Wh questions in Gujarati with answers

મિત્રો, આપણે આજના ચેપ્ટરમાં When, Where, Why, How, How many અને How far (Wh-Question Words) નો ક્યાં અને ક્યારે ઉપયોગ થાય છે, તે દરેકને Example સાથે ખુબ જ સરળતાથી શીખીશુ.

આપણે આગળનુ ચેપ્ટર શીખયા કે Interrogative sentences type-પ્રશ્નાર્થ સૂચક વાક્ય પ્રકાર ક્યાં ક્યાં છે, અને ન શીખ્યા હોઈ તો પહેલા શીખી લ્યો અંહી.

જે વાક્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, તે વાક્યને Interrogative Sentence (પ્રશ્નાર્થ સૂચક વાક્ય) કહેવાય છે અથવા તેને ઓળખવા માટે Question Mark (પ્રશ્નાર્થ સૂચક ચિન્હ) પણ હોય છે.

અંગ્રેજીમાં વાતચીત કરવા માટે interrogative sentences ખૂબ જ ઉપયોગી થાય છે.

  • મિત્રો, અંગ્રેજી ભાષામાં પ્રશ્ન હંમેશા ત્રણ type થી જ પુછવામાં આવે છે, જેમ કે..
  1. Wh-Questions (When, Where, Why, How)
  2. Interrogative Pronouns Questions (What, Whose, Whom, Which, What)
  3. Verbal Questions અથવા Yes/ No Questions

Wh questions in Gujarati with answers (When, Where, Why, How)

Wh question words (When, Where, Why, How) નો Interrogative Pronouns માં સમાવેશ ન થઈ શકે.

કોઈકને પ્રશ્ન થશે કે જ્યારે ઉપરના ‘Where’ (Wh-શબ્દ) થી પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તેના જવાબમાં સ્થળ નુ નામ મળે છે, તો તેનો સમાવેશ Interrogative Pronoun (પ્રશ્નાર્થ સૂચક સર્વનામ) માં કેમ ન થઈ શકે કારણ કે ‘Where’ થી પ્રશ્ન પુછવાથી તેને જવાબમાં નામ ન મળે પરંતુ Adverb મળે છે જેમ કે I live in Gujarat (adverb), અંહી Gujarat સાથે in આવેલુ છે માટે in Gujarat જવાબમાં મળે છે, તેને Adverb કહેવાય છે, Adverb શુ છે તે તમે વધારેમાં જાણી લેજો. Ex. I am going to school (Adverb).

When-વેન-ક્યારે?/કેટલા સમયે?

‘When’ (Wh questions in Gujarati) થી પ્રશ્ન પૂછવાથી સમય જાણી શકાય છે, જેમ કે..

  1. When did you come? (તમે ક્યારે આવ્યા?)
    • I came yesterday. (હું ગઈકાલે આવ્યો.)
  2. When(At what time) does Payal cook at noon every day? (પાયલ રોજ બપોરના સમયે ક્યારે રસોઇ કરે છે?)
    • Payal cooks at noon every day. (પાયલ દરરોજ બપોરે 12 વાગ્યે રસોઇ બનાવે છે.)
  3. When is Mitul’s birthday? (મિતુલ નો બર્થ ડે ક્યારે છે?)
    • Mitul’s birthday is on 30 August 1993. (મિતુલનો જન્મદિવસ 30 August 1993 ના રોજ છે.)
  4. When will Umang pay the shoe bill? (ઉમંગ ક્યારે બુટનુ બિલ ચૂકવશે?)
    • Umang will pay the shoe bill on Diwali. (દિવાળી પર ઉમંગ બુટનું બિલ ચૂકવશે.)
  5. When do you get up in the morning? (તમે ક્યારે સવારે ઉઠો છો?)
    • I get up at 6 am. (હું સવારે 6 વાગ્યે ઉઠું છું.)

Where-વેર-ક્યાં?

‘Where’ (Wh questions in Gujarati) થી પ્રશ્ન પૂછવાથી કોઈ સ્થળ અથવા જગ્યાનું નામ જાણી શકાય છે, જેમ કે…

  1. Where do you live? (તમે ક્યાં રહો છો?)
    • I live in Somnath of Gujarat state. (હું ગુજરાત રાજ્યના સોમનાથમાં રહું છું.)
  2. Where is the Somnath Temple located? (સોમનાથ મંદિર ક્યાં આવેલું છે?)
    • The Somnath Temple is located near Veraval city of Saurashtra in Gujarat. (સોમનાથ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્રના વેરાવળ શહેર નજીક આવેલું છે.)
  3. Where is your school bag? (તારી સ્કુલબેગ ક્યાં છે?)
    • My school bag is in my room. (મારી સ્કૂલ બેગ મારા રૂમમાં છે.)
  4. Where were you at the wedding? (તમે લગ્નમાં ક્યાં હતા?)
    • I was near the wedding pavilion. (હું લગ્ન મંઙપની પાસે હતો.)
  5. Where is my mobile? (મારો મોબાઇલ ક્યાં છે?)
    • Your mobile is there. (તમારો મોબાઇલ ત્યાં છે.)

Why – વાય – શા માટે?/શું કામે?

‘Why’ (Wh questions in Gujarati) થી પ્રશ્ન પૂછવાથી પૂછેલા પ્રશ્ન નું કારણ જાણી શકાય છે, અને તેનો જવાબ ‘because’ સંયોજન દ્વારા આપી શકાય છે જેમ કે..

  1. Why do you learn English? (તમે શા માટે અંગ્રેજી શીખો છો?)
    • I learn English because I want to communicate in English. (હું અંગ્રેજી શીખવું છું કારણ કે હું અંગ્રેજીમાં વાતચીત ઈચ્છુ છુ.)
  2. Why does Rohan go to the mall every day? (રોહન શા માટે દરરોજ મોલમાં જાય છે?)
    • Rohan goes to the mall every day because he works in the mall.(રોહન દરરોજ મોલમાં જાય છે કારણ કે તે મોલમાં નોકરી કરે છે.)
  3. Why do you exercise regularly? (તમે શા માટે નિયમિતપણે કસરત કરો છો?)
    • We exercise regularly to keep our body healthy. (અમે નિયમિતપણે કસરત કરીએ છીએ કારણ કે અમારું શરીર તંદુરસ્ત રાખવા માટે.)
  4. Why are you standing here? (અંહીયા તમે શા માટે ઊભા રહ્યા છો?)
    • I’m waiting for the bus. (હું બસની રાહ જોઈ રહ્યો છું.)
  5. Why did you choose KBM Spoken English Classes? (તમે શા માટે KBM Spoken English ક્લાસીસ પસંદ કર્યુ?)
    • I chose KBM Spoken English Classes because I can easily learn there step by step. (મેં KBM Spoken English ક્લાસીસ પસંદ કર્યું કારણ કે મને ત્યાં step by step રીતે સરળતાથી શીખવા મળે છે.)

How – હાઉ – કેમ?/કેવી રીતે?

‘How’ (Wh questions in Gujarati) થી પ્રશ્ન પૂછવાથી કોઈ ક્રિયા કેવી રીતે થાય છે અને કોઈ વ્યક્તિ કે કોઈ ક્રિયા કઈ હાલમાં છે કે તે જાણવા માટે થાય છે.

  1. How are you? (તમે કેમ છો?)
    • I am fine. (હું મજામા છું.)
  2. How is your repaired mobile work now? (હવે તારો રિપેર કરેલા મોબાઈલ કેવો કામ કરે છે?)
    • My repaired mobile is working now properly. (મારો રિપેર કરેલો મોબાઇલ હવે યોગ્ય રીતે કામ કરી રહ્યો છે.)
  3. How does Nikhil go to Job? (નિખિલ કેવી રીતે નોકરી પર જાય છે?)
    • Nikhil goes to work by bike. (નિખિલ બાઇક પર નોકરી પર જાય છે.)

How many – હાઉ મેની – કેટલા?/કેટલી?

‘How many’ (Wh questions in Gujarati) થી પ્રશ્ન પૂછવાથી ગણી શકાય તેવી સંખ્યા જાણવા માટે ઉપયોગ થાય છે અને તેની સાથે હંમેશા બહુવચનમાં શબ્દ આવે છે જેમકે…

  1. How many students? (કેટલા વિદ્યાર્થીઓ?)
    • 45-Student. (૪૫ વિદ્યાર્થીઓ.)
  2. How many days a week are there? (અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે?)
    • There are 7 days a week. (અઠવાડિયામાં 7 દિવસ હોય છે.)
  3. How many liters of petrol is this? (આમા કેટલા લિટર થી પ્રશ્ન પુછયો છે એટલે કે ગણી શકાય.)
    • This is 3 liters of petrol. (આ 3 લિટર પેટ્રોલ છે.)
  4. How many rupees have you? (અંહી રૂપિયા ગણી શકાય પણ પૈસા ગણી ન શકાય.)
    • I have Twenty thousand rupees. (મારી પાસે વીસ હજાર રૂપિયા છે.)
  5. How many hairs? (Hairs ગણી શકીએ માટે ‘many’ આવે છે.)
    • There are three hairs. (ત્રણ વાળ છે.)
  6. How many stars? (Stars ગણી શકીએ માટે ‘many’ આવે છે.)
    • There are 1 lakh stars. (1 લાખ સ્ટાર છે.)

How much – હાઉ મચ – કેટલુ?, કેટલુ?

‘How much’ (Wh questions in Gujarati) થી પ્રશ્ન પૂછવાથી આપણે ગણી શકતા નથી અથવા સંખ્યામાં ન હોય પણ માત્રામાં હોય ત્યારે જાણવા માટે ઉપયોગ થાય છે જેમ કે.. (ખાંડ-Sugar, પાણી-Water, પેટ્રોલ-Petrol, સોનું-Gold, ચાંદી-Silver, શેમ્પૂ-Shampoo, પ્રેમ-Love, પ્રમાણિકતા-Honesty વગેરે).

  1. How much milk is in this? (આમાં કેટલું દૂધ છે?)
    • There are 7 liters of milk in this. (આમાં 7 લિટર દૂધ છે.)
  2. How much sugar did you want? (તારે કેટલી ખાંઙ જોઈતી હતી?)
    • I wanted to2 kg sugar. (હું 2કિલો ખાંડ માંગતો હતો.)
  3. How much gold will you buy? (તમે કેટલું સોનું ખરીદશો?)
    • We will buy 30 grams of gold. (અમે 30 ગ્રામ સોના દ્વારા કરીશું.)
  4. How much did Kano love Gokul? (કાનો ગોકુળ ને કેટલો પ્રેમ કરતો?)
    • Kano loved Gokul very much. (કાનો ગોકુલને ખૂબ ચાહતો હતો.)
  5. How much money do you have? (તમારી પાસે કેટલા પૈસા છે?) – અંહી પૈસા ન ગણી શકાય પણ રૂપિયા ગણી શકાય.
    • I have a lot of money. (મારી પાસે ઘણા પૈસા છે.)

How far – હાઉ ફાર – કેટલુ દુર?

‘How much’ (Wh questions in Gujarati) પ્રશ્ન પૂછવાથી કોઈ જગ્યાએ કે અંતર કેટલુ દુર છે તે જાણવા માટે ઉપયોગ થાય છે.

  1. How far is your college from here? (અહીંયા થી તારી કોલેજ કેટલી દૂર છે?)
    • It is 15 kilometers away from here. (તે અહીં થી 15 કિલોમીટર દૂર છે.)
  2. How far is Surat city from Bhavnagar? (ભાવનગર થી સુરત સીટી કેટલુ દુર છે?)
    • It is approximately 450 kilometers. (તે આશરે 450 કિલોમીટર છે.)
  3. How far is the railway station from your house? (રેલવે સ્ટેશન તારા ઘર થી કેટલુ દુર છે?)
    • It is only 1 kilometer. (તે માત્ર 1 કિલોમીટર છે.)

મિત્રો ઘણી જગ્યા (Classes, Books, school, college) અને નીચે આપેલી links પર પણ તમે Interrogative pronouns અને Wh-શબ્દ વાળા સવાલો વિશે જાણી શકો છો. પંરતુ તેમાં બંને નો સમાવેશ Wh-questions words માં કરેલો છે જે ખોટું કહી શકે છે.

મિત્રો આપણે આગળ ના ચેપ્ટરો Interrogative pronoun Questions અને Interrogative sentence types શીખી ગયા છીએ અને ન શીખ્યા હોય તો Grammar menu પર જઈ ને શીખી લેજો.

Leave a Comment

error: Content is protected !!