Past Continuous Tense in Gujarati | ચાલુ ભુતકાળ

Past Continuous Tense in Gujarati | ચાલુ ભુતકાળ

મિત્રો, આજના ચેપ્ટરમાં ચાલુ ભૂતકાળ (Past Continuous Tense in Gujarati) ના વાક્ય બનાવતા, ઓળખતા અને રોજબરોજમાં ઉપયોગીતા શીખીશું.

કોઈપણ કાળને શીખવા માટે કાળની ઉપયોગીતા અને વાક્યરચના નો ખ્યાલ હોવો જોઈએ.

1. સૌથી પહેલા Past Continuous Tense (ચાલુ ભૂતકાળ) માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure – વાક્યરચના

Subject + To be(was/were) + V1(ing) + object/O.W.

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular-એકવચનPlural-બહુવચન
પ્રથમ.પુરુષI (હું)We (અમે)
બીજો.પુરુષYou (તું)You (તમે)
ત્રીજો.પુરુષHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ Subject સાથે કયો helping verb(was/were) લગાડી શકાય જેમ કે..

મિત્રો, Helping verbs(was/were) પરથી વાક્ય ઓળખી શકીએ છીએ કે વાક્ય Past Continuous Tense નુ છે.

Singular-એકવચનPlural-બહુવચન
પ્રથમ.પુરુષI – was = I wasWe – were = We’re
બીજો.પુરુષYou – were = You’reYou – were = You’re
ત્રીજો.પુરુષHe – was = He wasThey – were = They’re
She – was = She was
It – was = It was
Name(Raju) + wasName + were

આમ, જે વાક્યમાં કર્તા તરીકે એકવચન(I, He, She, It) અથવા કોઈનું એકવચન નામ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ‘was’ આવે છે જે આપણે યાદ રાખવુ પડે છે.

અને જ્યારે વાક્યમાં કર્તા તરીકે ‘You/We/They’ અથવા બહુવચન નામ હોય ત્યારે સહાયક કારક ક્રિયાપદ તરીકે ‘were’ આવે છે.

4. વાક્યરચના મુજબ મુળક્રિયાપદ(V1) સાથે ‘ing’ જોડાઈ છે એટલે કે Forms of Main Verb(V1,V2,V3) ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ અને ન જાણતા હોય તો તે ચેપ્ટરમાં સરળતાથી તમે શીખો.

4.1 મુળક્રિયાપદ-V1 ની સાથે ‘ing’ કેવી રીતે લગાડી શકાય તો કેટલાક નિયમો નીચે મુજબ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Wake-જાગવુંWaking
Rise-ઊગવુંRising
Come-આવવુંComing
Choose-પસંદ કરવુંChoosing
Hide-સંતાડવુંHiding
See-જુઓSeeing
Flee-ભાગી જવુંFleeing

4.2 મૂળક્રિયાપદ(V1) ની છેડે વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક સ્વર આવેલો હોય તો વ્યંજન ડબલ વાર કરીને સાથે ‘ing’ જોડાઈ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Brag-ડહાપણBragging
Cut-કાપવુંCutting
Begin-શરૂઆતBeginning
Swim-તરવુંSwimming
Stop-બંધStopping
Forget-ભૂલી જવુંForgetting

મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે વાક્યના અંતે ‘X, Y, W’ આવતો હોઈ અને તેની આગળ સ્વર(a, e, i, o, u) આવતો હોય ત્યારે આ નિયમ લાગુ પડતો નથી.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Play-રમવુંPlaying
Draw-દોરવુંDrawing
Blow-ફુંકવુંBlowing
Fix-સ્થાયી કરવુંFixing

અને જ્યારે વાક્યના છેડે વ્યંજન હોય પણ તેની પહેલા 2-સ્વરો આવેલા હોય ત્યારે પણ આ નિયમ લાગુ પડતો નથી.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Eat-ખાવુંEating
Break-તોડવુંBreaking

4.3 મૂળક્રિયાપદ ને અંતે ‘ie’ હોય તો તે દૂર થઈ ને ‘y’ લગાડી સાથે ‘ing’ જોડાઈ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Lie-જુઠું બોલવુંLiying
Tie-બાંધવુંTying
Die-મરી જવુંDying

4.4 મૂળક્રિયાપદ(V1) ને છેડે ‘L’ હોય અને તેની પહેલા એક જ vowels(a,e,i,o,u) હોય તો ‘L’ ડબલ કરીને ‘ing’ જોડાઈ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Travel-મુસાફરી કરવીTravelling
Quarrel-ઞગડો કરવોQuarrelling
Patrol-ચોકિયાતPatrolling

4.5 અમુક ક્રિયાપદો ને કોઈ નિયમ જ લાગતો નથી માટે તેને યાદ રાખી લેજો.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Be+ingBeing
Open+ingOpening
Dye+ingDyeing
Enter+ingEntering
Happen+ingHappening
Offer+ingOffering
Suffer+ingSuffering

4.6 અમુક ક્રિયાપદો ને છેડે ‘C’ હોય ત્યારે તેની સાથે ‘K’ અને ‘ing’ જોડાઈ જાય છે.

  • Panic = Panicking

4.7 અને બાકીના બધા Verbs ની સાથે સીધો જ ‘ing’ જોડાઈ જાય છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Fly-ઊડવુંFlying
Go-જાવુંGoing
Ask-પુંછવુંAsking

યાદ રાખો

વાક્યમાં Verb સ્થિતિ(state) અથવા ક્રિયા(action)  દર્શાવતો હોય છે, જ્યારે ક્રિયા દર્શાવતું હોય ત્યારે તે Verb ને સાદા કાળ અને ચાલુ કાળના બંને વાક્ય માં લખી શકાય છે, પણ જ્યારે સ્થિતિ દર્શાવતું હોય ત્યારે તે Verb ને હંમેશા સાદા કાળ(Simple Tense) ના વાક્ય માં જ લખાય છે નહિ કે ચાલુ કાળમાં લખવાનુ જેમકે..

  1. I love India. (હું ભારતને પ્રેમ કરું છું.) ✔
  2. I am loving India. (હું ભારતને પ્રેમ કરી રહ્યો છું.) ❎

(અંહી Verb ‘Love’  સ્થિતી(state) દર્શાવે છે નહિ કે ક્રિયા(action) દર્શાવતુ એટલે જ પહેલુ વાક્ય સાચુ છે અને બીજુ વાક્ય ખોટુ છે.)

આમ જે ક્રિયાપદો સ્થિતી(State) દર્શાવે છે તેવા બધા ક્રિયાપદોને ચાલુ કાળો માં વપરાતા નથી. અંહી નીચે બધા Stative Verbs દર્શાવ્યા છે.

Stative Verbs
Stative Verbs

કેટલાક સમય સૂચક શબ્દો Past Continuous Tense માટે..

  • When
  • While
  • As
  • At that time/moment

Past Continuous Tense Sentences in Gujarati

  1. We were going to college yesterday at this time.
    • અમે ગઈકાલે આ સમયે કોલેજ જઇ રહ્યા હતા.
  2. was studying at 11pm last night.
    • ગઈકાલે રાત્રે 11 વાગ્યે હું અભ્યાસ કરી રહ્યો હતો.
  3. They were having dinner when it started to rain.
    • વરસાદ શરૂ થયો ત્યારે તેઓ જમી રહ્યા હતા.
  4. Were you calling me while Mansi was there?
    • માનસી ત્યાં હતી ત્યારે તમે મને ફોન કરી રહ્યા હતા?
  5. They weren’t studying English those days.
    • તે દિવસોમાં તેઓ અંગ્રેજીનો અભ્યાસ કરી રહ્યા ન હતા.

Past Continuous Tense Uses in Gujarati (ઉપયોગ)

જ્યારે ભૂતકાળની એક ક્રિયા થઈ, ત્યારે ભૂતકાળમાં સતત થઈ રહેલા કોઈ બીજા કાર્યનું વર્ણન કરવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે.

  1. He was making tea when I arrived.
    • હું પહોંચ્યો ત્યારે તે ચા બનાવતો હતો.
  2. While Khushal went ground, they were playing football.
    • જ્યારે ખુશાલ મેદાન પર ગયો ત્યારે તેઓ ફૂટબોલ રમી રહ્યા હતા.
  3. While he was studying at University, I met him.
    • જ્યારે તે યુનિવર્સિટીમાં ભણતો હતો, ત્યારે હું તેમને મળ્યો.

જ્યારે ભૂતકાળની બે ક્રિયાઓ એકસાથે સતત થઈ રહેલી દર્શાવા માટે પણ ઉપયોગ થાય છે.

  1. While teacher was teaching tense’s chapter, the students were talking each other.
    • શિક્ષક tense નુ chapter ભણાવી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
  2. As he was driving the car, there was ringing his mobile.
    • તે કાર ચલાવતો હતો ત્યારે તેનો મોબાઈલ વાગતો હતો.
  3. While Sunny was reading book, Divya was playing game.
    • સની બુક વાંચતો હતો ત્યારે દિવ્યા રમત રમી રહી હતી.
નકાર વાક્યરચના – Negative sentence structure

Subject + was/were + not + V1(ing) + object + O.W.

  1. She was not writing a letter.
    • She wasn’t writing a letter.
  2. We were not playing tennis 10pm last night.
    • We weren’t playing tennis.
  3. Raju was not driving the car yesterday.
    • Raju wasn’t driving the car yesterday.
પ્રશ્નાર્થ વાક્યરચના – Verbal or Yes/No questions sentence structure

Was/Were + sub + V1(ing) + object + o.w.

  1. Were you going yesterday?
  2. Was he driving your car?
નકાર પ્રશ્નાર્થ વાક્યરચના – Negative Verbal or Yes/No questions sentence structure

Was/Were + sub + V1(ing) + not + object + o.w?

  1. Were you not going to school yesterday?
    • Weren’t you going to school yesterday?
  2. Was he not driving your car?
    • Wasn’t he driving your car?

મિત્રો, step by step બીજા બધા ચેપ્ટરો શીખવા માટે grammar menu માં જઈ શીખી શકો છો, તો આજ થી જ એક પછી એક chapter શીખવા નું ચાલુ કરી દો અને ત્યાર બાદ Spoken English part શીખીશું.

Leave a Comment

error: Content is protected !!