Interrogative Pronouns | પ્રશ્નાર્થ સૂચક સર્વનામો

મિત્રો, આપણે આજનુ ચેપ્ટર Interrogative Pronouns વિશે શીખવાના છીએ અને આગળનુ ચેપ્ટર શીખયા કે Interrogative sentences type (પ્રશ્નાર્થ સૂચક વાક્યના પ્રકાર) ક્યાં ક્યાં છે અને ન શીખ્યા હોઈ તો પહેલા શીખી લ્યો.

જે વાક્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, તે વાક્યને Interrogative Sentence – પ્રશ્નાર્થ સૂચક વાક્ય કહેવાય છે અથવા તેને ઓળખવા માટે Question Mark(પ્રશ્નાર્થ સૂચક ચિન્હ) હોય છે.

અંગ્રેજીમાં વાતચીત કરવા માટે interrogative sentences ખૂબ જ ઉપયોગી થાય છે.

મિત્રો અંગ્રેજી ભાષામાં પ્રશ્ન હંમેશા ત્રણ type થી જ પુછવામાં આવે છે, જેમ કે..

  1. Interrogative Pronouns Questions (What, Whose, Whom, Which, What)
  2. Wh Questions (When, Where, Why, How)
  3. Verbal Questions અથવા Yes/ No Questions

Interrogative Pronouns in Gujarati (Who, Whose, Whom, Which, What)

મિત્રો, સર્વનામ એટલે તમને ખ્યાલ જ છે કે કોઈપણ નામની જગ્યા પર જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય છે જેવી રીતે આપણે આગળના ચેપ્ટરો The Personal Pronouns (વ્યકિતવાંચક સર્વનામો) અને Demonstrative Pronoun (દર્શક સર્વનામો) માં આપણે શીખ્યા અને ન શીખ્યા હોય તો તે બન્ને ચેપ્ટર પહેલા શીખી લેજો.

આ પાંચેય નો સમાવેશ Wh-Question Words માં ન થઈ શકે પરંતુ ઘણા પુસ્તકો, ઘણી Schools, Classes માં છે, આનો Wh-Question Words family માં સમાવેશ કરેલો જોઈએ છે, મિત્રો તે હંમેશા ખોટું છે, કારણ કે.

જ્યારે ઉપરના કોઈપણ પાંચ Interrogative Pronouns માંથી પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તેના જવાબમાં હંમેશા વ્યકિત, વસ્તુ, પ્રાણી, પશુનુ નામ અથવા સર્વનામ જ મળે છે એટલે જ આ પાંચ Interrogative Pronouns (પ્રશ્નાર્થ સૂચક સર્વનામો) કહેવાય છે.

ટૂંકમાં ઉપરના પાંચ પ્રશ્નાર્થ સૂચક શબ્દો ના જવાબ હંમેશા નામ અથવા સર્વનામ જ મળે છે એટલે તેને સર્વનામો (Pronouns) કહે છે, પરંતુ પ્રશ્ન પુછવાથી પ્રશ્નસૂચક સર્વનામ (Interrogative Pronouns) કહેવાય છે.

મિત્રો, આપણે આજના ચેપ્ટરમાં Who, Whose, Whom, Which અને What 5 Interrogative Pronouns નો ક્યાં અને ક્યારે ઉપયોગ થાય છે, તે દરેકને Example સાથે ખુબ જ સરળતાથી શીખીશુ.

Who – વુ – કોણ?

Who‘ થી પ્રશ્ન પૂછવાથી વ્યક્તિનું નામ શું છે, તે જાણી શકાય છે અથવા વાક્યમાં કર્તા તરીકે કોણ છે તે જાણી શકાય છે.

  1. Who are you? (તમે કોણ છો?)
    • I am Jignesh. (હું જીગ્નેશ છું)
  2. Who are those people? (પેલા લોકો કોણ છે?)
    • Those are American people. (તેઓ અમેરિકન લોકો છે.)
  3. Who is there? (કોણ છે ત્યાં?)
    • There is traffic police. (ત્યાં ટ્રાફિક પોલીસ છે.)
  4. Who has book? (કોની પાસે બુક છે?)
    • Rohit has book. (રોહિત પાસે પુસ્તક છે.)
  5. Who is our class teacher? (આપણો વર્ગ શિક્ષક કોણ છે?)
    • Sanjana Madam is our class teacher. (સંજનામેડમ આપણા વર્ગ શિક્ષક છે.)
  6. Who was there in garden? (ત્યાં બગીચામાં કોણ હતું?)
    • There was a child in the garden. (બગીચામાં એક બાળક હતું.)

Whom – વુમ – કોને?

Whom‘ થી પ્રશ્ન પૂછવાથી કોઈ વ્યક્તિ કર્મ કરી રહ્યું હોય તેનું નામ જાણી શકાય છે. જેમ કે..

  1. To Whom did you give my mobile?(મારો મોબાઇલ તમે કોને આપ્યો?)
    • I gave your mobile to your brother.(મેં તમારો મોબાઇલ તમારા ભાઈને આપ્યો છે.)
  2. To whom will Ajay give the book? (અજય બુક કોને આપશે?)
    • Ajay will give the book to Rohit.(અજય પુસ્તક રોહિતને આપશે.)
  3. Whom do you choose as a good player in the Indian team? (ભારતીય ટીમમાં સારા ખેલાડી તરીકે તમે કોને પસંદ કરો છો?)
    • I choose Jadeja a good player in the Indian team.(હું જાડેજાને ભારતીય ટીમમાં એક સારો ખેલાડી પસંદ કરું છું.)
  4. Whom have you invited on your wedding?(તમે તમારા લગ્નમાં કોને આમંત્રણ આપ્યું છે?)
    • I invited my friends and relatives to my wedding.(મેં મારા લગ્નમાં મારા મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું છે.)
  5. About whom is being discussion?(કોના વિશે ચર્ચા થઈ રહી છે?)
    • The discussion is about Rohit.(રોહિત વિશે ચર્ચા થઈ રહી છે.)

Whose – વુઝ – કોના?, કોની?, કોનુ?, કોનો?

Whose‘ થી પ્રશ્ન પૂછવાથી વસ્તુ કે વ્યક્તિ કોની છે, તે જાણી શકાય છે એટલે કે સંબંધક સર્વનામ (Possessive Pronoun) મેળવી શકાય છે. જેમ કે..

  1. Whose shoes are those? (પેલા કોના શુઝ છે?)
    • These are my shoes. (આ મારા શુઝ છે.)
  2. Whose brother is married? (કોનો ભાઈ પરણિત છે?)
    • Nikhil’s brother is married. (નિખિલના ભાઈ પરિણીત છે.)
  3. Whose book was on this table. (કોનું પુસ્તક આ ટેબલ પર હતું.)
    • Nikhil’s brother is married. (નિખિલના ભાઈ પરિણીત છે.)
  4. Whose work do you do? (તમે કોનું કામ કરો છો?)
    • I work for Neha. (હું નેહાનુ કામ કરું છું.)
  5. Whose parent can speak English? (કોના માતા-પિતા અંગ્રેજી બોલી શકે છે?)
    • All three of our parents can speak English. (અમારા ત્રણના માતા-પિતા અંગ્રેજી બોલી શકે છે.)

Which – વીચ – કઈ?, ક્યુ?, ક્યા?, ક્યો?

Which‘ થી પ્રશ્ન પૂછવાથી પસંદગી જાણવા માટે ઉપયોગ થાય છે, જેમ કે..

  1. Which is the capital of Gujarat? (ગુજરાતની રાજધાની કઈ છે?)
    • Gandhinagar is the capital of Gujarat. (ગાંધીનગર ગુજરાતની રાજધાની છે.)
  2. Which work did you complete on holiday? (તમે રજાના દિવસે કયું કામ પતાવ્યું?)
    • I completed my shopping on holiday. (મેં રજાના દિવસે મારી ખરીદી પૂરી કરી.)
  3. Which grammar chapter will we study next week? (આવતા અઠવાડિયે આપણે ક્યું ગ્રામર નું ચેપ્ટર ભણીશું?)
    • We will study the tense grammar chapter next week. (અમે આવતા અઠવાડિયે કાળના વ્યાકરણનુ ચેપ્ટર ભણીશું.)
  4. Which is the national flower of India? (ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે?)
    • The national flower of India is the lotus. (ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે.)
  5. In which class do you study? (તમે કયા વર્ગમાં અભ્યાસ કરો છો?)
    • I am in the 8th class. (હું આઠમા classમાં ભણુ છું.)
  6. From which shop did you buy clothes? (તમે કઈ દૂકાન માંથી કપડા ખરીદ્યા હતા?)
    • I bought clothes from that shop. (મેં પેલી દુકાન માંથી કપડા ખરીદ્યાતા.)

What – વોટ – શું?

What‘ થી પ્રશ્ન પૂછવાથી કોઈ ક્રિયા, કોઈ વસ્તુ કે કોઈની વિશે જાણી શકાય.જેમ કે..

  1. What do you do? (તમે શું કરો છો?)
    • I am a student. (હું એક વિદ્યાર્થી છું.)
  2. What is your name? (તારું નામ શું છે?)
    • My name is Rohan. (મારું નામ રોહન છે)
  3. What is that? (પેલું શું છે?)
    • That is an apple. (તે એક સફરજન છે.)
  4. What was there in the garden? (ત્યાં બગીચામાં શું હતું?)
    • There were all types of plants in the garden. (બગીચામાં તમામ પ્રકારના છોડ હતા.)
  5. What is in your bag? (તારી બેગમાં શું છે?)
    • There are books in my bag. (મારી બેગમાં પુસ્તકો છે.)
  6. What is your brother’s name? (તારા ભાઈનું નામ શું છે?)
    • My brother’s name is Rohan. (મારા ભાઈનું નામ રોહન છે.)

હવે મિત્રો, આપણે આગળ નુ ચેપ્ટર Wh-questions word એટલે કે Interrogative sentences ના type શીખીશુ.

નીચે આપેલી links પર પણ તમે Interrogative pronouns અને Wh-questions વિશે જાણી શકો છો. પંરતુ તેમાં બંને mixed છે.

Leave a Comment

error: Content is protected !!