Singular Plural in Gujarati – એકવચન બહુવચન in English

Singular meaning in Gujarati – એકવચન (ekvachan)

જ્યારે નામ એક વ્યક્તિ, એક વસ્તુ, એક સ્થાન એટલે કે એક ની સંખ્યા બતાવતું હોય ત્યારે તેને એકવચન-ekvachan(singular) કહેવાય છે.

Plural meaning in Gujarati – બહુવચન (bahuvachan)

જ્યારે નામ એક કરતા વધારે વ્યક્તિ એક કરતા વધારે વસ્તુ એક કરતા વધારે સ્થાન એટલે કે એક કરતાં વધારે સંખ્યા બતાવતું હોય ત્યારે તેને બહુવચન-bahuvachan (Plural) કહેવાય છે.

Vachan badlo Gujarati માં નિયમો | એકવચન અને બહુવચન English

મિત્રો, હવે આપણે જાણીએ કે Singular Plural Examples – એકવચન અને બહુવચન ના કેટલાક Examples અને એકવચનુ બહુવચન કેવી રીતે થાય તેની કેટલીક રીતો (Rules) જોઈશું. (ekvachan bahuvachan examples and rules)

સામાન્ય રીતે નામના અથવા શબ્દના અંતે ‘s’ કે ‘es’ લગાડવાથી બહુવચન (bahuvachan) થાય છે પણ મિત્રો ‘es’ ક્યારે લાગે તે જાણી લેજો કે જો નામના અંતમાં s, ss, ch, sh, o, x હોય તો ‘es’ લાગે છે.

‘ S ’

 • (છોકરી) girl = girls (છોકરીઓ)
 • (કુતરો) dog = dogs (કુતરાઓ)
 • (દિવાલ) wall = walls (દિવાલો)
 • (અક્ષર) letter = letters (અક્ષરો)
 • (પેન) pen = pens (પેનો)
 • (ભાઈ) brother = brothers (ભાઈઓ)
 • (મોટરસાઈકલ) car = cars (મોટરસાઈકલો)
 • (મિનીટ) minutes = minutes (મિનીટો)
 • (ખુરશી) chair = chairs (ખુરશીઓ)

‘ es ‘

 • (થાળી) dish = dishes (થાળીઓ)
 • (પ્યાલો) glass = glasses (પ્યાલાઓ)
 • (ડબ્બો) box = boxes (ડબ્બાઓ)
 • (પાટલી) bench = benches (પાટલીઓ)
 • (કેરી) mango = mangoes (કેરીઓ)
 • (વાયુ) gas = gases (વાયુઓ)
 • (વર્ગ) class = classes (વર્ગો)

જો નામનો છેલ્લો અક્ષર ‘o’ હોય અને ‘o’ ની પહેલા સ્વર આવેલો હોય તો ‘s’ પ્રત્યય લાગે છે અને બહુવચન બને છે.

 • (સાંઠો) bamboo = bamboos (સાંઠાઓ)
 • (રેડીયો) radio = radios (રેડીયાઓ)
 • (સ્ટુડીયો) studio = studios (સ્ટુડીયાઓ)
 • (ફોટો) photo = photos ( ફોટાઓ)
 • (કોયલ) cuckoo = cuckoos (કોયલો)

ટૂંકા નામો અથવા શબ્દોના અંતે ‘o’ આવેલો હોય છે તો ત્યારે ‘s’ ને લગાડીને બહુવચન(Plural) થાય છે.

 • (ફોટો) photo = photos (ફોટાઓ)
 • (યાદી) memo = memos (યાદીઓ)
 • (ચિન્હ) logo = logos (ચિન્હો)

અમુક નામના અંતમાં ‘ch’ નો ઉચ્ચારણમાં ‘ક’ બોલાતો હોય છે ત્યારે ‘s’ પ્રત્યય જોઙવાથી બહુવચન(Plural) થાય છે.

 • (સ્ટમક) stomach = stomachs (સ્ટમકસ)
 • (રાજા) monarch = monarchs (રાજાઓ)
 • (યુગ) epoch = epochs (યુગો)

જો નામને અંતે ‘y’ હોય અને ‘y’ ની પહેલા વ્યંજન-Consonant હોય તો ‘y’ નો ‘i’ કરી સાથે ‘es’ લાગે છે. અને બહુવચન(Plural) નામ બને છે.

 • (શહેર) city = cities (શહેરો)
 • અભ્યાસ study = studies (અધ્યયન)
 • (નાનુ બાળક) baby = babies (નાના બાળકો)
 • (માખી) fly = flies (માખીઓ)
 • (વાર્તા) story = stories (વાર્તાઓ)

પણ જો ‘y’ ની પહેલા સ્વર-Vowel હોય તો તેની પાછળ ‘s’ લગાડવાથી બહુવચન(Plural) થાય છે.

 • (રમવુ) play = plays (રમવુ)
 • (રમકઙુ) toy = toys (રમકઙાઓ)
 • (વાંદરો) monkey = monkeys (વાંદરોઓ)
 • (છોકરો) boy = boys (છોકરોઓ)

જો નામના અંતે ‘f’ અથવા ‘fe’ હોય તો તે નીકળી તેનો ‘v’ કરી સાથે ‘es’ લગાડવાથી બહુવચન(Plural) બને છે.

 • (વાછરડું) calf = calves (વાછરડાઓ)
 • (જીંદગી) life = lives (જીંદગીઓ)
 • (પત્ની) wife = wives (પત્નીઓ)
 • (પાંદડુ) leaf = leaves (પાંદડાઓ)
 • (ચોર) thief = theives (ચોરો)
 • (છરી) knife = knives (છરીઓ)

અગત્યના કેટલાક બહુવચન(Plural) નામો નો કે જેનો સ્પેલિંગ અથવા ઉચ્ચાર બદલી જવાથી બહુવચન નામ બને છે.

 • (ઉંદર) mouse = mice (ઉંદરો)
 • (દાંત) tooth = teeth (દાંતો)
 • (માણસ) man = men (માણસો)
 • (બળદ) ox = oxen (બળદો)
 • (હંસ) goose = geese (હંસો)
 • (પૈડાનો આરો) radius = radii (પૈડાનો આરાઓ)
 • (જુ) louse = lice (જુ)
 • (બાળક) child = children (બાળકો)

એકવચન(Singular) નામમાં છેલ્લે ‘um’ આવતો હોય તો ત્યારે તેના સ્થાન પર ‘a’ લગાડીને બહુવચન(Plural) થાય છે.

 • datum = data
 • Agendum = agenda
 • minimum = minima
 • maximum = maxima
 • dictum = data
 • medium = mediums/media
 • optimum = optima/optimums
 • bacterium = bacteria

એકવચન(Singular) નામમાં છેલ્લે ‘is’ આવતો હોય તો ત્યારે તેના સ્થાન પર ‘es’ લગાડીને બહુવચન થાય છે.

 • axis = axes
 • diagnosis = diagnoses
 • analysis = analyses
 • basis = bases
 • crisis = crises

નામના જોડાયેલા જોડકાં માં મુખ્ય શબ્દને ‘s’ લગાડવાથી બહુવચન (Plural) થાય છે.

 • father in law = fathers in law
 • mother in law = mothers in law
 • step daughter = step daughters
 • boy friend = boy friends
 • Woman hater = woman haters
 • governor general = governor generals

કેટલાક નામના જોડાયેલા જોડકાં માં બન્ને શબ્દને પ્રત્યય લગાડવાથી બહુવચન (Plural) થાય છે.

 • man – servant = men – servants
 • woman – doctor = women – doctors
 • lord – justice = lord – justice

ek vachan bahuvachan in Gujarati માં બનતું નથી (Singular Plural in Gujarati)

મિત્રો, અમુક નામનું ek vachan માંથી bahuvachan બનતું નથી, જેમ કે નીચે આપેલા નામો

ખાસ યાદ રાખજો જેમ કે..

 • cattle – પશુઓ
 • luggage – સામાન
 • people – માણસો
 • alphabet – કક્કો
 • police – પોલીસ
 • news – સમાચાર
 • politics – રાજકારણ
 • business – ધંધો
 • economics – અર્થશાસ્ત્ર
 • money – પૈસા
 • scenery – દૃશ્યાવલિ
 • physics – ભૌતિક વિજ્ઞાન
 • mathematics – ગણિત
 • chemistry – રસાયણ
 • hair – વાળ
 • poetry – કાવ્ય
 • advise – સલાહ

દ્રવ્યવાચક અને ભાવવાચક નામ નું બહુવચન (Plural) થતું નથી જેમ કે

 • Gold – સોનુ
 • Milk – દુધ
 • Silver – ચાંદી
 • Kerosene – કેરોસીન
 • Love – પ્રેમ
 • Hope – આશા
 • Kindness – દયા

કોઈ સંખ્યાની સાથે hundred, thousand, lakh, crore, dozen લખવામાં આવે તો તેનું બહુવચન(Plural) થતું નથી.

 • three hundred
 • five thousand
 • two lakh
 • three dozen

Singular Plural in Gujarati – એકવચન બહુવચન topics તમને ખૂબ જ સરસ રીતે સમજાય ગયો હશે અને કોઈ Questions હોય તો નિચે comment કરી શકો છો.

બીજા ચેપ્ટરો શીખવા માટે નીચે click કરો અને Spoken English & Grammar course શીખવા અમારુ Facebook – Instagram પેજ follow કરો..

8 thoughts on “Singular Plural in Gujarati – એકવચન બહુવચન in English”

 1. હું આશા રાખુ છુ કે આગળ પણ સરળ આ જ type ના બીજા grammar topics બનાવજો…બધુ જ સમજાય જાય તેમ thank you KBM Spoken English group….

  Reply

Leave a Comment

error: Content is protected !!