Tense types in Gujarati | કાળ ના પ્રકાર & વાક્યરચના

Tense types in Gujarati | કાળ ના પ્રકાર
Tense-types in Gujarati & structure

મિત્રો, Tense એટલે શું? Tense Types in Gujarati માં કેટલા હોઈ છે? તો Tense એક ‘લેટિન શબ્દ’ છે, અને તેનો અંગ્રેજીમાં મતલબ ‘ટાઇમ’ થાય છે અને ગુજરાતીમાં ‘સમય’ અથવા ‘કાળ’ થાય છે.

આપણે આ ચેપ્ટરમાં Tense ની બેઝિક માહિતી જાણીશું અને આવતા ચેપ્ટરોમાં દરેક કાળ(Tense types)ને details થી ચેપ્ટર મુજબ શીખીશું, પણ આજનુ ચેપ્ટર શીખી જાવ એટલે દરેક કાળ ના ચેપ્ટર આવડી જશે.

મિત્રો, આપણે કાળ ને ઘણી વખત શીખવાનો પ્રયાસ કરીએ છીએ પણ છતાં વારેવારે ભૂલી જતાં હોઈએ છીએ અથવા કંઈક મૂંઝવણ રહી જતી હોય છે એનું કારણ એ છે કે આપણો મૂળ પાયો કાચો હોય છે અથવા કોઈ સચોટ અને સરળ રીતે શીખવતું નથી માટે આપણે બધા પ્રશ્નોનો ઉકેલ લાવીને સરળ રીતે આ ચેપ્ટર માં શીખીશું છતાં પણ કોઈને કોઈપણ પ્રશ્ન રહેતો હોય તો તમે નીચે કોમેન્ટમાં પુછી શકો છો.

ઘણાબધા લોકોને કાળના કેટલા પ્રકારો છે એ પ્રશ્ન હોય છે, 10 કાળ છે કે 12 કાળ હોઈ છે તો હંમેશા યાદ રાખો નીચે જોઈશું, તે પ્રમાણે મુખ્ય કાળ 3 અને દરેકના પેટા કાળો 4 હોઈ છે માટે ટોટલ 12 કાળો હોઈ છે અને મોટાભાગે 10 કાળનો જ ઉપયોગ થતો હોય છે એટલે તે મુંઝવણ કાઢી નાખો.

3 Main Tense Types in Gujarati

3 મુખ્ય કાળના પ્રકારો ‘સમય‘ મુજબ હોઈ છે

  1. The Present Tense (વર્તમાનકાળ)
  2. The Past Tense (ભૂતકાળ)
  3. The Future Tense (ભવિષ્યકાળ)

4 Sub-types of 3 main tense types in Gujarati

જે ઉપરના દરેક મુખ્ય કાળના 4 પેટા-પ્રકારો ‘ક્રિયાઓ‘ પ્રમાણે હોય છે

  • Simple or Indefinite (સાદી અથવા અનિશ્ચિત ક્રિયા)
  • Continuous (ચાલુ ક્રિયા)
  • Perfect (પુર્ણ ક્રિયા)
  • Perfect Continuous (ચાલુ પુર્ણ ક્રિયા)

મુખ્ય કાળ એટલે કે કોઈપણ કાર્ય-ક્રિયા હંમેશા ‘અત્યારના સમયમાં'(વર્તમાનકાળમાં) હોય, કે ‘વીતી ગયેલા સમયમાં'(ભૂતકાળમાં) કે ‘આવતા સમયમાં'(ભવિષ્યકાળમાં) હોય છે.

અને પેટા-કાળો એટલે કે દરેક મુખ્યકાળો ની ક્રિયા સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા અને ચાલુ પૂર્ણ ક્રિયા હોઈ છે, માટે તે પેટાકાળ દ્રારા નક્કી થાય છે.

  1. The Present Tense (વર્તમાનકાળ) એટલે શું? કોઈ કાર્ય-ક્રિયા અત્યારના(વર્તમાન સમયમાં) થઈ રહ્યુ છે, નહીં કે વીતી ગયેલા(ભુતકાળ સમયમાં) અને નહીં કે આવતા(ભવિષ્યના સમયમાં) થવાનુ હોય એવા સમયને વર્તમાનકાળ કહેવાય છે.
  2. The Past Tense (ભુતકાળ) એટલે શું? કોઈ કાર્ય-ક્રિયા વિતી ગયેલા(ભુતકાળના સમયમાં) થયુ હતું, નહીં કે અત્યારના(વર્તમાન સમયમાં) અને નહીં કે આવતા(ભવિષ્યના સમયમાં) થવાનુ હોય એવા સમયને ભુતકાળ કહેવાય છે.
  3. The Future Tense (ભવિષ્યકાળ) એટલે શું? કોઈ કાર્ય-ક્રિયા આવતા(ભવિષ્યના સમયમાં) થવાનુ હશે, અને નહીં કે અત્યારના(વર્તમાન સમયમાં) અને નહીં કે વિતી ગયેલા(ભુતકાળ સમયમાં) થયુ હોય એવા સમયને ભવિષ્યકાળ કહેવાય છે.

Simple/Indefinite Tense (સાદો/અનિશ્ચિત કાળ) એટલે શું? અને ક્યાં ક્યાં હોઈ છે?

જે કાળમાં સાદી અથવા અનિશ્ચિત કાર્ય-ક્રિયા થતી હોય તેને સાદો/અનિશ્ચિત કાળ (Simple/Indefinite Tense) કહેવાય છે, અને Simple Tense ત્રણેય મુખ્ય કાળમાં હોય છે. જેમ કે..

  1. Simple Present Tense – સાદો વર્તમાનકાળ
  2. Simple Past Tense | સાદો ભુતકાળ
  3. Simple Future Tense | સાદો ભવિષ્યકાળ

Continuous tense (ચાલુ કાળ) એટલે શું? અને ક્યાં ક્યાં હોઈ છે?

જે કાળમાં ક્રિયા-કાર્ય ચાલુ-Continue જ હોઈ એટલે કે સતત થઈ રહી હોઈ તેવા સમયને ચાલુકાળ (Continuous tense) કહેવાય છે, Continuous tense (ચાલુ કાળ) પણ ત્રણેય મુખ્ય કાળમાં એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં હોઈ છે. જેમ કે..

  1. Present Continuous Tense | ચાલુ વર્તમાનકાળ
  2. Past Continuous Tense | ચાલુ ભુતકાળ
  3. Future Continuous Tense | ચાલુ ભવિષ્યકાળ

Perfect Tense (પૂર્ણ કાળ) એટલે શું? અને કયાં કયાં હોઈ છે?

જે કાળમાં કાર્ય-ક્રિયા પુર્ણ જ થઈ ચુકી છે તેવા સમયને પુર્ણકાળ કહેવાય છે, Perfect tense (પુર્ણ કાળ) પણ ત્રણેય મુખ્ય કાળમાં એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં હોઈ છે. જેમ કે..

  1. Present Perfect Tense | પુર્ણ વર્તમાનકાળ
  2. Past Perfect Tense | પુર્ણ ભૂતકાળ
  3. Future Perfect Tense | પૂર્ણ ભવિષ્યકાળ

Perfect-Continuous Tense (ચાલુ પૂર્ણ કાળ) એટલે શું? અને ક્યાં ક્યાં હોઈ છે?

જે કાળમાં ચાલુ ક્રિયા અને પૂર્ણ ક્રિયા નુ મિશ્રણ થયેલું હોય તે કાળ ને ચાલુ-પૂર્ણ કાળ (Perfect Continuous Tense) કહેવાય છે. જેમ કે..

  1. Present Perfect Continuous Tense | પુર્ણ ચાલુ વર્તમાનકાળ
  2. Past Perfect Continuous Tense | પુર્ણ ચાલુ ભૂતકાળ
  3. Future Perfect Continuous Tense | ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ

મિત્રો, કાળ માટે ઉપર ના પ્રકારોનો તમને ખ્યાલ હોવા જ જોઈએ અને કોઈ doubt પણ ન હોવો જોઈએ.

મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ Tense Types in Gujarati ને ઓળખવા માટે વાક્યની રચના માં ઉપયોગ થતા Subject, Helping verbs, Main verbs અને Special words ની તમને જાણ હોવી જ જોઈએ નહિતર કાળ આવઙવાની કોઈ શક્યતા નથી.

જેમાં આપણે Subject વિશેની જાણકારી The Personal Pronouns(Click કરો) ચેપ્ટરમાં શીખી ગયા, Helping verbs અને Main verbs વિશેની જાણકારી To-be, To-do, To-have ચેપ્ટરમાં(Click કરો) શીખી ગયા અને Special words ની માહિતી દરેક કાળના દરેક ચેપ્ટરમાં અલગ અલગ રીતે શીખતા જઈશુ, અને Forms of Main verb(Click કરો) ને આના પછીનુ ચેપ્ટર માં detail થી શીખીશું.

અંગ્રેજી કાળ વાક્ય રચના (Sentence Structure)

નીચે મુજબ અલગ-અલગ 4-પ્રકારની હોય છે, જેમ કે..

  1. Affirmative
  2. Negative
  3. Interrogative/Verbal questions
  4. Negative Interrogative/Verbal questions

1. Affirmative Sentence in Gujarati

એટલે કે હકારાત્મક વાક્ય હોય છે, બધા કાળ ની હકારાત્મક વાક્ય રચના નીચે મુજબ હોઈ છે, સિવાઈ કે સાદો વર્તમાનકાળ અને સાદો ભુતકાળ એટલે કે બંને ની હકારાત્મક વાક્યરચના માં Helping verbs આવતા નથી.

For the Simple Present Tense structure-સાદો વર્તમાનકાળ માટે વાક્યરચના

  • Subject + M.V(V1/ V1+s/es) + Object + E.W.

For the Simple Past Tense-સાદો ભુતકાળ માટે

  • Subject + M.V(V2) + Object + E.W.

For the Others – બીજા કાળ(ઉપરના બંને સિવાય) માટે

  • Subject + H.V(Helping verbs) + M.V(V1,V2,V3,V1+ing) + Object + E.W(Extra words).

2. Negative Sentence in Gujarati

એટલે કે નકારાત્મક વાક્ય હોય છે, સાદો વર્તમાનકાળ અને સાદો ભુતકાળની નકારાત્મક વાક્યરચના પણ બધા કાળ ની જેમ સરખી જ હોઈ છે એટલે કે બંને માં helping verbs પણ આવે છે, અને બધા કાળ ની નકારાત્મક વાક્ય રચના નીચે મુજબ હોઈ છે, જેમ કે..

For ALL the Tense’s Structure – બધા જ કાળ માટે વાક્યરચના

  • Subject + H.V(Helping verbs) + no/not + M.V(V1,V2,V3,V1+ing) + Object + E.W(Extra words).

3. Interrogative/Verbal Questions Sentence in Gujarati

એટલે કે પ્રશ્ન પુછાય છે, અને વાક્યમાં પ્રશ્નાર્થચિન્હ હોઈ છે સાદો વર્તમાનકાળ અને સાદો ભુતકાળની પ્રશ્નાર્થ વાક્યરચના પણ બધા કાળ ની જેમ સરખી જ હોઈ છે એટલે કે બંને માં શરુઆતમાં helping verbs પણ આવે છે, અને બધા કાળ ની પ્રશ્નાર્થ વાક્યરચના નીચે મુજબ હોઈ છે, જેમ કે..

For ALL the Tenses Structure– બધા જ કાળ માટે વાક્યરચના

  • H.V(Helping verbs) + Subject + M.V(V1,V2,V3,V1+ing) + Object + E.W(Extra words) + ?

4. Negative Interrogative/Verbal questions Sentence in Gujarati

એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્ય હોય છે, બધા કાળ ની નકારાત્મક પ્રશ્નાર્થ વાક્ય રચના નીચે મુજબ હોઈ છે.

For ALL the Tenses Structure– બધા જ કાળ માટે વાક્યરચના

  • H.V(Helping verbs) + no/not + Subject + M.V(V1,V2,V3,V1+ing) + Object + E.W(Extra words).

મિત્રો, આના પછી નુ ચેપ્ટર Forms of Main verbs શીખીશું જે કાળ શીખવા માટે ઉપયોગી ખુબ જ છે.

અને The Personal pronouns & Helping verbs and Main verbs વિષે માહિતી માટે ચેપ્ટર To-be, To-do, To-have જે પણ ખુબ જ ઉપયોગી છે, તે નીચે આપેલા છે.

error: Content is protected !!