ(V1) ની સાથે ‘s/es/ies’ લાગેલા જોઈએ છે જેનો ઉપયોગ શીખીએ.
e/es/ies connect simple present tense
e/es/ies connect simple present tense

ખ્યાલ રાખજો કે ‘s/es/ies’ ને ક્રિયાપદ Verb(V1) ની સાથે લગાડવાથી એકવચન થઈ જાય છે. જેમ કે..

Verb(ક્રિયાપદ) + s/es/ies = Singular-એકવચન
  • come + s = comes
  • teach + es = teaches
  • fly + ies = flies

પરંતુ જ્યારે નામની સાથે ‘s/es/ies’ ને લગાડવાથી નામ બહુવચન થઈ જાય છે. જેમ કે..

Noun(નામ) + s/es/ies = Plural-બહુવચન
  • Car + s = Cars
  • Box + es = Boxes
  • City + ies = Cities

સામાન્ય રીતે ક્રિયાપદ(Verb) ને ‘s’ જોડાય છે.

પણ જ્યારે ક્રિયાપદને છેડે ‘o, x, sh, ch, ss) હોય ત્યારે સાથે ‘es’ જોડાઈ છે.

અને જ્યારે ક્રિયાપદ ના છેડે ‘Y’ હોય અને તેની પહેલા વ્યંજન આવેલો હોય તો ‘Y’ નો ‘i’ કરી સાથે ‘es’ જોડાઈ છે.

અને જ્યારે ક્રિયાપદ ના છેડે ‘Y’ હોય અને તેની પહેલા સ્વર આવેલો હોય તો ‘Y’ ની સાથે ખાલી ‘s’ જોડાઈ છે.

Do અને Does નો ઉપયોગ ક્યારે થાય અને શું છે?

‘Do અને Does’ સાદા વર્તમાનકાળ ના સહાયક ક્રિયાપદો છે, તેનો ઉપયોગ વાક્યને નકાર(Negative) અને હા/ના પ્રશ્નાર્થ(Yes/No question) વાક્યો માટે થાય છે અને સહાયક ક્રિયાપદ વિશે જાણવા ચેપ્ટર Tobe, Todo, Tohave માં શીખી શકો છો.

સાદા વર્તમાન કાળ ને અનિશ્ચિત વર્તમાન કાળ(Indefinite Present Tense) પણ કહેવાય છે કારણ કે આ કાળ અનિશ્ચિતા પણ દર્શાવે છે એટલે કે..

  1. Neha goes to Canada next week. (નેહા આવતા અઠવાડિયે કેનેડા જશે.)
    • અહીં વાક્યમાં next month આવેલું છે છતાં Simple Present tense વાક્ય છે કારણ કે ભવિષ્યમાં નિશ્ચિત ઘટના થવાની હોય તો લખી શકાય છે.આ જ વાક્ય Simple Future tense અને Continuous Present tense માં પણ લખી શકાય છે માટે જ અનિશ્ચિત કાળ કહેવાય છે.
  2. We play cricket every Sunday. (અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ.)
    • અહીં વાક્યમાં દર રવિવારે રમે છે એટલે કે ગયા રવિવારે રમ્યા હતા, આવતા રવિવારે પણ રમવાના છે અને આજે રવિવારે પણ રમી રહ્યા છે માટે ત્રણેય કાળનો નિર્દેશ કરે છે પણ વાક્ય Simple Present tense માં સમાવેશ થાય છે એટલે જ તેને Indefinite Present Tense પણ કહેવાય છે.
  3. Lord Ram takes bow and kill Ravan. (ભગવાન રામ ધનુષ્ય લે છે અને રાવણનો વધ કરે છે.)
    • ભૂતકાળની ઘટનાને રૂબરૂમાં દર્શાવવા માટે..

મિત્રો, અમુક વાક્યો Simple Present tense અને Continuous Present tense બંનેમાં લખી શકાય છે પણ તે બંનેમાં થોડો different શું છે? તે જાણીએ..

  1. Mona works in this company.
    • મોના આ કંપનીમાં કામ કરે છે.
  2. Mona is working in this company.
    • મોના આ કંપનીમાં કામ કરી રહી છે.

(અહીં સાદા વર્તમાન કાળ માં આપેલુ વાક્ય કાયમી માટે કંપનીમાં કામ કરે છે એવું દર્શાવે છે, પરંતુ ચાલુ વર્તમાનકાળમાં આપેલું વાક્ય કામચલાવ રીતે કંપનીમાં કરી કામ રહી છે એવું દર્શાવે છે જે બંને નો તફાવત પડે છે જે ધ્યાનમાં રાખો.)

અમુક વાક્યમાં Verb(ક્રિયાપદ) સ્થિતિ(state) અથવા ક્રિયા(action) દર્શાવતું હોય છે પણ જ્યારે સ્થિતિ દર્શાવતું હોય ત્યારે તે વાક્ય હંમેશા સાદા વર્તમાનકાળ માં લખાય છે નહિ કે ચાલુ વર્તમાનકાળમાં લખવાનું અને જ્યારે ક્રિયા દર્શાવતું હોય ત્યારે તે વાક્ય સાદા વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ બંનેમાં લખી શકાય છે જેમકે..

  • I love India. (હું ભારતને પ્રેમ કરું છું.) ✔
  • I am loving India. (હું ભારતને પ્રેમ કરી રહ્યો છું.) ❎

(અંહી ક્રિયાપદ ‘Love’ સ્થિતી(state) દર્શાવે છે નહિ કે ક્રિયા(action) દર્શાવતુ એટલે જ પહેલુ વાક્ય સાચુ છે અને બીજુ વાક્ય ખોટુ છે.)

જે ક્રિયાપદો સ્થિતી(state verbs) દર્શાવે છે તેવા બધા ક્રિયાપદો નીચે આપેલા છે.

Stative Verbs
Stative Verbs

સાદો વર્તમાન કાળ માં નીચેના શબ્દોનો ઉપયોગ થાય છે જેને adverbs પણ કહેવાય છે.

Simple Present Tense Sentences with Gujarati

  1. Dinesh always washes the bike.
    • દિનેશ હંમેશા બાઇક ધોઈ નાખે છે.
  2. She gets up early every day.
    • તે દરરોજ વહેલી ઉઠે છે.
  3. He never lies.
    • તે ક્યારેય જૂઠું બોલે નહીં.
  4. Five and Three make Eight.
    • પાંચ અને ત્રણ આઠ બનાવે છે.
  5. Water freezes at 0 Celsius degree.
    • 0 સેલ્સિયસ ડિગ્રી પર પાણી થીજી જાય છે.
  6. The bus usually comes late.
    • બસ સામાન્ય રીતે મોડી આવે છે.
  7. It rains here hard.
    • અહીં સખત વરસાદ પડે છે.
  8. He anytime helps him.
    • તે કોઈપણ સમયે તેને મદદ કરે છે.
  9. Generally, we speak English in the classroom.
    • સામાન્ય રીતે, અમે વર્ગખંડમાં અંગ્રેજી બોલીએ છીએ.
  10. We go many times there.
    • અમે ઘણી વાર ત્યાં જઇએ છીએ.

Simple Present Tense Uses – સાદા વર્તમાન કાળ નો ઉપયોગ

જે ક્રિયા નિયમિતપણે, કાયમી, દરરોજ કે વારંવાર થતી હોય અને સનાતન સત્યો, આદતો, કહેવતો, વૈજ્ઞાનિક નિયમો હોય ત્યારે સાદા વર્તમાન કાળ નો ઉપયોગ થાય.

After, Before, When, If, Till, Until, Unless, As soon as જેવા શબ્દો પછી ભવિષ્યનો નિર્દેશ કરવા માટે પણ સાદા વર્તમાનકાળ નો ઉપયોગ થાય છે. જેમ કે..

  • હું તારા ઉધાર પૈસા આપી દઈશ જ્યારે હુ અમદાવાદ થી પાછો આવીશ.
    • I will lend you money when I come back from Ahmedabad.

Possession-માલિકી દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળ નો ઉપયોગ થાય છે. જેમ કે..

  • This book belongs to me.
    • આ પુસ્તક મારું છે.
  • Piyush owns a big building.
    • પિયુષ મોટી ઇમારતનો માલિક છે.

સાદુ/હકારાત્મક વાક્ય (Affirmative Sentence)

Examples of Simple Present tense in Gujarati

  1. Mihir knows him.
    • મિહિર તેને ઓળખે છે.
  2. He reads books every day.
    • તે દરરોજ પુસ્તક વાંચે છે.
  3. I live in the college hostel.
    • હું કોલેજની છાત્રાલયમાં રહું છું.
  4. She does good work.
    • તે સારું કામ કરે છે.
  5. They do their work regularly.
    • તેઓ તેમનું કાર્ય નિયમિત કરે છે.

નકાર વાક્ય (Negative Sentence)

સાદા વર્તમાનકાળ માટે નકાર વાક્યમાં ‘કર્તા’ પછી સહાયક ક્રિયાપદ ‘do’ અથવા ‘does’ વપરાય છે અને સાથે ‘not’ જોડાય છે જેથી નકાર વાક્ય બને છે.

He, She, It અને એકવચન નામ ની સાથે ‘does‘ અને ‘not‘ વપરાય છે. does + not=doesn’t પણ ટુંક માં લખી શકાય છે.

I, We, You અને બહુવચન નામ ની સાથે ‘do‘ અને ‘not‘ વપરાય છે. do + not=don’t પણ ટુંક માં લખી શકાય છે.

Negative Sentence structure

Subject + do/does + not + V1 + Object/O.W.

Examples of Simple Present tense in Gujarati

  1. Mihir does not know him.
    • મિહિર તેને ઓળખતો નથી.
  2. He does not read books every day.
    • તે દરરોજ પુસ્તક વાંચતો નથી.
  3. I do not live in the college hostel.
    • હું કોલેજની છાત્રાલયમાં રહેતો નથી.
  4. She does not do good work.
    • તે સારું કામ કરતી નથી.
  5. They do not do their work regularly.
    • તેઓ તેમનું કાર્ય નિયમિત કરતા નથી.

Verbal Interrogative Question/ Yes-No Question

મિત્રો, ઘણી જગ્યા પર Interrogative લખેલું જોઈએ છે તે Interrogative question નથી પણ અંહી તેનો એક પ્રકાર Verbal interrogative question/ Yes-No question છે એટલે કે તેનો જવાબ હંમેશા ‘હા’ અથવા ‘ના’ માં જ હોય છે જે આપણને ખ્યાલ હોવો જોઈએ તેના વિશે વધુ જાણવા માટે ચેપ્ટર Interrogative sentence પ્રશ્નસૂચક વાક્યમાં શીખી શકો છો.

સાદા વર્તમાનકાળમાં ‘હા/ના પ્રશ્નાર્થ’ વાક્ય માટે સહાયક ક્રિયાપદ તરીકે ‘Do/Does’ વાક્યની શરૂઆતમાં મુકાય છે અને તે છડેે પ્રશ્નાર્થ ચિન્હ(?) મુકાય છે.

He, She, It અને એકવચન નામ ની સાથે સહાયક ક્રિયાપદ ‘does‘ વાક્યની શરુઆતમાં મુકાય છે.

I, We, You, They અને બહુવચન નામ ની સાથે સહાયક ક્રિયાપદ ‘do‘ વાક્યની શરુઆતમાં મુકાય છે.

Do/Does + Sub + V1 + Object/O.W.

Examples of Simple Present tense in Gujarati

  1. Does Mihir know him?
    • મિહિર તેને ઓળખે છે?
  2. Does he read books every day?
    • શું તે દરરોજ પુસ્તક વાંચે છે?
  3. Do you live in the college hostel?
    • તમે કોલેજની છાત્રાલયમાં રહો છો?
  4. Does she do good work?
    • શું તે સારું કામ કરે છે?
  5. Do they do their work regularly?
    • શું તેઓ નિયમિતપણે તેમનું કાર્ય કરે છે?

Negative Verbal Interrogative Question/ Negative Yes-No Question

સાદા વર્તમાનકાળમાં નકાર ‘હા/ના’ પ્રશ્નાર્થ’ વાક્ય માટે સહાયક ક્રિયાપદ ‘Do/Does’ વાક્યની શરુઆતમાં અને ‘not’ ‘Subject’ પછી મુકાય છે વાક્યના છેડે પ્રશ્નનાર્થચિહ્ન(?) અને નકાર પ્રશ્નાર્થ વાક્ય બને છે.

Examples of Simple Present tense in Gujarati

  1. Does Mihir not know him?
    • શું મિહિર તેને ઓળખતો નથી?
  2. Does he not read books every day?
    • શું તે દરરોજ પુસ્તક વાંચતો નથી?
  3. Do you not live in the college hostel?
    • તમે કોલેજની છાત્રાલયમાં નથી રહેતા?
  4. Does she not do good work?
    • શું તે સારું કામ નથી કરતી?
  5. Do they not do their work regularly?
    • શું તેઓ નિયમિતપણે તેમનું કાર્ય નથી કરતા?
Simple/Indefinite Present Tense – સાદો/અનિશ્ચિત વર્તમાન કાળ વિશે તમને ખ્યાલ આવી ગ્યો હશે.

Leave a Comment

error: Content is protected !!