Imperative Sentences | આજ્ઞાર્થ વાક્યો

Imperative Sentences in Gujarati – આજ્ઞાર્થ વાક્યો

મિત્રો, આપણે આજના ચેપ્ટરમાં Imperative Sentences (આજ્ઞાર્થ વાકયો) શું છે? અને તેનો ઉપયોગ વિશે જાણીશું. તમને ખ્યાલ જ હશે કે કોઈપણ વાક્યનો પ્રકાર નીચે મુજબ કોઈપણ પ્રકારમાંથી હોઈ શકે છે.

 1. Interrogative Sentences (પ્રશ્નાર્થ વાક્યો)
 2. Imperative Sentences (આજ્ઞાર્થ વાકયો)
 3. Exclamatory Sentences (ઉદગાર વાક્યો)
 4. Assertive or Declarative Sentences (વિધાન વાક્યો)
 5. Optative Sentences (ઈચ્છાદર્શક વાક્યો)

ઉપરના વાક્યમાંથી આપણે Interrogative Sentences-પ્રશ્નાર્થ વાક્યો (Click કરો & શીખો) વિશે શીખી ગયા છીએ.

Imperative sentences (આજ્ઞાર્થ વાકયો) વ્યહાર-રોજબરોજ અને અંગ્રેજી ભાષામાં વાતચીત કરવા માટે ખૂબ જ વપરાય છે.

Imperative Sentences (આજ્ઞાર્થ વાકયો) એટલે કે આપણી સામેની વ્યક્તિને આદેશ-આજ્ઞા, સલાહ-સૂચન, વિનંતી કે પરવાનગી આપી શકાય તેને Imperative Sentences (આજ્ઞાર્થ વાકયો) કહેવાય છે.

મિત્રો, Imperative Sentences હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે અને વાક્યની શરૂઆત મુખ્ય ક્રિયાપદ દ્વારા જ થાય છે.

Imperative Sentences માં કર્તા તરીકે સામેની વ્યક્તિ જ હોય છે પરંતુ ધ્યાન રાખજો કે અમુકવાર ઘણા બધા વ્યક્તિઓમાંથી અથવા તો ટોળામાંથી કોઈ એક વ્યક્તિનો જ ઉલ્લેખ કરવો હોય તો પહેલા સામેની વ્યક્તિનું નામ અથવા સર્વનામ લખી ત્યારબાદ અલ્પવિરામ મુકી અને પછી મુખ્યક્રિયાપદ દ્વારા શરૂઆત થઇ ને વાક્ય બને છે.

1. હકારાત્મક વાક્યો (Do-કરો)

આજ્ઞાર્થ વાકયમાં આજ્ઞા (Order) કરવા માટે નીચે મુજબ જેવા વાક્યો હોઈ છે.

 1. Go. (જાઓ.)
 2. Go with Ram. (રામ સાથે જાઓ.)
 3. Come here. (અંહી આવો.)
 4. Sit/Sit down. (બેસો.)
 5. Help me. (મને મદદ કરો.)
 6. Give him. (તેને આપો.)
 7. Close the door. (દરવાજો બંધ કરો.)
 8. Write down. (લખી નાખો.)
 9. Tell me. (મને કહો.)
 10. Tell me your name. (મને તમારુ નામ કહો.)
 11. Give up. (છોડી દો.)
 12. Give away. (આપી દો.)
 13. Keep calm. (શાંતી રાખો.)
 14. Wait for them. (તેઓના માટે રાહ જુઓ.)
 15. Get out from here. (અંહીથી નીકળો.)

2. નકારાત્મક વાક્યો (Don’t=Do not – ન કરો)

આજ્ઞાર્થ વાકય માં નકારાત્મક ‘આજ્ઞા (Order)’ કરવા માટે વાક્ય માં ક્રિયાપદ ની આગળ ‘Don’t’ વપરાય છે.

 1. Don’t go away. (દુર નહી જાઓ.)
 2. Don’t tell a lie. (જુઠ્ઠુ ન બોલો.)
 3. Don’t write bad here. (અંહી ખરાબ નહી લખો.)
 4. Don’t talk in classroom. (કલાસરુમ માં વાતો ન કરો.)
 5. Don’t scold of Mihir. (મિહીરની નિંદા ન કરો.)
 6. Don’t was time. (સમય બગાઙશો નહી.)
 7. Don’t sit down. (બેસશો નહી.)
 8. Don’t tell him. (તેને કહેશો નહી.)
 9. Don’t make noise. (અવાજ ન કરો.)
 10. Don’t give up. (છોડશો નહીં.)

3. વિંનતી કરીને (Please/Kindly)

આજ્ઞાર્થ વાક્ય માં વિનંતીથી (Request) આજ્ઞા કરવા માટે ‘Please/Kindly’ વાક્યની શરૂઆતમાં અથવા વાક્યનાં અંતે વપરાય છે.

 1. Please go./Go, please.
  • કૃપા કરીને જાઓ.
 2. Please tell me./Tell me, please.
  • કૃપા કરી મને કહો.
 3. Please close the door./Close the door, please.
  • કૃપા કરીને દરવાજો બંધ કરો.
 4. Please don’t make noise./Don’t make noise, please.
  • મહેરબાની કરીને અવાજના કરો.
 5. Please note down in your book.
  • મહેબાની કરીને તમારા પુસ્તકમાં નોંધો.

4. સલાહ આપીને (Always/Never)

આજ્ઞાર્થ વાક્ય માં સલાહ (Advice) આપીને આદેશ કરવા માટે ‘Always’ વાક્યની શરૂઆતમાં આવે છે.

 1. Always speak the truth.
  • હંમેશાં સાચું બોલો.
 2. Always respect elders.
  • વડીલોનો હંમેશા આદર કરો.
 3. Always eat healthy foods.
  • હંમેશાં તંદુરસ્ત ખોરાક ખાઓ.
 4. Never tell a lie.
  • ક્યારેય જૂઠુ ન બોલો.
 5. Never bother the poor.
  • ગરીબોને ક્યારેય પરેશાન ન કરો.

5. પરવાનગી લેવા/દેવા (Let – કરવા દો)

આજ્ઞાર્થ વાકય માં પરવાનગી (Permission) લેવા અથવા દેવા માટે ‘Let’ વાક્યની શરૂઆતમાં આવે છે.

‘Let’ સાથે હંમેશા નામ અથવા કર્મ વિભક્તિ ના સર્વનામો વપરાય છે જેમકે નીચેનામાંથી કોઈ પણ હોઈ શકે છે.

Meમીમને
Usઅસઅમને
You(Singular)યુ(એકવચન)તને
You(Plural)યુ(બહુવચનતમને
Himહીમતેને
Herહરતેણીને
Themધેમતેઓને
Objective case
 1. Let me go.
  • મને જવા દો.
 2. Let me play.
  • મને રમવા દો.
 3. Let him write.
  • તેને લખવા દો.
 4. Let Rohan work.
  • રોહનને કામ કરવા દો.
 5. Let children go to garden.
  • બાળકોને બગીચામાં જવા દો.
 6. Let her ask any questions.
  • તેણીને કોઈપણ પ્રશ્નો પૂછવા દો.
 7. Live and let others live.
  • જીવો અને બીજાને જીવવા દો.
 8. Don’t let him play./Let him not play.
  • તેને રમવા દો નહીં.
 9. Don’t let them go to there./Let them not go to there.
  • તેઓને ત્યાં જવા દો નહીં.
 10. Don’t let Sagar do it./Let Sagar not do it.
  • સાગરને તે કરવા દો નહીં.

6. નામ-સર્વનામ નો ઉલ્લેખ

અમુકવાર આજ્ઞાર્થ વાકયોમાં કોઈને આજ્ઞા કરતા હોઈએ ત્યારે તે વ્યક્તિનુ નામ કે સર્વનામનો ઉલ્લેખ વાક્યની શરૂઆતમાં કરી શકીએ છીએ.

 1. Rohan, run fast.
  • રોહન, ઝડપથી દોડ.
 2. Rita, study that book.
  • રીટા, તે પુસ્તકનો અભ્યાસ કર.
 3. Boys, get ready to start./Get ready to start boys.
  • છોકરાઓ શરૂ કરવા માટે તૈયાર રહો.
 4. Girls, don’t waste more time.
  • છોકરીઓ, વધુ સમય બગાડો નહીં.
 5. Madam, teach it again.
  • મેડમ, ફરીથી ભણાવી દો.
 6. You, come here.
  • તું અહીં આવ.
 7. You, tell me your name.
  • તમે, મને તમારું નામ કહો.
 8. All of you, go to the play ground.
  • તમે બધા, રમતના મેદાન પર જાઓ.

મિત્રો, આપણા બીજા આપેલા step by step ચેપ્ટરો નીચેથી અથવા Grammar menu માં જઈ ને શીખી લેજો.

Leave a Comment

error: Content is protected !!