Present Perfect Continuous Tense | પુર્ણ ચાલુ વર્તમાનકાળ

Present Perfect Continuous tense

આપણે આ ચેપ્ટર Present Perfect Continuous Tense ના વાક્યબનાવતા, ઓળખતા અને આ કાળનો રોજબરોજમાં ઉપયોગ શીખીશું.

1. સૌથી પહેલા Present Perfect Continuous Tense માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure of Present Perfect Continuous Tense – વાક્યરચના

Subject + Auxiliary Verb(have/has + been) + main verb(V1+ing) + Object/Since/For/Recently/Lately.

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular – એકવચનPlural – બહુવચન
પ્ર.પુI (હું)We (અમે)
બી.પુYou (તું)You (તમે)
ત્રી.પુHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ Subject સાથે કયો Helping Verb(Have/Has + been) લગાડી શકાય જેમ કે..

મિત્રો, Helping Verb(Have/Has + been) પરથી વાક્ય પણ ઓળખી શકીએ છીએ કે વાક્ય Present Perfect Continuous Tense નુ છે.

Singular – એકવચનPlural – બહુવચન
પ્ર.પુI–have been = I’ve beenWe–have been = We’ve been
બી.પુYou–have been= You’ve beenYou–have been= You’ve been
ત્રી.પુHe–has been = He’s beenThey–have been= They’ve been
She–has been = She’s been
It–has been = It’s been
‘Name’ has been–Raju’s been

મિત્રો, ધ્યાન રાખજો કે આ કાળ માં બે Auxiliary Verbs નો ઉપયોગ થયો છે. જેમ કે..

પહેલો Auxiliary verb (Have/Has) જે એવુ દર્શાવે છે કે કાર્ય કે ક્રિયા અમુક % થઈ ગયુ છે.

અને બીજો Auxiliary verb (Been) જે Past Participle form (V3) છે, એટલે કે કાર્યનો સમય વીતી ચુકેલો દર્શાવે છે.

4. ત્યારબાદ Main verb તરીકે (V1+ing) નો ઉપયોગ થાય છે, જે ક્રિયા કે કાર્ય ચાલુ જ છે એવો નિર્દેશ કરે છે.

મિત્રો, મુળક્રિયાપદ- V1 ની સાથે ‘ing’ લગાડવા માટે અમુક નિયમો હોય છે, તો કેટલાક નિયમો જાણવા માટે ચેપ્ટર-19 Present Continuous Tense માં શીખી લેજો અને Forms of Main verb(V1,V2,V3) ચેપ્ટરમાં V1 પરથી V2 અને V3 forms બનાવવા માટેના નિયમો પણ શીખી લેજો જે ખુબ જ ઉપયોગી થશે.

5. વાક્યરચના (Sentence Structure) મુજબ Object અમુક વાક્ય માટે આવી શકે છે અથવા Object ન પણ આવતો હોય.

અને જ્યારે આ કાળમાં ભુતકાળની ક્રિયા હજી ચાલુ જ હોઈ ત્યારે વારંવાર Since અને For ને વાક્યમાં ઉપયોગ કરાય છે. પરંતુ ભુતકાળની ક્રિયા તાજેતરમાં જ બંધ થઈ હોઈ ત્યારે Since અને For નો ઉપયોગ થતો નથી.

Present Perfect Continuous Tense Sentences Or Examples

  1. He’s been watching for an hour.
    • તે એક કલાકથી જોઈ રહ્યો છે.
  2. Raj has been reading since morning.
    • રાજ સવારથી વાંચી રહ્યો છે.
  3. We have been learning English in KBM Spoken English since 2021.
    • અમે KBM Spoken English માં 2021 થી અંગ્રેજી શીખી રહ્યા છીએ.
  4. The interview has been going on for an hour.
    • ઇન્ટરવ્યૂ એક કલાકથી ચાલી રહ્યુ છે.
  5. I’ve been busy for five days.
    • હું પાંચ દિવસથી વ્યસ્ત છું.
  6. How long has he been playing?
    • તે કેટલા સમયથી રમી રહ્યો છે?
  7. Gopi has been studying hard this semester.
    • ગોપી આ સેમેસ્ટરમાં સખત અભ્યાસ કરી રહ્યી છે.
  8. He has not been smoking.
    • તે ધૂમ્રપાન કરતો નથી. (એટલે કે હજી પણ કરતો નથી.)

Present Continuous Tense vs Present Perfect Continuous Tense Difference

  • Ram is running.
    • રામ દોડી રહ્યો છે.
  • Ram has been running for two hours.
    • રામ બે કલાકથી દોડી રહ્યો છે.

(અંહી પહેલા Present Perfect Continuous Tense ના વાક્યમાં રામ 2 કલાકથી હજી પણ દોડી રહ્યો છે તેવુ જણાવે છે ,જ્યારે બીજા Present Continuous tense ના વાક્યમાં ખાલી અત્યારેજ દોડી રહ્યો છે.)

  • It is raining.
    • વરસાદ પડી રહ્યો છે.
  • It has been raining since morning.
    • સવારથી જ વરસાદ પડી રહ્યો છે.

Present Perfect Tense vs Present Perfect Continuous Tense

  • I have been owning my Mercedes since 2015. (Wrong Sentence❎)
    • હું 2015 થી મારી મર્સિડીઝની માલિકીનું છું.
  • I have owned my Mercedes since 2015. (Correct Sentence✔)
    • હું 2015 થી મારી મર્સિડીઝનો માલિક છું.

(અમુકવાર, બધા ક્રિયાપદો-Verbs સતત ક્રિયા સાથે સુસંગત હોતા નથી. આવા ક્રિયાપદના કેટલાક ઉદાહરણો જોઈએ તો To be(હોવા જોઈએ), To arrive (પહોંચવું પડશે), અને To own (પોતાનું હોવું). અંહી પહેલું વાક્ય Present Perfect Continuous Tense માં આપેલુ છે, પરંતુ તે વાક્ય સુસંગત નથી અને બીજુ વાક્ય Present Perfect Tense માં સુસંગત છે કારણ કે Main Verb તરીકે To own (પોતાની માલીકી) દર્શાવે છે માટે.

Present Perfect Continuous Tense Use – ઉપયોગ?

  1. ભુતકાળની ક્રિયા હજી ચાલુ છે.
  2. ભુતકાળની ક્રિયા તાજેતરમાં જ બંધ થઈ છે.
  3. અમુક ક્રિયા તાજેતરમાં કરવાની ચાલુ કરી છે.

1. Present Perfect Continuous Tense નો ઉપયોગ જ્યારે ક્રિયા વિતી ગયેલા સમયમાં ચાલુ થઈ હોઈ અને હાલમાં ચાલુ જ છે એટલે કે ક્રિયા પુરી નથી થઈ. જેમ કે..

  • They’ve been playing since morning.
    • તેઓ સવારથી રમી રહ્યા છે.
  • I’ve been learning English since 2020 in KBM spoken English.
    • હું KBM માં 2020 થી અંગ્રેજી શીખી રહ્યો છું.
  • Raj has been busy for 5 days.
    • રાજ 5 દિવસથી વ્યસ્ત છે.
  • She has been working for 1 hour.
    • તે 1 કલાકથી કામ કરી રહી છે.
  • How long has he been sleeping?
    • તે કેટલા સમયથી સૂઈ રહ્યો છે?
  • I have been watching match since I had dinner.
    • હું રાત્રિભોજન કર્યા પછીથી મેચ જોઉં છું.

મિત્રો, Since અને For ને જ્યારે આ રીતે ની ક્રિયા થતી હોય છે ત્યારે વપરાય છે.

Since અને For uses (ઉપયોગ)

1.1 Since નો ઉપયોગ પાછળના ચોક્કસ સમય વિશે વાત કરવા માટે થાય છે.

  • Since 3 Am, 5Pm,……
  • Since 1990, 2010, 2014,….
  • Since Sunday, We’d day,…..
  • Since Morning, Afternoon, night,…..
  • Since Childhood, Birth
  • Since that day…

1.2 For નો ઉપયોગ સમયગાળા વિશે વાત કરવા માટે થાય છે, જેમ કે..

  • For 4 sec, 4 min, 4 hours, 4 days
  • For a while
  • For a long
  • For many days, hours, months, years….

2. Present Perfect Continuous Tense નો ઉપયોગ ભુતકાળની શરૂ થયેલી ક્રિયા તાજેતરમાં જ બંધ થઈ છે એટલે તે ક્રિયાનુ પરિણામ આવ્યુ છે. અંહી Since કે For નો ઉપયોગ થતો નથી. જેમ કે કેટલાક Examples….

  • The result has been declaring of the last throwed ball.
    • છેલ્લે ફેંકાયેલ બોલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
  • I am tired because I have been running in ground.
    • હું થાકી ગયો છું કારણ કે હું ગ્રાઉન્ડમાં દોડી રહ્યો છું.
  • They don’t feel because they haven’t been this kind of condition.
    • તેઓ અનુભવતા નથી કારણ કે તેઓ આ પ્રકારની સ્થિતિમાં નથી આવ્યા.

3. અમુક ક્રિયા કે કાર્ય તાજેતરમાં કરવાનુ ચાલુ કર્યુ છે એટલે કે હાલના સમયમાં ચાલુ કર્યુ છે અને તે હજી કરવાનુ ચાલુ રાખશે.

  • Chintan has been competing in chess competitions recently.
    • ચિંતન તાજેતરમાં ચેસ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો છે. (એટલે કે આમ સ્પર્ધાઓમાં ભાગ લેવાનુ ચાલુ રાખશે.)
  • She hasn’t been feeling well lately.
    • તેણીની તબિયત હમણાથી સારી નથી. (અને હજી પણ બીમાર જ છે.)

મિત્રો, Recently અને Lately શબ્દનો ઉપયોગ આવી ક્રિયામાં થતો હોય છે.

Negative Sentences of Present Perfect Continuous Tense – નકાર વાક્યો

Sub + has/have + not + been + V1(ing) + obj/since/for/recently,lately.

  1. Ram has not been working for 2 hours.
  2. I have not been playing since afternoon.
  3. He has not been smoking.

Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Have/Has + Sub + been + V1(ing) + obj/since/for/recently, lately.

  1. Has Ram been playing for 2 hours?
  2. Have you been writing since the afternoon?
  3. Has he been smoking?

Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

Have/Has + Sub + not + been + V1(ing) + obj/since/for/recently,lately.

  1. Has Ram not been playing for 2 hours?
  2. Have you not been writing since the afternoon?
  3. Has he not been smoking?

Friends Spoken English માટે Grammar ના બીજા ચેપ્ટરો શીખવા માટે ઉપર જમણીબાજુ માં મેનુ પર Grammar category માં Step by step Chapters આપેલા છે જે તમે શીખવાનુ ચાલુ કરો અને કોઈ પણ Question હોઈ તો Instagram અથવા Facebook પર પુછી શકો છો.

2 thoughts on “Present Perfect Continuous Tense | પુર્ણ ચાલુ વર્તમાનકાળ”

Leave a Comment

error: Content is protected !!