Present Perfect Tense in Gujarati | પુર્ણ વર્તમાનકાળ

Present Perfect Tense in Gujarati | પુર્ણ વર્તમાનકાળ

મિત્રો, આજના ચેપ્ટરમાં Present Perfect Tense in Gujarati (પુર્ણ વર્તમાન કાળ) ના વાક્ય બનાવતા, ઓળખતા અને રોજબરોજમાં ઉપયોગીતા શીખીશું.

સૌથી પહેલા Present Perfect Tense માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure of Present Perfect Tense – વાક્યરચના

Subject + Helping Verb(have/has) + Main Verb(V3)+ object/O.W.

1. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular – એકવચનPlural – બહુવચન
પ્ર.પુI (હું)We (અમે)
બી.પુYou (તું)You (તમે)
ત્રી.પુHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

2. ત્યારબાદ Subject સાથે કયો Helping Verb(Have/Has) લગાડી શકાય જેમ કે..

મિત્રો, Helping Verb(Have/Has) પરથી વાક્ય ઓળખી શકીએ છીએ કે વાક્ય Present Perfect Tense નુ છે.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI–have = I’veWe–have = We’ve
બી.પુYou–have = You’veYou–have = You’ve
ત્રી.પુHe–has = He’sThey–have = They’ve
She–has = She’s
It–has = It’s
Name–Raju’s

આમ, જે વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન(He, She, It) અથવા કોઈનું એકવચન નામ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ‘ has ‘ આવે છે જે આપણે યાદ રાખવાનું હોઈ છે.

અને જ્યારે વાક્યમાં કર્તા તરીકે ‘I /We/You/They’ અથવા કોઈ બહુવચન નામ હોય ત્યારે સહાયક કારક ક્રિયાપદ તરીકે ‘ have ‘ આવે છે જ આપણે યાદ રાખવાનું હોય છે.

3. વાક્ય રચના મુજબ મુખ્ય ક્રિયાપદ નું ત્રીજું ફોર્મ(V3) આવે છે.

મુળક્રિયાપદ(V1) નુ ભુતક્રુંદત(V3) રૂપ કેવી રીતે બને છે તો તેનો આધાર Category મુજબ પડે છે જેમ કે Regular Verbs અને Irregular Verbs, Regular Verbs માં ‘V1’ છેડે ‘d/ed/ied’ જોડાઈ ને ‘V3’ forms બને છે અને Irregular Verbs માં ‘V3’ ના છેડે ‘ed’ આવતો નથી એટલે કે કોઈ નિયમ લાગુ પડતો નથી.

કેટલાક સમય-સૂચક શબ્દો નો Present Perfect Tense માં ઉપયોગ થાય છે, જેના પરથી આ કાળને ઓળખી શકાય છે અને વાક્ય પણ બને છે.

  • Already – ક્યારનુય
  • Since – ત્યારથી
  • From – ત્યારથી
  • Yet – હજુ સુધી
  • Never – ક્યારેય નહી
  • So far – અત્યાર સુધી
  • Up to now – અત્યાર સુધી
  • Just now – હમણાજ
  • Recently – તાજેતરમાં

Present Perfect Tense Sentences in Gujarati – પુર્ણ વર્તમાનકાળ ના વાક્યો

  1. I have completed my work.
    • મેં મારું કામ પૂર્ણ કર્યું છે.
  2. She has not told a speech yet.
    • તેણીએ હજી સુધી કોઈ ભાષણ કહ્યું નથી.
  3. They have never gone to that ground.
    • તેઓ ક્યારેય તે મેદાન પર ગયા નથી.
  4. I have watched the match on mobile.
    • મેં મેચ મોબાઇલ પર જોઈ છે.
  5. He has just finished his work.
    • તેણે હમણાં જ પોતાનું કામ પૂરું કર્યું છે.
  6. Have you ever eaten non veg before?
    • તમે ક્યારેય નોન-વેજ ખાયુ છે?
  7. I have already told to them.
    • મેં તેમને પહેલેથી જ કહ્યું છે.
  8. Company has recently launched this product.
    • કંપનીએ તાજેતરમાં આ પ્રોડક્ટ લોન્ચ કરી છે.
  9. She has already watched this movie 3 times.
    • તેણી આ મૂવી 3 વાર જોઇ ચૂકી છે.
  10. It has taken 2 years to write this book.
    • આ પુસ્તક લખવામાં 2 વર્ષ થયા છે.

Use of Present Perfect Tense – પુર્ણ વર્તમાનકાળ નો ઉપયોગ

મિત્રો, ધ્યાન રાખો કે Present Perfect Tense હંમેશા ભૂતકાળ અને વર્તમાન સમયની સાથે જોડાયેલો છે જેથી આ કાળ ભૂતકાળના અનુભવ કે ઘટના વિશે વાત કરવા માટે પણ ઉપયોગ થાય છે.

  1. He has seen a lion.
    • તેણે સિંહ જોયો છે.
  2. We have lived in the hostel.
    • અમે હોસ્ટેલમાં રહીએ છીએ.
  3. Raju has never eaten non-veg.
    • રાજુએ ક્યારેય નોન-વેજ નથી ખાવું.
  4. She has cut her hair.
    • તેણે તેના વાળ કાપી નાખ્યા છે.

અમુક પરિસ્થિતિ ભૂતકાળ માં શરૂ થઈ હોય અને વર્તમાનકાળ માં પણ ચાલુ છે અને કદાચ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ત્યારે પણ પૂર્ણ વર્તમાનકાળ નો ઉપયોગ થાય છે, ધ્યાન રાખજો અંહી ક્રિયા થતી નથી પરંતુ પરિસ્થિતિ હોઈ છે.

સામાન્ય રીતે ‘since’ અથવા ‘for’ ને વાક્યમાં ઉપયોગ કરાય છે.

  1. We have played cricket for five hours.
    • અમે પાંચ કલાક સુધી ક્રિકેટ રમી છે.
  2. He has lived in the Bombay since 2019.
    • તે વર્ષ 2019 થી બોમ્બેમાં રહ્યો છે.
  3. Mitul has known me for 2 years.
    • મિતુલ મને 2 વર્ષથી ઓળખે છે.
  4. Have you been ill for 2 days?
    • શું તમે 2 દિવસથી બીમાર છો?
  5. He has been there for 15 minutes.
    • તે ત્યાં 15 મિનિટ રહ્યો છે.
  6. Priya has told me since 4 o’clock.
    • પ્રિયાએ મને 4 વાગ્યાથી કહ્યું છે.

Negative Sentences Structure of Present Perfect Tense – નકાર વાક્યરચના

Sub + have/has + not + V3 + object + o.w.

  1. She has not written a letter. (She hasn’t written a letter.)
    • તેણે પત્ર લખ્યો નથી.
  2. We have not played tennis. (We haven’t played tennis.)
    • અમે ટેનિસ રમ્યો નથી.
  3. Raju has not driven the car. (Raju hasn’t driven the car.)
    • રાજુએ કાર ચલાવી નથી.

Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Have/Has + sub + V3 + object + o.w. + ?

  1. Have you gone to school just now?
    • તમે હમણાં જ શાળાએ ગયા છો?
  2. Has Raju driven the car?
    • રાજુએ ગાડી ચલાવી છે?

Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

Have/Has + sub + not + V3 + object + o.w. + ?

  1. Have you not gone to school just now? (Haven’t you gone to school just now?)
    • શું તમે હમણાં જ શાળાએ નથી જતા?
  2. Has Raju not driven the car? (Hasn’t Raju driven the car?)
    • રાજુ કાર ચલાવતો નથી?

Leave a Comment

error: Content is protected !!