40 Personal Pronouns in Gujarati – વ્યક્તિવાચક સર્વનામો

The Personal Pronouns in Gujarati (વ્યક્તિવાચક સર્વનામો)

મિત્રો, આજે આપણે The Personal Pronouns (વ્યક્તિવાચક સર્વનામો) વિશે સરળતાથી થોડા examples સાથે શીખીશુ તો ઉદાહરણ જરુર વાંચો જેથી આ topic સમજવો સરળ રહે.

Pronoun(સર્વનામ) એટલે કે ‘નામ‘ નીકળી જાય છે અને તેની જગ્યાએ જે ‘શબ્દ‘ વપરાય છે તેને “Pronoun(સર્વનામ)” કહેવાય છે પણ આપણો આજનો ટોપીક The Personal Pronouns in Gujarati વિશે જાણવાનો છે.

Pronoun વારંવાર નામની જગ્યા પર આવે છે કારણ કે વારંવાર નામ બોલવા અથવા લખવાની જરૂર રહતી નથી.

‘Personal’ એટલે કે Person(વ્યક્તિ) વિશેની વાત થાય છે માટે વ્યક્તિ નું નામ નીકળી જઈને તેની જગ્યા પર જે શબ્દ વપરાય છે તેને personal pronoun કહેવાય છે.

પણ તમને એક પ્રશ્ન થશે કે તો ‘it’ શા માટે આવે છે, ‘It’ તો કોઈ વ્યક્તિ માટે વપરાતો નથી એટલે કે તે તો નિર્જીવ માટે વપરાય છે તો મિત્રો અહીં આપણે ‘it’ ને કોઈ પ્રાણી, પશુ, નાનું બાળક કે જે આપણે દૂરથી નક્કી કરી શકતા નથી ત્યાં ‘it’ થી personal pronoun વપરાય છે.

મિત્રો પ્રથમ પુરુષ (પ્ર.પુ), બીજા પુરુષ(બી.પુ) અને ત્રીજો પુરુષ(ત્રી.પુ) એટલે શું? તે સમજવા માટે આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ કે હું, તમે અને કોઈ અન્ય વ્યક્તી જેમકે..

પ્રથમ પુરુષ (પ્ર.પુ) એટલે કે હું મારી વાત કરતો હોય તો તેને પ્રથમ પુરુષ (પ્ર.પુ) કહે છે, તેમાં પણ પ્રથમ પુરુષ એકવચન(પ્ર.પુ.એ) એટલે કે એકવચન જેમ કે હું એકલો હોય ત્યારે પ્રથમ પુરુષ એકવચન (પ્ર.પુ.એ) કહે છે અને પ્રથમ પુરુષ બહુવચન (પ્ર.પુ.બ) એટલે કે બહુવચન જેમ કે મારી સાથે બીજો વ્યક્તિ અથવા વ્યક્તિઓ પણ હોય ત્યારે પ્રથમ પુરુષ બહુવચન કહે છે.

જો હુ તમારી સાથે વાત કરતો હોય, ત્યારે તમે બીજો પુરુષ કહેવાય છે તેમાં બીજો પુરુષ એકવચન અને બહુવચન હોય છે તો જ્યારે તમે એકલા હોય ત્યારે તેને બીજો પુરુષ એકવચન અનને જયારે તમારી સાથે બીજો વ્યકિત અથવા વ્યકિતઓ હોય ત્યારે બી.પુ.બ(બીજો પુરુષ બહુવચન) કહે છે.

જો આપણે અન્ય વ્યક્તિની વાત કરતા હોય ત્યારે તેને ત્રીજો પુરુષ કહે છે તેમાં પણ ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન હોય છે જેમ કે અન્ય વ્યક્તિ એકલો હોય ત્યારે તેને ત્રીજો પુરુષ એકવચન કહે છે અને જો અન્ય વ્યકતી એક કરતા વધારે હોય ત્યારે તેને ત્રીજો પુરુષ બહુવચન કહે.

અંહી પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજા પુરુષ ને Subject – કર્તા, Object – કર્મ, Possessive adjective – સંબધક વિશેષણ, Possessive pronoun – સંબધક સર્વનામ અને Intensive/Reflexive – સ્વયવાંચક સર્વનામ તરીકે વાક્યમાં દરેક ને જુદા જુદા સ્થાન પર જરુરીયાત મુજબ ઉપયોગ કરી શકાય છે. નીચે મુજબ દરેકનો ઉપયોગ શીખીએ. (Type of Pronouns in Gujarati)

Subject – કર્તાObject – કર્મPossessive adjective – સંબધક વિશેષણPossessive pronoun – સંબધક સર્વનામIntensive/ reflexive – સ્વયવાંચક સર્વનામ
પ્ર.પુ.એ I – હુંMe – મનેMy – મારુMine – મારુMyself – મારીજાતે
પ્ર.પુ.બWe – અમેUs – અમનેOur – અમારુOurs – અમારુOurselves – અમારીજાતે
બી.પુ.એYou – તુYou – તનેYour – તારુYours – તારુYourself – તારીજાતે
બી.પુ.બYou – તમેYou – તમનેYour – તમારુYours – તમારુYourselves – તમારીજાતે
ત્રી.પુ.એHe – તેHim – તેનેHis – તેનુHis – તેનુHimself – તેનીજાતે
ત્રી.પુ.એShe – તેણી,તેHer – તેણીને,તેનેHer – તેણીનુ, તેનુHers – તેણીનુ, તેનુHerself – તેણીનીજાતે
ત્રી.પુ.એIt – તેIt – તેનેIts – તેનુIts – તેનુItself – તેનીજાતે
ત્રી.પુ.બThey – તેઓThem – તેઓનેTheir – તેઓનુTheirs – તેઓનુThemselves – તેઓનીજાતે
The personal pronouns – વ્યક્તિવાચક સર્વનામો
  • નોંધ લો = ‘You’ એકવચન અને બહુવચન બંને માટે સરખો આવે છે.

કેટલાક ઉદાહરણથી સરળ રીતે સમજો દરેક વ્યક્તિવાચક સર્વનામો

27 examples of Pronouns in Gujarati and English

  1. I(subject) am a student.
    • હું વિદ્યાર્થી છું.
  2. I(sub) like watch.
    • મને ઘડિયાળ ગમે છે.
  3. Janki(sub) likes me(obj).
    • જાનકી મને પસંદ કરે છે.
  4. This watch is mine(possessive pronoun).
    • આ ઘડિયાળ મારી છે.
  5. This is my watch(possessive adjective).
    • આ મારી ઘડિયાળ છે.
  6. I(sub) bought this watch myself(Intensive).
    • મેં આ ઘડિયાળ જાતે ખરીદી છે.
  7. I(sub) myself(intensive) bought this watch.
    • મેં આ ઘડિયાળ જાતે ખરીદી છે.
  8. Janki(sub or noun) is a intelligent girl, she(sub or Janki) likes me.
    • જાનકી એક હોશિયાર છોકરી છે, તે મને પસંદ કરે છે.
  9. 9. Bhaskar(sub or noun) is a devout boy, he(sub or Janki) believes in God.
    • ભાસ્કર એક ધર્માધિક છોકરો છે, તે ભગવાનમાં વિશ્વાસ કરે છે.
  10. Yogesh(sub or noun) try to speak English himself(intensive or reflexive).
    • યોગેશ જાતે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરે છે.
  11. She(sub) is Twinkle her(possessive adjective) husband is a engineer.
    • તે ટ્વિંકલ છે તેનો પતિ એન્જિનિયર છે.
  12. We(sub) play cricket every holiday.
    • અમે દર રજાએ ક્રિકેટ રમીએ છીએ.
  13. The team in front of us(obje) challenged us(obje).
    • અમારી સામેની ટીમે અમને પડકાર ફેંક્યો.
  14. The Umpire says our(possessive adjective) team is a sensible team.
    • અમ્પાયર કહે છે કે અમારી ટીમ એક સમજુ ટીમ છે.
  15. We(sub) feel proud that sensible team ours(possessive pronoun).
    • અમને ગર્વ છે કે સમજદાર ટીમ આપણી છે.
  16. Puja(sub or noun) has a book that book is hers(possessive pronoun or Female).
    • પૂજા પાસે એક પુસ્તક છે જે તેનું પુસ્તક છે.
  17. There are her(possessive adjective or Female) sandals.
    • ત્યાં તેણીના સેન્ડલ છે.
  18. You(sub) are a graduate student.
    • તમે સ્નાતક વિદ્યાર્થી છો.
  19. There is not a pocket in his(possessive adjective Or Male) shirt.
    • તેના શર્ટમાં ખિસ્સા નથી.
  20. Your(possessive adjective or plural) time is up.
    • તમારો સમય ચાલુ થયો છે.
  21. Don’t waste your(possessive adjective) time.
    • તમારો સમય બગાડો નહી.
  22. Do your(possessive adjective Or singular) work yourself(intensive).
    • તારુ કામ તારીજાતે કર.
  23. Janaki(sub Or noun) gives him(obje) the book.
    • જાનકી તેને બુક આપે છે.
  24. Is it your(possessive adjective) child?
    • તે તમારું બાળક છે?
  25. I(sub) trust their(possessive adjective) work.
    • મને તેઓના કામ પર વિશ્વાસ છે.
  26. We(sub) have put our(possessive adjective) trust in them(obje).
    • અમે તેમના પર વિશ્વાસ મૂક્યો છે.
  27. They(sub) try to speak English themselves(intensive).
    • તેઓ જાતે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરે છે.

તો મિત્રો આજનો આ Topic The Personal Pronouns ખુબ જ પાયાનો અને મહત્વનો આગળ ના આવતા બધા જ Tense-કાળ અને અન્ય Topics માટે ગણાય છે. અને Spoken English શીખવા અમારુ Facebook અને Instagram પેજ Follow & Like કરો અને કોઈ Question હોઈ તો Instagram પર અથવ નીચે comment કરો.

અને Demonstrative Pronouns – દર્શક સર્વનામો (This, That, Those, These) અને The Interrogative Pronouns – પ્રશ્નનાર્થસૂચક સર્વનામો (Who, Whom, Whose, Which, What) વિશે જાણવા માટે ક્લિક કરો.

બીજા ટોપીક્સ વાંચવા Menu grammar માં check કરો.

1 thought on “40 Personal Pronouns in Gujarati – વ્યક્તિવાચક સર્વનામો”

Comments are closed.

error: Content is protected !!