Demonstrative Pronoun This That These Those – દર્શક સર્વનામો

Demonstrative Pronouns - This That These Those in Gujarati

‘This, That, These, Those’ Demonstrative Pronoun in Gujarati

કોઈપણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરે નજીક અથવા દૂર છે તેમ તેનો નિર્દેશ કરવો હોય છે ત્યારે તે નામના સ્થાને ઉપયોગમાં આવતા નામ ને દર્શક સર્વનામો કહે છે. એટલે કે English માં demonstrative pronoun કહે છે.

તો મિત્રો આજે આપણે શીખીશું કે ‘this that these those demonstrative pronouns‘ દર્શક સર્વનામો અંગ્રેજી ભાષામાં કેવી રીતે ઉપયોગમાં આવે છે.

This – ધીસ – આ

નજીકની કોઈ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી વગેરેને બતાવવા માટે ‘This‘ demonstrative pronoun in Gujarati માં વપરાય છે.

  • This is a monkey. (આ વાંદરો છે.)
  • This is a apple. (આ સફરજન છે.)
  • This is a ball. (આ દડો છે.)
  • This is my shirt. (આ મારો શર્ટ છે.)
  • This is your mobile. (આ તારો ફોન છે.)
Negative sentences – નકાર વાકયો
  • This is not a monkey. (આ વાંદરો નથી.)
  • This is not a mango. (આ કેરી નથી.)
  • This is not kerosene. (આ કેરોસીન નથી.)
Interrogative sentences – પ્રશ્નાર્થ વાક્યો
  • Is this a monkey? (આ વાંદરો છે?)
  • Is this a cow? (આ ગાય છે?)
  • Is this your mobile? (આ તમારો ફોન છે?)

અહીં બધા જ વાક્યો ને વર્તમાનકાળમાં ઉપયોગમાં લીધેલા છે પરંતુ જો ભૂતકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘was’ આવે છે અને ભવિષ્યકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘will be’ આવે છે.

That – ધેટ – પેલા, પેલી, પેલુ, પેલો

દૂરની કોઈ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી વગેરેને બતાવવા માટે ‘That‘ demonstrative pronoun – દર્શક સર્વનામ અપાય છે, ‘that‘ ની સાથે પણ વતૅમાનકાળ માં ‘is’ helping verb આવે છે.

  • That is a monkey. (પેલો વાંદરો છે.)
  • That is a bicycle. (પેલી સાઈકલ છે.)
  • That is my father. ( પેલા મારા પિતા છે.)
  • That is my mobile. (પેલો મારો ફોન છે.)
  • This is heavier than that. (આ તેના કરતા ભારે છે.)
Negative sentences – નકાર વાક્યો
  • That is not a monkey. ( પેલો વાંદરો નથી.)
  • That is not a car. ( પેલી કાર નથી.)
  • That is not my pen. ( પેલી મારી પેન નથી.)
Interrogative sentence – પ્રશ્નાર્થ વાક્યો
  • Is that a monkey? ( પેલો વાંદરો છે?)
  • Is that a mango tree? ( પેલુ કેરીનુ ઝાડ છે?)
  • Is that your father? ( પેલા તારા પિતા છે?)

અહીં બધા જ વાક્યો વર્તમાનકાળમાં ઉપયોગમાં લીધેલા છે પરંતુ જો ભૂતકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘was’ આવે છે અને ભવિષ્યકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘will be’ આવે છે.

These – ધીસ – આ

નજીકની એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, સ્થળ વગેરે બતાવવા માટે ‘These‘ demonstrative pronoun દર્શક સર્વનામ વપરાય છે.

  • These are monkeys. ( આ વાંદરાઓ છે.)
  • These are papers. (આ કાગળો છે.)
  • These are cows. (આ ગાયો છે.)
  • These are my shoes. (આ મારા બુટ છે.)
  • These are good times. (આ સારા સમય છે.)
Negative sentences – નકાર વાક્યો
  • These are not monkeys. (આ વાંદરાઓ નથી.)
  • These are not sources. (આ રકાબીઓ નથી.)
  • These are not my books. (આ મારા પુસ્તકો નથી.)
Interrogative sentences – પ્રશ્નાર્થ વાક્યો
  • Are these monkeys? ( આ વાંદરાઓ છે?)
  • Are these fruits? ( આ ફળો છે?)
  • Are these your books? ( આ તારા પુસ્તકો છે.)

અહીં બધા જ વાક્યો વર્તમાનકાળમાં ઉપયોગમાં લીધેલા છે પરંતુ જો ભૂતકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘were’ આવે છે અને ભવિષ્યકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘will be’ આવે છે.

Those – ધોઝ – પેલા, પેલી

દુરની એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, સ્થળ વગેરે બતાવવા માટે ‘These‘ Demonstrative Pronoun in Gujarati માં વપરાય છે.

  • Those are monkeys. ( પેલા વાંદરાઓ છે.)
  • Those are mangoes. ( પેલી કેરીઓ છે.)
  • Those are my relatives. ( પેલા મારા સંબધીઓ છે.)
  • Those are my shoes. ( પેલા મારા બુટ છે.)
  • These are bigger than those. (આ તે કરતાં મોટા છે.)
Negative sentences – નકાર વાક્યો
  • Those are not monkeys. (પેલા વાંદરાઓ નથી.)
  • Those are not swings. ( પેલા હીંચકાઓ નથી.)
  • Those are not my carrots. ( પેલા મારા ગાજરો નથી.)
Interrogative sentences – પ્રશ્નાર્થ વાક્યો
  • Are those monkeys? ( પેલા વાંદરાઓ છે?)
  • Are those peoples? ( પેલા માણસો છે?)
  • Are those my fresh vegetables? ( પેલા મારા શાકભાજીઓ છે?)

અહીં બધા જ વાક્યો વર્તમાનકાળમાં ઉપયોગમાં લીધેલા છે પરંતુ જો ભૂતકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘were’ આવે છે અને ભવિષ્યકાળમાં વાક્ય હોય તો ક્રિયાપદ ‘will be’ આવે છે.

This, That, These, Those – દર્શક સર્વનામ નો ફોટો

Demonstrative Pronouns in Gujarati‘ માટે ટુંક માં આટલુ યાદ રાખો

નજીક દુર
Singular – એકવચનThisThat
Plural – બહુવચનTheseThose

મિત્રો આગળ આપેલા તમામ ચેપ્ટરો જોઈ લેજો અને આવતા ગ્રામર ના ચેપ્ટરો શીખવા Facebook – Instagram પર માહિતી મળતી રહશે. જેથી તમને જાણ થઈ શકે અને આપણે આગળ અંગ્રેજી બોલતા પણ શીખીશુ. તમારો આભાર KBM Spoken English group તરફથી.

અંહી શીખો Personal Pronouns in Gujarati – વ્યક્તિવાચક સર્વનામો જેવા કે I, You, We, Us, Me, His, Her etc.

મિત્રો કાળ શીખવા માટે તમે Grammar Menu માં જઈ શીખી શકો છો.

Demonstrative Pronouns – This, That

Demonstrative Pronouns -These, Those

Leave a Comment

error: Content is protected !!