Active Passive Voice in Gujarati | કર્તરી અને કર્મણિ વાક્ય

Active Passive Voice in Gujarati

વિવિધ સરકારી પરીક્ષાઓ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે Active Passive Voice in Gujarati ના નિયમોને સમજવા ખૂબ જ જરૂરી છે. કર્તરી અને કર્મણિ વાક્ય

આજના Chapter માં અમે તેના આધારે પરીક્ષાઓમાં પૂછવામાં આવેલા નમૂનાના પ્રશ્નોની સાથે ઉદાહરણો દ્વારા અનુસરવામાં આવતા Active and Passive Voice ના નિયમોની વિગતવાર ચર્ચા કરીશું.

Active and passive voice meaning in Gujarati – Types of Voice?

Active Passive Voices બંને Grammar ના Voices છે. Voice એ ક્રિયાપદના(Verb) સ્વરૂપનો ઉલ્લેખ કરે છે જે સૂચવે છે કે જ્યારે કોઈ કર્તા(Subject) કાર્ય કરે છે અથવા ક્રિયાનો પ્રાપ્તકર્તા છે. એટલે કે કર્તાને મહત્વ આપવામાં આવે છે કે કર્મ ને મહત્વ આપવામાં આવે છે માટે તેના આધારે Voice ના 2 પ્રકારો પડે છે. અંગ્રેજી માં Passive voice નો ઉપયોગ ખૂબ જ થાય છે.

  1. Active Voice (કર્તરી વાક્ય)
    • જ્યારે કર્તા(Subject) ક્રિયા કરે છે ત્યારે તે Active Voice છે.
    • Structure: Subject + Verb + Object.
    • Example: Raj drives the Car. (રાજ કાર ચલાવે છે.)
  2. Passive Voice (કર્મણિ વાક્ય)
    • જ્યારે કર્તા(Subject) ક્રિયા પ્રાપ્ત કરે છે ત્યારે તે Passive Voice છે.
    • Structure: Object + Auxiliary verb + Main Verb(V3) + by Subject.
    • Example: The car is driven by Raj. (કાર રાજ દ્વારા ચલાવાય છે.)

Active Passive voice rules in Gujarati (Passive voice માં બદલવા માટે નિયમો)

Rule-1. વાક્યનો કાળ ઓળખો, કાળ ઓળખવા માટે Active વાક્યમાં Subject, Verb, અને Object શોધો. જેમ કે..

Active Voice: She is playing badminton. (Subject-She + Auxiliary verb-Is + Main verb-Playing + Object-Badminton)

ઉપરના વાક્ય મુજબ Auxiliary verb-is અને Main verb નું Base form(V1)+ing-Playing છે માટે ચાલુ વર્તમાન કાળ છે. મિત્રો, બધા જ કાળ ને ઓળખવા માટે તમે Tense types & structure in Gujarati | કાળના પ્રકારો & વાક્યરચના Chapter પર શીખી શકો છો.

Rule-2. Object અને Subject ને એકબીજા સાથે અદલા-બદલી કરી, Active voice નો Subject વાક્યમાં Passive voice નો Object(by+Subject) બદલી જાય છે. અને Active voice નો Object વાક્યમાં Passive voice નો Subject બદલી જાય છે. એવી જ રીતે જ્યારે Subject અને Object ના સ્થાન પર વ્યક્તિવાચક સર્વનામ નો ઉપયોગ થાય છે ત્યારે Subject નું Object કરતી વખતે નીચેના Table મુજબ વ્યક્તિવાચક સર્વનામ પણ બદલે છે જેમ કે..

Active voice: She(Subject) + is + playing + badminton(Object).

Passive voice: Badminton(Object) + Auxiliary verb + Main verb(P.P.) + by her(by+Subject).

Subject – કર્તાObject – કર્મ
IMe
WeUs
YouYou
YouYou
HeHim
SheHer
ItIt
TheyThem

મિત્રો, 40 Personal Pronouns in Gujarati – વ્યક્તિવાચક સર્વનામો Chapter માં detail થી બધા જ Pronouns શીખી શકો છો.

Rule-3. દરેક કાળ(Tense) મુજબ Active voice to Passive voice ના Auxiliary verb નીચેના Table મુજબ મૂકો અને દરેક Modal auxiliary verb ની સાથે be જોડાય છે. જેમ કે..

Passive voice: Badminton + is being + Main verb(P.P.) + by Subject.

Active VoicePassive Voice
સા.વ.મૂળરૂપAm/Is/Are
સા.ભુ.મૂળરૂપWas/Were
સા. ભ.Shall/WillShall/Will + be
ચા.વ.Am/Is/AreAm/Is/Are + being
ચા.ભુ. Was/WereWas/Were + being
ચા.ભ.Shall/Will bePassive Voice બનતું નથી.
પુ.વ. Have/HasHave/Has + been
પુ.ભુ. HadHad + been
પુ.ભ. Shall/Will haveShall/Will have + been
Modal
Auxiliary
Verbs
Can
May
Must
Might
Could
Should
Would
Ought to
Can + be
May + be
Must + be
Might + be
Could + be
Should + be
Would + be
Ought to + be
આજ્ઞાર્થ વાક્યLet + Object
Do + Object
Please
Let + Object + be
Let + Object + be
You are requested to

મિત્રો, કાળ મુજબ To be To do To have Auxiliary Verb in Gujarati | સહાયક ક્રિયાપદો Chapter માં detail થી શીખી શકો છો.

Rule-4. મુખ્ય ક્રિયાપદ ના Base form(V1) અથવા Past Simple Form(V2) ને Past Participle Form(V3) માં બદલાવી ને મૂકવું પડે છે, Playing (Play + ing) નું Played P.P. માં બને છે. જેમ કે..

Badminton + is being + played + Object.

મિત્રો, કોઈપણ મુખ્ય ક્રિયાપદ ના V1 Form અથવા V2 Form ને V3 Form માં બદલાવા માટે તમને Verb Forms (V1, V2, V3) – ક્રિયાપદ ના રૂપો નો ખ્યાલ હોવો જોઈએ જેથી Active voice નું Passive voice માં convert કરતા આવડી શકે, અને Verb Forms (V1, V2, V3) – ક્રિયાપદ ના રૂપો (અંહી ક્લિક કરો) Chapter માં તમે શીખી શકો છો.

બધા જ કાળનું(Tense) Active voice and passive voice in Gujarati

1. Examples Simple Present Tense active passive voice in Gujarati

સાદા વર્તમાનકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= am, is, are વપરાય છે.

  1. We plant trees. (A.V.)
    • Trees are planted by us. (P.V.)
  2. He sings songs. (A.V)
    • Song are sung by him. (P.V.)
  3. You write poetry in English. (A.V.)
    • Poetry is written by you in English. (P.V.)

2. Examples Present Continuous Tense active passive voice in Gujarati

ચાલુ વર્તમાનકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= am, is, are સાથે being વપરાય છે.

  1. I am drawing a picture. (A.V.)
    • A picture is being drawn by me. (P.V.)
  2. Neha is playing tennis. (A.V.)
    • Tennis is being played by Neha. (P.V.)
  3. They are supporting animals. (A.V.)
    • Animals are being supported by them. (P.V.)

3. Examples Present Perfect Tense active passive voice in Gujarati

પૂર્ણ વર્તમાનકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= have, has સાથે been વપરાય છે.

  1. Mehul has left the college. (A.V.)
    • The college has been left by Mehul. (P.V.)
  2. I have created this design. (A.V.)
    • This design has been created by me. (P.V.)
  3. She has cut vegetables. (A.V.)
    • Vegetables have been cut by her. (P.V.)

4. Examples Simple Past Tense active passive voice in Gujarati

સાદા ભૂતકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= was, were વપરાય છે.

  1. Krupa purchased the gift for his friend. (A.V.)
    • The gift was purchased by Krupa for his friend. (P.V.)
  2. He gave her a book. (A.V.)
    • She was given to him a book. (P.V.)
    • A book was given to her by him. (P.V.)
  3. The teacher asked questions to students. (A.V.)
    • Questions were asked to students by the teacher. (P.V.)

5. Examples Past Continuous Tense active passive voice in Gujarati

ચાલુ ભૂતકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= was, were સાથે being વપરાય છે.

  1. They were studying the KBM Spoken English course in Gujarati. (A.V.)
    • KBM Spoken English course was being studied by them in Gujarati. (P.V.)
  2. Sandip was missing the bus yesterday at this time. (A.V.)
    • The bus was being missed by Sandip yesterday at this time. (P.V.)
  3. She was eating the fruits. (A.V.)
    • The fruits were being eaten by her. (P.V.)

6. Examples Past Perfect Tense active passive voice in Gujarati

પૂર્ણ ભૂતકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= had સાથે been વપરાય છે.

  1. Janki had collected the courier. (A.V.)
    • The courier had been collected by Janki. (P.V.)
  2. You had waited for her. (A.V.)
    • She had been waited for you. (P.V.)
  3. They had called us. (A.V.)
    • We had been called by them. (P.V.)

7. Examples Simple Future Tense active passive voice in Gujarati

સાદો ભવિષ્યકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= shall, will સાથે be વપરાય છે.

  1. Vimal will resolve the issues. (A.V.)
    • The issues will be resolved by Vimal. (P.V.)
  2. I shall complete the target. (A.V.)
    • The target will be completed by me. (P.V.)
  3. It will fill you. (A.V.)
    • You will be filled by it. (P.V.)

8. Examples Future Continuous Tense active passive voice in Gujarati

નોંધ લો: ચાલુ ભવિષ્યકાળ(Future Continuous Tense) નું Passive voice બનતું નથી.

9. Examples Future Perfect Tense active passive voice in Gujarati

પૂર્ણ ભવિષ્યકાળ ને Active voice નું Passive voice માં convert કરવા માટે auxiliary verb= shall/will have સાથે been વપરાય છે.

  1. Rina will have dropped you. (A.V.)
    • You will have been dropped by Rina. (P.V.)
  2. We shall have done our work. (A.V.)
    • Our work will have been done by us. (P.V.)
  3. He will have bought a new smartwatch. (A.V.)
    • A new smartwatch will have been bought by him. (P.V.)

Examples Modal auxiliary verbs active passive voice in Gujarati

કોઈપણ વાક્યમાં Active voice નું Passive voice માં convert કરવા માટે Modal auxiliary verbs(Can, May, Must, Might, Could, Would, Should, Ought to) સાથે be વપરાય છે.

Active voice: Subject + Modal auxiliary verb + Main verb+ Object.

Passive voice: Object + Modal auxiliary verb + be + Main verb(V3) + by Subject.

  1. She can fly the plane. (A.V.)
    • The plane can be flown by her. (P.V.)
  2. Rohan must write homework regularly. (A.V.)
    • Homework must be written by Rohan regularly. (P.V.)
  3. They may attend the seminar. (A.V.)
    • The seminar may be attended by them. (P.V.)
  4. He might have allowed this food. (A.V.)
    • This food might have been allowed by him. (P.V.)
  5. India could not win the world cup. (A.V.)
    • The world cup could not be won by India. (P.V.)
  6. We should help dumb animals. (A.V.)
    • Dumb animals should be helped by us. (P.V.)
  7. Every student ought to respect the teacher. (A.V.)
    • The teacher ought to be respected by every student. (P.V.)

Intransitive Verbs નું Passive voice બનતું નથી

મિત્રો, Main verbs હમેંશા Transitive અને Intransitive verbs હોય છે, તો બંને વચ્ચેનો પ્રાથમિક તફાવત એ છે કે Transitive verb ને સંપૂર્ણ Sentence બનાવવા માટે Object જરૂરી હોય છે. જેમ કે Neha is opening the door(Object). જો કે, Intransitive verb માં એવું નથી કે તેમને સંપૂર્ણ અર્થમાં Sentence બનાવવા માટે કોઈ Object ની જરૂર નથી. તેથી આવા વાક્યો ને Object ની જરૂર પડતી નથી અને તેનું Passive voice બનતું નથી, જેમ કે થોડા Examples સાથે જોઈએ..

Intransitive verbs example

  • He is going. (તે જઈ રહ્યો છે.)
  • I agreed. (હું સંમત થયો.)
  • We can learn. (આપણે શીખી શકીએ છીએ.)
  • Please have a sit. (કૃપા કરીને બેસો.)
  • You are listening. (તમે સાંભળી રહ્યા છો.)

પ્રશ્નાર્થ વાક્ય(Interrogative sentence) નું Passive voice

પ્રશ્નાર્થ વાક્ય(Interrogative sentence) ના Active voice માં Auxiliary verb sentence ની આગળ હોય છે તેમજ Passive voice માં પણ Auxiliary verb sentence ની આગળ જ રહે છે. માટે નીચે Active Passive voice in Gujarati માં શીખીશું.

Active voice structure: Auxiliary verb + Subject + Main verb + Object?

Passive voice structure: Auxiliary verb + Object + Main verb Past Participle(V3) form + by Subject?

Examples
  1. Are they playing the cricket? (A.V.)
    • Is the cricket being played by them? (P.V.)
  2. Do you eat nonvegetable? (A.V.)
    • Are nonvegetable eaten by you? (P.V.)
  3. Had Rohan completed homework? (A.V.)
    • Had homework been completed by Rohan? (P.V.)
  4. Will he be finishing KBM Spoken English course? (A.V.)
    • Will KBM Spoken English course being finished by him? (P.V.)
  5. Was she watching the television? (A.V.)
    • Was the television being watched by her? (P.V.)
  6. Does your teacher punish you? (A.V.)
    • Are you punished by your teacher? (P.V.)
  7. Can a lion roar in your field? (A.V.)
    • Can your field be roared by a lion? (P.V.)
  8. Should we respect our teachers and parents? (A.V.)
    • Should our teachers and parents be respected by us? (P.V.)
  9. Must you wear your dress to school? (A.V.)
    • Must your dress be wore by you to school? (P.V.)
  10. Would you help me? (A.V.)
    • Would I be helped by you? (P.V.)

પ્રશ્નાર્થ સૂચક સર્વનામ(Interrogative Pronoun) નું Passive voice

પ્રશ્નાર્થ સૂચક સર્વનામ(Interrogative Pronoun) ના Active voice ના sentence માં આગળ હોય છે તેમજ Passive voice માં પણ sentence ની આગળ જ રહે છે.

Examples
  1. Why are you studying KBM Spoken English in Gujarati?
    • Why is KBM Spoken English being studied by you in Gujarati?
  2. Who will punish you?
    • By whom will you be punished?
  3. What can he give you?
    • What can you be given by him?
  4. Which chapter your teacher has studied you?
    • Which chapter have you been studied with your teacher?
  5. Whose parent can speak English?
    • By whom parent can English be spoken?
error: Content is protected !!