Simple Past Tense in Gujarati | સાદો ભુતકાળ

Simple Past Tense in Gujarati – સાદો ભુતકાળ

આપણે આ ચેપ્ટર Simple Past Tense in Gujarati (સાદો ભુતકાળ) ના વાક્યબનાવતા, ઓળખતા અને આ કાળનો રોજબરોજમાં ઉપયોગ શીખીશું.

કોઈપણ કાળને શીખવા માટે કાળની ઉપયોગીતા અને વાક્યરચના નો ખ્યાલ હોવો જોઈએ.

Simple Past Tense Sentence Structure – વાક્યરચના

1. સૌથી પહેલા Simple Past Tense માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Subject + Main verb(V2) + Object + E.W

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular-એકવચનPlural-બહુવચન
પ્રથમ.પુરુષI (હું)We (અમે)
બીજો.પુરુષYou (તું)You (તમે)
ત્રીજો.પુરુષHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ Simple past tense માં ‘Did’ helping verb(સહાયકકારક ક્રિયાપદ) તરીકે જ્યારે Negative sentence અને Yes/No question સાથે આવે છે, પણ ભુતકાળ નુ રૂપ (V2) નીકળીને મુળક્રિયાપદ (V1) આવે છે. જેમ કે

Negative sentence

   Subject + did + V1 + Object/O.w.

Yes/No question

Did + Subject + V1 + Object/O.w ?

Singular-એકવચનPlural-બહુવચન
પ્રથમ.પુરુષI –  didWe – did
બીજો.પુરુષYou – didYou – did
ત્રીજો.પુરુષHe – didThey – did
She – did
It – did
Name – didName – did

4. અને મુખ્યક્રિયાપદ તરીકે ભુતકાળરૂપ(V2) આવે છે, ભુતકાળનુ રૂપ(V2) નુ form કેવી રીતે બને છે તો તેમાં Regular verbs and Irregular verbs મુજબ category પડે છે.

જેમ કે regular verb માં ‘V1’ ની સાથે ‘e, ed, ied’ જોડાઈ ને ‘V2’ form બને છે અને Irregular verb માં ‘V1’ ની સાથે ‘e, ed, ied’જોડાતો નથી પરંતુ તેવા 100-150 જેટલા verbs છે તે યાદ રાખવા પડે છે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી મિત્રો તમારે તે details માં શીખવા માટે  આપણે Forms of main verbs(V1,V2,V3) ચેપ્ટરમાં શીખી ગયા છીએ અને ન જાણતા હોય તો તે ચેપ્ટરમાં સરળતાથી main verbs વિશે શીખી શકો છો.

કેટલાક સમયસુચક શબ્દો Simple past tense માં ઉપયોગ થાય છે જેના પરથી આ કાળને ઓળખી પણ શકાય છે અને વાક્ય પણ બને છે.

  • Last (month, week, year)
  • Yesterday
  • Years
  • Weeks
  • Months
  • Days
  • Hours ago
  • In (past year)

Simple Past tense sentences in Gujarati

  1. I lived in Surat for 3 years.
    • હું સુરતમાં 3 વર્ષ રહ્યો.
  2. We played chess yesterday.
    • અમે ગઈકાલે ચેસ રમ્યા.
  3. You were at college.
    • તમે કોલેજમાં હતા.
  4. We watched a movie last weekend.
    • અમે ગયા સપ્તાહમાં એક મૂવી જોઈ હતી.
  5. Chirag finished all the tenses.
    • ચિરાગે બધા tenses પૂરા કર્યા.
  6. Did she clean her room?
    • શું તેણીએ પોતાનો રૂમ સાફ કર્યો?
  7. I never tried for this.
    • મેં આ માટે ક્યારેય પ્રયાસ નથી કર્યો.
  8. She did not take her bath.
    • તેણીએ તેનું સ્નાન કર્યુ નથી.

Use of Simple Past Tense with Examples – સાદો ભુતકાળ નો ઉપયોગ

  • ભૂતકાળ માં બનેલી ક્રિયા.
  • ભૂતકાળ માં ક્રિયા ચોક્કસ સમયે થઈ હતી.
  • ભૂતકાળ ની આદતો દર્શાવા.
  • ભૂતકાળ ની 2 ક્રિયા માંથી 1 ક્રિયા સાદા ભૂતકાળ માટે હોય છે.
  1. We jointed the KBM Spoken English class last month.
    • અમે ગયા મહિને કેબીએમ સ્પોકન અંગ્રેજી વર્ગમાં જોડાયા. (અહી ભૂતકાળ માં ચોક્કસ સમય ગયા મહિને છે.)
  2. He played an English grammar quiz.
    • તે અંગ્રેજી ગ્રામર ની ક્વિઝ રમ્યો. (અહી ભૂતકાળ માં ક્રિયા બતાવે છે.)
  3. Rajesh used to exercise in the morning.
    • રાજેશ સવારે કસરત કરતો હતો. (અહી રાજેશ પેલા સવારે કસરત કરતો હતો એટલે કે તેને ટેવ હતી.)
  4. When I reached the station, the bus was already there.
    • જ્યારે હું સ્ટેશન પર પહોંચ્યો ત્યારે બસ ત્યાં હતી. (પહેલેથી જ આવી ગઈ હતી.)
  5. She was cleaning the farmhouse whenever I went there.
    • હું જ્યારે ત્યાં ગઈ ત્યારે તેણી ફાર્મહાઉસની સફાઈ કરતી હતી. (અંહી ભૂતકાળ ની 2 ઘટનાઓ છે પણ 1 ઘટના તો સાદા ભૂતકાળ માં જ છે.)

Negative Sentences in Gujarati – નકાર વાક્યો

Sub + did + not + V1 + Object.  OR

Sub + didn’t + V1 + Object

  1. I did not live in Surat for 3 years.
  2. We did not play chess yesterday.
  3. She didn’t take her bath.

Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Did + Subject + V1 + object + ?

  1. Did you live in Surat?
  2. Did she clean her room?
  3. Did Chirag finish all the tenses?

Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

Did + Subject + not + V1 + object + ?

  1. Did you not live in Surat?
  2. Did she not clean her room?
  3. Did Chirag not finish all the tenses?

Simple Past Tense vs Present Perfect Tense

  • જ્યારે ભુતકાળમાં ક્રિયા શરૂ થઈ અને ભુતકાળમાં જ સમાપ્ત થઈ ગઈ હોઈ એટલે કે અત્યારે ચાલુ નથી ત્યારે Simple past tense નો ઉપયોગ કરાય છે.
  • પરંતુ જ્યારે ભુતકાળ માં ક્રિયા શરૂ થઈ હતી અને હવે ચાલુ છે ત્યારે Present  Perfect tense નો ઉપયોગ થાય છે.
  • Simple Past Tense માં ક્રિયા એક ચોક્કસ સમયે થઈ હતી અને હવે ચાલુ નથી.
  • જ્યારે Present Perfect Tense માં ક્રિયા નિયમીતપણે થાય છે કે જેનો સમયગાળો શરૂ થયો હતો અને તે હજી ચાલુ છે.

Examples

  1. The sun rose at 7:00 am. (સુર્ય સવારમાં 7:00 વાગ્યે ઉગ્યો.)
    • આપણે જ્યારે સુર્ય ભુતકાળમાં (Simple past tense) એક સમયે ઉગ્યો હતો અને હવે તે ઉગતો નથી એટલે કે સુર્ય આકાશમાં હોઈ શકે છે અથવા નહી પણ.
  2. The sun has risen. (સુર્ય ઉગ્યો છે.)
    • પરંતુ આપણે જાણીએ જ છીએ કે સુર્ય પહેલાથી જ ઉગ્યો છે અને તે હજી આકાશમાં છે ત્યારે આ રીતે કહી શકાય છે.
  3. He took breakfast early. (તેણે નાસ્તો વહેલો લીધો.)
    • તેણે સવારનો નાસ્તો વહેલો કર્યો એટલે કે સવારના નાસ્તાનો time પુરો થઈ ગયો.
  4. He has taken breakfast. (તેણે નાસ્તો લીધો છે.)
    • તેણે થોડા સમય પહેલા સવારના નાસ્તાની શરૂઆત કરી અને સમાપ્ત કરી નાખ્યો પરંતુ સવારના નાસ્તાનો સમય હજી ચાલુ છે,જ્યારે કોઈ અન્ય લાકો સવારના નાસ્તો લેવાની તૈયારી કરી રહ્યા હોઈ ત્યારે તે અન્ય લોકો સાથે જોડાશે કે નહી.
  5. Rahul lived in Canada for 6 months. (રાહુલ કેનેડામાં 6 મહિના રહ્યો.)
    • અંહી ક્રિયા ભુતકાળમાં શરૂ થઈ અને સમાપ્ત પણ થઈ અને રાહુલ હવે કેનેડામાં રહેતો નથી.
  6. Rahul has lived in Canada for 6 months. (રાહુલ 6 મહિનાથી કેનેડામાં રહ્યો છે.)
    • અંહી ક્રિયા ભુતકાળમાં શરૂ થઈ હતી અને હજી પણ ચાલુ છે તે પુર્ણ થઈ નથી અને રાહુલ હજી કેનેડામાં રહે છે.

મિત્રો, step by step બીજા બધા ચેપ્ટરો શીખવા માટે grammar menu માં જઈ શીખી શકો છો, તો આજ થી જ એક પછી એક chapter શીખવા નું ચાલુ કરી દો અને ત્યાર બાદ Spoken English part શીખીશું.

તમે બીજા બધા tenses Grammar મેનૂ પર શીખો શકો છો અને નિચે લિન્ક પર જઈ ને પણ શીખી શકો છો.

1 thought on “Simple Past Tense in Gujarati | સાદો ભુતકાળ”

Leave a Comment

error: Content is protected !!