મિત્રો આજના ચેપ્ટર માં આપણે Modal Auxiliary Verbs in Gujarati વિશે ખૂબ સરળતાથી જાણીશું, તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ Sentence માં Verb 2 પ્રકાર ના હોય છે, Auxiliary Verbs and Main Verbs Auxiliary verbs ને Helping Verbs પણ કહેવામાં આવે છે અને Helping verbs ના પણ 2 પ્રકાર છે.
- Modal Auxiliary Verbs
- Primary Auxiliary Verbs
જેમાં આપણે Main Verbs અને Primary Auxiliary Verbs વિશે સરળતાથી Chapter To be To do To have Verbs | Main verbs and Primary Auxiliary verbs તરીકે કેવી રીતે વપરાય છે? શીખી ગયા છીએ અને ન શીખ્યા હોઈ તો તે બંને Verbs વિશે તે Chapter માં શીખી લેજો જેથી confusion ના રહે અને Sentence માં ઉપયોગ માં લેવાતા verbs ની સમજણ આવી જાય.
Modal auxiliaries meaning in Gujarati?
Modal Verbs એ ક્રિયાપદો છે જે તમે જેના વિશે વિચારી રહ્યાં હોવ તેના માટે ખૂબ જ અલગ રીતે કાર્ય કરે છે જેમ કે ‘go’, ‘run’, ‘drink’, ‘come’ વગેરે. બધા જ Main Verbs છે જે બધા જ ક્રિયાનું વર્ણન કરે છે, મિત્રો Forms of main verb(V1, V2,V3) શિખવા માટે તે chapter પણ શીખી લેજો આનું કારણ એ છે કે Modal Verbs વાસ્તવમાં ક્રિયાનું વર્ણન કરતા નથી, તેના બદલે તેઓ માહિતી પ્રદાન કરે છે. જેને ક્રિયાપદના કાર્ય વિશે અનુસરવાનું છે. Model Verbs હંમેશા Main Verb ની પહેલાં આવે છે, પરંતુ તેઓ ક્રિયાપદની પદ્ધતિને સમજાવે છે. તે ખૂબ જ ગૂંચવણભર્યું લાગશે, તેથી ચાલો આપણે બરાબર મોડલિટી શું છે તે શીખીએ.
અંગ્રેજીમાં, Model Verbs એ સહાયક ક્રિયાપદોનો એક નાનો વર્ગ છે જેનો ઉપયોગ ક્ષમતા-ability, પરવાનગી-permission, જવાબદારી-obligation, નિષેધ-prohibition, સંભાવના-probility, સલાહ-advice, શક્યતા-possibility ને વ્યક્ત કરવા માટે થાય છે.
List of Modal Auxiliary Verbs in Gujarati
- Can
- Could
- Shall
- Should
- Will
- Would
- May
- Might
- Must
- Ought
અંહી આપેલ દરેક Modal auxiliary verbs ઉપર વ્યક્ત કરેલ કોઈપણ ability, advice, permission, obligation કે વગેરે જેવી Modality ને વ્યક્ત કરવા માટે Main Verb ની આગળ કોઈપણ એક Modal verb આવે છે.
Can | કેન | શકવું |
Could | કૂડ | શકી, શક્યો, શક્યા, શકતો હતો |
Shall | શેલ | જોઈએ |
Should | શુડ | જોઈએ |
Will | વિલ | શ, શે, શું, શો |
Would | વુડ | શ, શે, શું, શો |
May | મે | કદાચ, શકવું, |
Might | માઇટ | કદાચ |
Must | મસ્ટ | જ જોઈએ |
Ought | ઓટ | જોઈએ |
Examples of Modal Auxiliary Verbs in Gujarati
- એવું સૂચવવા માટે કે કંઈક સંભવિત (probable) અથવા શક્ય (possible) છે, અથવા તો એવું નથી.
- This can be his bike.
- આ તેની બાઇક હોઈ શકે છે.
- His mobile is not reachable, he may/might/could be driving bike.
- તેનો મોબાઈલ પહોંચતો નથી, તે કદાચ/બાઈક ચલાવતો હોઈ શકે.
- It is ice today; it must be cold outside.
- આજે બરફ છે; તે બહાર ઠંડી હોવી જોઈએ.
- ‘Can‘ અને ‘Could‘ નો ઉપયોગ કૌશલ્યો (skills) અને ક્ષમતાઓનો (abilities) ને વ્યક્ત કરવા માટે થાય છે.
- She can speak three languages but one is not well.
- તે ત્રણ ભાષા બોલી શકે છે પરંતુ એક ભાષા સારી નથી.
- My grandmother could see perfectly before the age of sixty.
- મારા દાદી સાઠ વર્ષની ઉંમર પહેલા બરાબર જોઈ શકતા હતા.
- I can’t drive truck.
- હું ટ્રક ચલાવી શકતો નથી.
- ‘Must‘ નો ઉપયોગ એ સૂચવવા માટે થાય છે કે કંઈક જરૂરી (Required) છે અથવા અત્યંત મહત્વ (Extreme importance) છે, અને ‘Should‘ નો ઉપયોગ સૂચવવા (suggest) માટે થાય છે કે કંઈક સલાહભર્યું (Advise) છે.
- You must work hard as conditions.
- તમારે પરિસ્થિતિ મુજબ સખત મહેનત કરવી પડશે.
- You should practice more often.
- તમારે વધુ વખત પ્રેક્ટિસ કરવી જોઈએ.
- You must not give your work to other.
- તમારે તમારું કામ બીજાને ન આપવું જોઈએ.
- You should not try this.
- તમારે આ પ્રયાસ ન કરવો જોઈએ.
- ‘Can‘, ‘Could‘ અને ‘May‘ નો ઉપયોગ પરવાનગી (permission) માંગવા, આપવા અને રોકવા માટે થાય છે.
- May I come in sir?
- શું હું અંદર આવી શકું સાહેબ?
- You may not enter the class.
- તમે વર્ગમાં પ્રવેશી શકતા નથી.
- Can you pass that pen?
- શું તમે તે પેન પસાર કરી શકશો?
- Grandpa could arrive any minute.
- દાદા ગમે તે ઘડીએ આવી શકે છે.
- ‘Would‘ નો ઉપયોગ આદતો (habits) અને વલણ (inclinations) નો સંદર્ભ આપવા માટે થાય છે.
- When You was child, You would often drink milk every night.
- જ્યારે તમે બાળક હતા, ત્યારે તમે દરરોજ રાત્રે દૂધ પીતા હતા.
- I would run every morning in the last winter.
- હું છેલ્લા શિયાળામાં દરરોજ સવારે દોડતો.
- ‘Ought to‘ ક્રિયાપદનો ઉપયોગ સલાહ(advice) અને તાર્કિક કપાત(logical deduction) ને વ્યક્ત કરવા માટે થાય છે.
- She ought to have come on the trip. It was interesting.
- તેણીએ સફર પર આવવું જોઈએ. તે રસપ્રદ હતું.
- 50rs. ought to be enough for the traveling.
- 50 રૂ. મુસાફરી માટે પૂરતા હોવા જોઈએ.
મિત્રો બીજા Chapters શીખવા માટે તમે Grammar menu પર જઈ ને શીખી શકો છો. અને અમારું Instagram પેજ ને Follow કરજો જેથી તમે રેગ્યુલર માહિતી મેળવી શકો છો.
This app is very nice & usefull.