2 types of Verb in Gujarati માં સરળ રીતે નીચે સમજાવેલ છે.
To be To do To have Auxiliary Verb in Gujarati – સહાયક ક્રિયાપદો
- Auxiliary Verbs OR Helping Verbs (સહાયક ક્રિયાપદો)
- Primary auxiliary verbs
- Model auxiliary verbs
Sentence Structure – વાક્યરચના
Subject + Auxiliary verb(To do, To be, To have) + Main verb(V1, V2, V3) + Object.
પણ આજના આપણા ચેપ્ટરમ માં To be To do To have ના રૂપો ને Main verbs and Auxiliary verbs તરીકે કેવી રીતે ઉપયોગ થાય છે તે બંનેની મૂંઝવણ કાઢવા વિશેનુ છે કારણ કે આ બંને ની અંદર To be, To do અને To have ના રૂપો સરખા હોય છે પણ ઉપયોગ અથવા અર્થ અલગ અલગ પડે છે, કે જેનો ઉપયોગ Tense types & structure? કાળ ના પ્રકાર & વાક્યરચના? ચેપ્ટરમાં અલગ અલગ form માં થાય છે અને Modal auxiliary verbs in Gujarati ચેપ્ટર માં શીખયા.
મિત્રો અંહી To be, To do અને To have એ Main verbs અને Primary Auxiliary verbs ના base form છે, એટલે કે Verbs ના રૂપો નીચે મુજબ હોઈ છે.
Form of Base Verbs(To be To do To have) – મૂળ ક્રિયાપદોનું સ્વરૂપ
To be | To do | To have | |
Present Tense | am, is, are | do, does | have, has |
Past Tense | was, were | did | had |
Future Tense | will be, shall be | will, shall | will have, shall have |
To be, To do અને To have ના રૂપો Present tense, Past tense કે Future tense માં હોય છે.
હવે મિત્રો, ઉપર જણાવ્યા મુજબ કે Main verb અને Primary Auxiliary verb શું છે, તો તે આપણે સમજીએ.
Base Verbs(To be, To do અને To have) ના રૂપો Main verb અથવા Primary auxiliary verb તરીકે વાક્યમાં હોઈ શકે છે, એટલે કે base form ના રૂપો Main verb તરીકે હોય અને વાક્યમાં બીજો કોઈ verb ના આવેલો હોય ત્યારે તે Main verb તરીકે હોય છે અને વાક્ય બને છે જેમ કે..
To be To do To have Auxiliary Verb in Gujarati As Main Verb
As Main verb Structure – સૂત્ર
Subject + Main verb(To do, To be, To have) + Object
વાક્યની ક્રિયા અથવા સ્થિતિ To do, To be અથવા To have ના રૂપો main verb તરીકે directly દર્શાવે છે.
જ્યારે પણ To do, To be અથવા To have ના રૂપો સહાયક ક્રિયાપદોની(helping Verb) જેમ મદદ કરે છે અને તરત જ તેની સાથે અન્ય ક્રિયાપદ હોય છે, ત્યારે તેને Auxiliary verb તરીકે કહેવાય છે અને વાક્યનુ structure બને છે.જેમ કે…
- ‘To be’ ના રૂપો Main verb તરીકે ઉપયોગ થતો હોય તો તેનો અર્થ ‘હોવુ’ જેવો થાય છે.
- ‘To do’ ના રૂપો Main verb તરીકે ઉપયોગ થતો હોય તો તેનો અર્થ ‘કરવુ‘ જેવો થાય છે.
- ‘To have‘ ના રૂપો Main verb તરીકે ઉપયોગ થતો હોય તો તેનો અર્થ ‘હોવુ‘ જેવો થાય છે.
મિત્રો, આપણે 3-Tenses(ત્રણ કાળ) માં To be, To do અને to have ના રૂપો as Main verb with Examples સાથે સમજીએ.
Present Tense – વર્તમાન કાળ ના રૂપો
Subject | To be | To do | To have |
I (singular) | am | do | have |
We (plural) | are | do | have |
You (singular) | are | do | have |
You (plural) | are | do | have |
He (singular) | is | does | has |
She (singular) | is | does | has |
It (singular) | is | does | has |
They (plural) | are | do | have |
This/That (singular) | is | does | has |
These/Those (plural) | are | do | have |
Raju (sing noun) | is | does | has |
Raju and Payal (plu noun) | are | do | have |
યાદ રાખો :-
- ‘Am’ હંમેશા ‘I’ સાથે જ આવે છે.
- ‘I’ એકવચન છે પણ હંમેશા સાથે ‘do’ અને ‘have’ ના રૂપો જ આવે છે.
- એકવચન અથવા બહુવચન માં ‘you’ સાથે ‘are’, ‘do’ અને ‘have’ રૂપ જ આવે છે.
Examples – કેટલાક ઉદાહરણો
- I am a teacher. (હું એક શિક્ષક છું.)
- I do my work regular. (હું મારું કામ નિયમિત કરું છું.)
- અહીં વાકયમાં બીજો verb ‘work’ છે, પણ તે ‘do’ verb પછી તરત જ નથી પણ ‘my’ personal pronoun પછી આવેલો છે, માટે main verb ‘do’ કહેવાય છે.
- I have a bike. (મારી પાસે બાઇક છે.)
- We are good students. (અમે સારા વિદ્યાર્થીઓ છીએ.)
- We do our work everyday. (અમે અમારું કામ દરરોજ કરીએ છીએ.)
Past tense – ભુતકાળ ના રૂપો
Subject | To be | To do | To have |
I (singular) | was | did | had |
We (plural) | were | did | had |
You (singular) | were | did | had |
You (plural) | were | did | had |
He (singular) | was | did | had |
She (singular) | was | did | had |
It (singular) | was | did | had |
They (plural) | were | did | had |
This/That (singular) | was | did | had |
These/Those (plural) | were | did | had |
Raju (sing noun) | was | did | had |
Raju and Payal (plu noun) | were | did | had |
યાદ રાખો :-
- બધા જ subject સાથે ‘did ‘અને ‘had’ લાગે છે.
- એકવચન અથવા બહુવચન ‘you’ ની સાથે ‘were’ નુ રૂપ લાગે છે.
Examples – કેટલાક ઉદાહરણો
- I was a teacher. (હું એક શિક્ષક હતો.)
- I did my work regular. (મેં મારું કામ નિયમિત કર્યું.)
- અહીં વાકયમાં બીજો verb ‘work’ છે, પણ તે ‘did’ verb પછી તરત જ નથી પણ ‘my’ (Personal Pronoun) પછી આવેલો છે માટે main verb ‘did’ કહેવાય છે.
- I had a bike. (મારી પાસે બાઇક હતી.)
- We were naughty students. (અમે તોફાની વિદ્યાર્થીઓ હતા.)
Future Tense – ભવિષ્ય કાળ ના રૂપો
Subject | To be | To do | To have |
I (singular) | will be /shall be | will do /shall do | will have /shall have |
We (plural) | will be /shall be | will do /shall do | will have /shall have |
You (singular) | will be | will do | will have |
You (plural) | will be | will do | will have |
He (singular) | will be | will do | will have |
She (singular) | will be | will do | will have |
It (singular) | will be | will do | will have |
They (plural) | will be | will do | will have |
This/That (singular) | will be | will do | will have |
These/Those (plural) | will be | will do | will have |
Raju (sing noun) | will be | will do | will have |
Raju and Payal (plu noun) | will be | will do | will have |
નોંધ લો :-
‘I’ અને ‘we’ સાથે Normal future બતાવવા માટે ‘shall’ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ પ્લાન કર્યો હોય, કોઈ અપેક્ષા રાખી હોય કે આગાહી આપવાની હોય અને Strong future બતાવવા માટે હંમેશાં ‘will’ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ વચન આપેલું હોય, આદેશ આપ્યો હોય કે નિશ્ચય કરયો હોય.
Subject | Normal Future | Strong Future |
I/We | shall | will |
Others | will | will |
Examples – કેટલાક ઉદાહરણો
- I will be a good teacher. (Probably – must)
- હું એક સારો શિક્ષક હશું. (સારો શિક્ષક હશું જ)
- I shall be a good teacher. (may be)
- હું એક સારો શિક્ષક હશું. (કદાચ સારો શિક્ષક હશું.)
- I shall do my work regularly. (Probably regular-must)
- હું મારું કામ નિયમિત કરીશ. (કદાચ નિયમિત કરીશ)
- I will do my work regular. (must)
- હું મારું કામ નિયમિત કરીશ. (નિયમિત કરીશ જ)
- I will have a car next year. (must)
- મારી પાસે આવતા વર્ષે કાર હશે. (કાર હશે જ)
- I shall have a car next year. (may be –probably)
- મારી પાસે આવતા વર્ષે કાર હશે. (કદાચ કાર હશે)
- He will have a good job.
- તેની પાસે સારી નોકરી હશે.
- They will be in final match in this series .
- તેઓ આ શ્રેણીની અંતિમ મેચમાં હશે.
- That player will be in IPL dream11 season.
- પેલો ખેલાડી આઈપીએલ Dream 11 સિઝનમાં હશે.
- Raju and Payal will do colorwork of these classrooms.
- રાજુ અને પાયલ આ વર્ગખંડોનુ કલર કામ કરશે.
To be To do To have Auxiliary Verb in Gujarati As Helping Verb
મિત્રો ઉપર જોયા પ્રમાણે Auxiliary/Helping verb ને 2 types માં વહેંચાય છે જેમ કે..
- Auxiliary Verb/Helping Verb
- Primary auxiliary verbs
- Modal auxiliary verbs
As Auxiliary verb Structure – સૂત્ર
Subject + Auxiliary verb(To do, To be, To have) + Main verb(V1, V2, V3) + Object.
Auxiliary verb વાક્યમાં main verb ની આગળ લાગે અને તેને મદદ કરે છે, જેમ કે કાળ ઓળખવા માટે મદદરુપ બને છે.
Auxiliary verb ની સાથે Main verb ના forms V1, V2 અથવા V3 માંથી હોઈ શકે છે, તે Auxiliary verbs ના રૂપો(forms) પર આધાર રાખે છે અહીં V1, V2 અથવા V3 માંથી કયું રૂપ(form) ક્યારે આવે તે આપણે Tenses માં શીખીશું.
તો હવે મિત્રો , To do, To be અને To have ના base form ના રૂપો Main verb અથવા Auxiliary verb તરીકે હોઈ શકે છે માટે તેમાં કોઈ મૂંઝવણ જેવુ નથી.
કેટલાંક ઉદાહરણ સાથે થોડું વધુ જાણીએ એટલે સમજવું સહેલું બની જાય.
1. Primary auxiliary verb in Gujarati
જ્યારે To be, To do અને To have Primary auxiliary verb/helping verb તરીકે કામ કરે છે, ત્યારે તેના forms વાક્યમાં 12 tenses માંથી કયા tense માં વાક્ય આવેલુ છે તે ઓળખવા અથવા વાક્ય બનાવવા ઉપયોગમાં આવે છે.
અહીં ‘To be’ નો અર્થ ‘હોવું’ જેવો થતો નથી, ‘To do’ નો અર્થ ‘કરવું’ જેવો થતો નથી અને ‘To have’ નો અર્થ ‘પાસે હોવું’ જેવો થતો નથી પરંતુ તેના અર્થનો આધાર tense મુજબ રહેલો હોય છે.
આપણે આગળ To be, To do અને To have ના રૂપો જોયા તે રૂપોને હવે helping verb તરીકે ઉપયોગ કરી કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ અને વધુમાં આપણે આવતા Tense Types ચેપ્ટર માં શીખીશું.
Examples of Primary Auxiliary Verb/Helping Verb
- I am playing cricket. (હું ક્રિકેટ રમી રહ્યો છુ.)
- અહીં ‘am’ નો અર્થ હોવુ જેવો થતો નથી
- We are playing cricket. (અમે ક્રિકેટ રમી રહ્યા છીએ.)
- અહીં ‘are’ નો અર્થ હોવુ જેવો થતો નથી
- He is playing cricket. (તે ક્રિકેટ રમી રહ્યો છે.)
- અહીં ‘is’ નો અર્થ હોવુ જેવો થતો નથી
- They were playing cricket. (તેઓ ક્રિકેટ રમી રહયા હતા.)
- અહીં ‘were’ નો અર્થ હોવુ જેવો થતો નથી
- She has finished her work. (તેણીએ તેનું કામ પૂરું કરી દીધું છે.)
- અહીં ‘has’ નો અર્થ પાસે હોવુ જેવો થતો નથી
- Dhoni will play next IPL season matches. (ધોની આગામી આઈપીએલ સીઝન મેચ રમશે.)
- અહીં ‘will’ નો અર્થ કરવુ જેવો થતો નથી
- Sonal did not pass previous exam. (સોનલ અગાઉની પરીક્ષામાં પાસ નહોતી થઈ.)
- અહીં ‘did’ નો અર્થ પાસે હોવુ જેવો થતો નથી
- It is crying, Is it your baby? (તે રડી રહ્યુ છે, શું તે તમારું બાળક છે?)
- અંહી main verb ‘crying’ પહેલાના ‘Is’ નો અર્થ હોવુ થતો નથી કારણ કે helping verb તરીકે છે, પંરતુ It સાથેના ‘Is’ નો અર્થ બાળક હોવુ જેવો થાય છે કારણ કે તે પોતે જ main verb છે અથવા સાથે બીજો કોઈ verb નથી.
- These students will be writing a letter tomorrow at this time. (આ વિદ્યાર્થીઓ આવતીકાલે આ સમયે પત્ર લખશે.)
- અહીં ‘will be’ નો અર્થ હોવુ જેવો થતો નથી
- I have finished my work before I play cricket. (ક્રિકેટ રમવા પહેલાં મેં મારું કામ પૂરું કરી લીધું છે.)
- અહીં ‘have’ નો અર્થ પાસે હોવુ જેવો થતો નથી
2. Modal auxiliary verb in Gujarati
અંહી આપેલ દરેક Model auxiliary verb ઉપર વ્યક્ત કરેલ કોઈપણ ability, advice, permission, obligation કે વગેરે જેવી Modality ને વ્યક્ત કરવા માટે Main Verb ની આગળ કોઈપણ એક Modal verb આવે છે.
Model Verbs એ સહાયક ક્રિયાપદોનો એક નાનો વર્ગ છે જેનો ઉપયોગ ક્ષમતા-ability, પરવાનગી-permission, જવાબદારી-obligation, નિષેધ-prohibition, સંભાવના-probility, સલાહ-advice, શક્યતા-possibility ને વ્યક્ત કરવા માટે થાય છે.
Model Verbs એ ક્રિયાપદો છે જે તમે જેના વિશે વિચારી રહ્યાં હોવ તેના માટે ખૂબ જ અલગ રીતે કાર્ય કરે છે જેમ કે ‘go’, ‘run’, ‘drink’, ‘come’ વગેરે. બધા જ Main Verbs છે જે બધા જ ક્રિયાનું વર્ણન કરે છે, મિત્રો Forms of main verb(V1, V2,V3) શિખવા માટે તે chapter પણ શીખી લેજો આનું કારણ એ છે કે Model Verbs વાસ્તવમાં ક્રિયાનું વર્ણન કરતા નથી, તેના બદલે તેઓ માહિતી પ્રદાન કરે છે. જેને ક્રિયાપદના કાર્ય વિશે અનુસરવાનું છે.
Model Auxiliary Verbs list
- Can
- Could
- Shall
- Should
- Will
- Would
- May
- Might
- Must
- Ought
Examples of Modal Auxiliary Verb/Helping Verb
- I can drive bus.
- હું બસ ચલાવી શકું છું.
- You should practice more.
- તમારે વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ.
- May I come in sir?
- શું હું અંદર આવી શકું સાહેબ?
- The teacher could arrive any minute.
- શિક્ષક ગમે તે ઘડીએ આવી શકે છે.
- I would run every morning in the last winter.
- હું છેલ્લા શિયાળામાં દરરોજ સવારે દોડીશ.
મિત્રો અંહી આપેલી link પર પણ To be, To do અને To have (Primary auxiliary Verbs) તમે વાંચી શકો છો.