Past Perfect Tense in Gujarati | પુર્ણ ભૂતકાળ અંગ્રેજીમાં

Past Perfect Tense in Gujarati | પુર્ણ ભૂતકાળ અંગ્રેજીમાં

મિત્રો, આજના ચેપ્ટરમાં Past Perfect Tense(પુર્ણ ભૂતકાળ અંગ્રેજીમાં) ના વાક્ય બનાવતા, ઓળખતા અને રોજબરોજ માં ઉપયોગીતા શીખીશું.

આ કાળને શીખવા માટે કાળની ઉપયોગીતા અને વાક્યરચના નો ખ્યાલ હોવો જોઈએ.

Past Perfect Tense Sentence Structure – વાક્યરચના

1. તો સૌથી પહેલા Past Perfect Tense in Gujarati (પુર્ણ ભૂતકાળ અંગ્રેજીમાં) માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure – વાક્યરચના   

Subject + Helping Verb(had) + Main Verb(V3)+ Object/O.W.

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI (હું)We (અમે)
બી.પુYou (તું)You (તમે)
ત્રી.પુHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ બધા જ Subject સાથે Helping verb(had) લગાડા છે, જેમ કે..

મિત્રો, Helping verb(had) પરથી વાક્ય ઓળખી શકીએ છીએ કે વાક્ય Past Perfect Tense in Gujarati (પુર્ણ ભૂતકાળ) નુ છે.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI–had = I’dWe–had = We’d
બી.પુYou–had = You’dYou–had = You’d
ત્રી.પુHe–had = He’dThey–had = They’d
She–had = She’d
It–had = It’d
Name–Raju had

4. વાક્ય રચના મુજબ મુખ્ય ક્રિયાપદ નું ત્રીજું ફોર્મ-V3 (Main verb form V3) આવે છે.

મુળક્રિયાપદ(V1) નુ ભુતક્રુંદત(V3) નું રૂપ કેવી રીતે બને છે, તો તેનો આધાર Category મુજબ પડે છે જેમ કે Regular Verbs & Irregular Verbs, જેમ કે Regular Verbs માં ‘V1’ ના છેડે ‘d/ed/ied’ જોડાઈ ને ‘V3’ forms બને છે અને Irregular Verbs માં ‘V3’ ના છેડે ‘ed’ આવતો નથી એટલે કે કોઈ નિયમ લાગુ પડતો નથી. મિત્રો Verb Forms (V1, V2, V3) with Gujarati | ક્રિયાપદ ના રૂપો ને શીખવા માટે અંહી click કરો.

કેટલાક સમય-સૂચક શબ્દો નો Past Perfect Tense(પુર્ણ ભૂતકાળ) માટે ઉપયોગ થાય છે, જેના પરથી આ કાળને ઓળખી શકાય છે અને વાક્ય પણ બને છે.

 • Already – ક્યારનુય
 • Since – For – ત્યારથી
 • From – ત્યારથી
 • Yet – હજુ સુધી
 • Never – ક્યારેય નહી
 • After – પછી
 • Before – પહેલા
 • Until – ત્યાં સુધી.

Past Perfect Tense Sentences in Gujarati Examples

 1. The Patient had died before the doctor came.
  • ડોક્ટર આવે તે પહેલા દર્દીનું મોત નીપજ્યું હતું.
 2. I had slept before the cooked.
  • હું રાંધતાં પહેલાં સૂઈ ગયો હતો.
 3. She had already completed her work.
  • તેણીએ પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે.
 4. Jatin had not reached in ground at this time the last match.
  • જતિન છેલ્લી મેચમાં આ સમયે ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો.
 5. Had they won the election?
  • તેઓ ચૂંટણી જીતી ગયા હતા?

Uses of Past Perfect Tense in Gujarati

ભૂતકાળમાં ચોક્કસ સમય પહેલાં બનેલી ક્રિયાનું વર્ણન કરવા માટે.

 • I had woken up earlier this morning. (હું આજે સવારે વહેલો જાગી ગયો હતો.)

ભૂતકાળની બીજી ક્રિયા પહેલા સમાપ્ત થયેલ ક્રિયાનું વર્ણન કરવા માટે.

 • We had completed our work when teacher came in the class. (શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે અમે અમારું કાર્ય પૂર્ણ કરી લીધું હતું.)

ભૂતકાળમાં પ્રવૃત્તિના પરિણામ પર ભાર મૂકવો.

 • We had been to Goa once before. (અમે અગાઉ એક વખત ગોવા ગયા હતા.)

ભૂતકાળ સાથેના કારણ અને અસરને વર્ણવવા માટે.

 • I wasn’t hungry. I had just eaten. (મને ભૂખ નહોતી. મેં હમણાં જ જમ્યું હતું.)

Present Perfect Tense VS Past Perfect Tense

ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે તમે સવારે 7:00am વાગ્યે બસ સ્ટેશન પર આવો છો અને બસ માસ્તર તમને કહે છે કે..

 • “You are too late, The bus has left.” (તમારે બહુ મોડું થઈ ગયું છે, બસ નીકળી ગઈ છે.)

ત્યારપછી, તમે તમારા મિત્રોને કહો છો કે..

 • “I was too late, The bus had left.” (હું ઘણો મોડો થયો, બસ નીકળી ગઈ હતી.)

Negative Sentences Structure – નકાર વાક્યરચના

Sub + had+ not + V3 + Object.

 1. He had not written a essay. (He hadn’t written a essay.)
 2. They had not reached at ground the last match. (They hadn’t reached at ground the last match)
 3. Gopal had not sent a message. (Gopal hadn’t sent a message.)                                                                                

Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Had+ sub + V3 + object + ?

 1. Had you gone to school last year?
 2. Had Raju driven the car?

Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

Had+ sub + not + V3 + object + ?

 1. Had you not play the match? (Hadn’t you play the match?)
 2. Had Gopal not jointed the spoken English classes? (Hadn’t Gopal jointed the spoken English classes?)

મિત્રો, step by step બીજા બધા ચેપ્ટરો શીખવા માટે grammar menu માં જઈ શીખી શકો છો, તો આજ થી જ એક પછી એક chapter શીખવા નું ચાલુ કરી દો અને ત્યાર બાદ Spoken English part શીખીશું. અને અમારું Facebook and Instagram પેજ follow કરવાનું ના ભુલશો જેથી તમને Regular માટે માહિતી મળતી રહે.

Leave a Comment

error: Content is protected !!