Simple Future Tense in Gujarati | સાદો ભવિષ્યકાળ અંગ્રેજી

Simple Future Tense in Gujarati – સાદો ભવિષ્યકાળ

આપણે આ ચેપ્ટર Simple Future Tense (સાદો ભવિષ્યકાળ) ના વાક્યબનાવતા, ઓળખતા અને આ કાળનો રોજબરોજ માં ઉપયોગ શીખીશું.

1. સૌથી પહેલા Simple Future Tense(સાદો ભવિષ્યકાળ) માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure – વાક્યરચના

Subject + Auxiliary Verb(shall/will) + Main verb(v1) + Object.

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન-બહુવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI (હું)We (અમે)
બી.પુYou (તું)You (તમે)
ત્રી.પુHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ કયા Subject સાથે કયો Helping Verb(Shall/Will) લગાડી શકાય તો જેમ કે

મિત્રો, Helping Verb(shall/will) પરથી વાક્ય પણ ઓળખી શકીએ છીએ કે વાક્ય Simple Future Tense નુ છે.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI – shall/will = I’llWe – shall/will = We’ll
બી.પુYou – will = You’llYou – will = You’ll
ત્રી.પુHe – will = He’llThey – will = They’ll
She – will = She’ll
It – will = It’ll
‘Name’ = Raju will‘Name’ = Ants will

‘I’ અને ‘We’ સાથે Normal future બતાવવા માટે ‘shall‘ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ પ્લાન કર્યો હોય, કોઈ અપેક્ષા રાખી હોય કે આગાહી આપવાની હોય છે અને Strong future બતાવવા માટે હંમેશાં ‘will’ જ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ વચન આપેલું હોય, આદેશ આપ્યો હોય કે નિશ્ચય કરયો હોય છે.

જ્યારે બાકી બધા જ Personal Pronouns સાથે ‘will’ ઉપયોગમાં આવે છે.

SubjectNormal FutureStrong Future
I/Weshallwill
You/He/She/It/They/Namewillwill

4. ત્યારબાદ Main verbs વિશે તમને ખ્યાલ હોવો જોઈએ એટલે કે ‘V1, V2, V3’ રૂપ શું છે અનેકયાં કયાંઉપયોગ થાય છે, જે આપણે આગળનું Chapter Main Verb Forms (V1, V2, V3) with Gujarati (ક્રિયાપદ ના રૂપો) માં શીખી ગયા છીએ માટે અંહી મૂળરૂપ(V1) નો ઉપયોગ Simple Future Tense (સાદો ભવિષ્યકાળ) માં થાય છે.

અંહી બીજી રીતથી પણ ભવિષ્યકાળ સૂચવી શકાય છે, જેમ કે તે નીચેના Sentence Structure(સૂત્ર) અનુસરે છે.

  • Am/is/are + to + V1.
  • Am/is/are + going + to + V1.
  • Am/is/are + about + to + V1.
  • Have/Has + to + V1.

અંહી Auxiliary Verbs(am, is, are, have, has) નો ભલે ઉપયોગ કર્યો છે, પરતું Main Verb તરીકે V1 નો જ ઉપયોગ કર્યો છે એટલે વાક્ય ના અર્થ માં ભવિષ્યકાળ જ દર્શાવે છે. જે ધ્યાન માં લેજો.

  1. Dinesh is to join a new job.
    • દિનેશ નવી નોકરીમાં જોડાવાનો છે.
  2. I am going to learn an English language.
    • હું અંગ્રેજી ભાષા શીખવા જઈ રહ્યો છું.
  3. We are about to ask questions for the next exam.
    • અમે આગામી પરીક્ષાના પ્રશ્નો પૂછવાના છીએ.
  4. I have to give a gift to Raksha Bandhan.
    • રક્ષાબંધન પર મારે ભેટ આપવી છે.

સમયસૂચક શબ્દોનો કે જે સાદા ભવિષ્યકાળ માં ઘણીવાર વપરાય છે.

  • Next
  • Tomorrow
  • The day after tomorrow
  • Soon
  • Later
  • In time (moment, day, week, month, year)

Simple Future Tense in Gujarati sentences

  1. Raj will be here in an hour.
    • રાજ એક કલાકમાં અહીં આવશે.
  2. We will go to a party next Sunday.
    • અમે આવતા રવિવારે પાર્ટીમાં જઈશું.
  3. I will be twenty-five years old in August.
    • હું ઓગસ્ટમાં પચીસ વર્ષનો થઈશ.
  4. They will miss me in the future.
    • તેઓ ભવિષ્યમાં મને યાદ કરશે.
  5. She won’t go to the school next year.
    • તે આવતા વર્ષે શાળાએ નહીં જાય.
  6. I think he‘ll take leave tomorrow.
    • મને લાગે છે કે તે કાલે રજા લેશે.
  7. Will you attend the English class?
    • શું તમે અંગ્રેજી વર્ગમાં હાજરી આપશો?

Use of Simple Future Tense in Gujarati

જે હજી સુધી ન બનેલી ક્રિયા વિશે વાત કરવા માટે વપરાય છે.

  • It will rain in two days.
    • બે દિવસમાં વરસાદ પડશે.

કોઈ ક્રિયા અથવા સ્થિતિ જે ભવિષ્યમાં શરૂ થશે અને સમાપ્ત થશે વિશે વાત કરવા માટે સાદા ભવિષ્યકાળ નો ઉપયોગ થાય છે

  • I will paint my new house next month.
    • હું આવતા મહિને મારું નવું ઘર રંગીશ.

મુખ્ય ક્રિયાપદ ‘be’ હોય ત્યારે, આપણે બોલતા પહેલા કોઈ મક્કમ યોજના હોય કે નિર્ણય હોય તો પણ આપણે Simple Future Tense નો ઉપયોગ કરી શકીએ છીએ.

  • I will be twenty-five years old in August.
    • હું ઓગસ્ટમાં પચીસ વર્ષનો થઈશ.

આપણી પાસે બોલતા સમયે કોઈ મક્કમ યોજના ન હોય અને નિર્ણય બોલતા સમયે લેવામાં આવે છે, જેમ કે અમે કહી રહ્યા છીએ કે અમને લાગે છે કે બનશે. ત્યારે Simple Future Tense ઉપયોગી થાય છે. જેમકે તેના વિશે વિચાર કરવા માટે આપણે ઘણીવાર પહેલાના વાક્ય સાથે ‘To think’ ક્રિયાપદ નો ઉપયોગ કરીએ છીએ.

  • I think he will go to Canada.
    • મને લાગે છે કે, તે કેનેડા જશે.
Negative Sentences – નકાર વાક્યો

Sub + shall/will + not + V1 + Object. (will not + won’t)

  1. I shall not be here in an hour.
  2. We will not go to party next Sunday.
  3. I think he won’t take leave tomorrow.
Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Shall/Will + Sub + V1 + Object.

  1. Shall I be here in an hour?
  2. Will we go to the party next Sunday?
  3. Will he take leave tomorrow?
Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

Shall/Will + Sub + not + V1 + Object.

  1. Shall you not be here in an hour?
  2. Won’t we go to a party next Sunday?
  3. Will he not take leave tomorrow?

મિત્રો, step by step બીજા બધા ચેપ્ટરો શીખવા માટે grammar menu માં જઈ શીખી શકો છો, તો આજ થી જ એક પછી એક chapter શીખવા નું ચાલુ કરી દો અને ત્યાર બાદ Spoken English part શીખીશું. અને અમારું Facebook and Instagram પેજ follow કરવાનું ના ભુલશો જેથી તમને Regular માટે માહિતી મળતી રહે.

Leave a Comment

error: Content is protected !!