Present Continuous Tense in Gujarati | ચાલુ વર્તમાનકાળ
મિત્રો આજના ચેપ્ટરમાં Present Continuous Tense in Gujarati (ચાલુ વર્તમાન કાળના) વાક્ય બનાવતા, ઓળખતા અને ઉપયોગીતા શીખીશું.
1. સૌથી પહેલા Present Continuous Tense in Gujarati માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.
Sentence structure – વાક્યરચના
Subject + to be(am/is/are) + V1(ing) + object/O.W.
2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.
એટલે કે કર્તા તરીકે ઉપરના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.
Singular – એકવચન | Plural – બહુવચન | |
પ્ર.પુ | I (હું) | We (અમે) |
બી.પુ | You (તું) | You (તમે) |
ત્રી.પુ | He (તે) | They (તેઓ) |
She (તેણી, તે) | ||
It (તે) – નિર્જીવ માટે | ||
Name – એકવચન નામ | Name – બહુવચન નામ |
3. ત્યારબાદ Subject સાથે કયો helping verb(am, is, are) લગાડી શકાય જેમ કે..
અને Helping verbs(am/is/are) પરથી વાક્ય ઓળખી શકીએ છીએ કે વાક્ય Present continuous tense (ચાલુ વર્તમાનકાળ) નુ છે.
Singular – એકવચન | Plural – બહુવચન | |
પ્ર.પુ | I – am = I’m | We – are = We’re |
બી.પુ | You – are = You’re | You – are = You’re |
ત્રી.પુ | He – is = He’s | They – are = They’re |
She – is = She’s | ||
It – is = It’s | ||
Name – Raju’s |
આમ, જે વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન(He, She, It) અથવા કોઈનું એકવચન નામ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ‘ is ‘ આવે છે જે આપણે યાદ રાખવાનું હોઈ છે.
અને જ્યારે વાક્યમાં કર્તા તરીકે ‘We/You/They’ અથવા બહુવચન નામ હોય ત્યારે સહાયક કારક ક્રિયાપદ તરીકે ‘are’ આવે છે જ આપણેે યાદ રાખવાનું હોય છે.
અને જ્યારે વાક્યમાં કર્તા તરીકે ‘I’ હોય ત્યારે helping verb તરીકે ‘am’ આવે છે, તે યાદ રાખો.
4. વાક્યરચના મુજબ મુળક્રિયાપદ(V1) સાથે ‘ing’ જોડાઈ છે એટલે કે Forms of Main Verb(V1,V2,V3) ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ અને ન જાણતા હોય તો તે ચેપ્ટરમાં સરળતાથી તમે શીખો.
4.1 મુળક્રિયાપદ – V1 ની સાથે ‘ing’ કેવી રીતે લગાડી શકાય તો કેટલાક નિયમો નીચે મુજબ છે.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Wake – જાગવું | Waking |
Rise – ઊગવું | Rising |
Come – આવવું | Coming |
Choose – પસંદ કરવું | Choosing |
Hide – સંતાડવું | Hiding |
See – જુઓ | Seeing |
Flee – ભાગી જવું | Fleeing |
4.2 મૂળક્રિયાપદ(V1) ના છેડે વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક સ્વર આવેલો હોય તો વ્યંજન ડબલ વાર કરીને સાથે ‘ing’ જોડાઈ છે.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Brag – ડહાપણ | Bragging |
Cut – કાપવું | Cutting |
Begin – શરૂઆત | Beginning |
Swim – તરવું | Swimming |
Stop – બંધ | Stopping |
Forget – ભૂલી જવું | Forgetting |
મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે વાક્યના અંતે ‘X, Y, W’ આવતો હોઈ અને તેની આગળ સ્વર(a, e, i, o, u) આવતો હોય ત્યારે આ નિયમ લાગુ પડતો નથી.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Play – રમવું | Playing |
Draw – દોરવું | Drawing |
Blow – ફુંકવું | Blowing |
Blow – ફુંકવું | Fixing |
અને જ્યારે વાક્યના છેડે વ્યંજન હોય પણ તેની પહેલા 2-સ્વરો આવેલા હોય ત્યારે પણ આ નિયમ લાગુ પડતો નથી.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Eat – ખાવું | Eating |
Break – તોડવું | Breaking |
4.3 મૂળક્રિયાપદ ને અંતે ‘ie’ હોય તો તે દૂર થઈ ને ‘y’ લગાડી સાથે ‘ing’ જોડાઈ છે
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Lie – જુઠું બોલવું | Liying |
Tie – બાંધવું | Tying |
Die – મરી જવું | Dying |
4.4 મૂળક્રિયાપદ(V1) ને છેડે ‘L’ હોય અને તેની પહેલા એક જ vowels(a, e, i , o, u) હોય તો ‘L’ ડબલ કરીને ‘ing’ જોડાઈ છે.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Travel – મુસાફરી કરવી | Travelling |
Quarrel – જગડો કરવો | Quarrelling |
Patrol – ચોકિયાત | Patrolling |
4.5 અમુક ક્રિયાપદો ને કોઈ નિયમ જ લાગતો નથી માટે તેને યાદ રાખી લેજો.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Be + ing | Being |
Open + ing | Opening |
Dye + ing | Dyeing |
Enter + ing | Entering |
Happen + ing | Happening |
Offer + ing | Offering |
Suffer + ing | Suffering |
4.6 અમુક ક્રિયાપદો ને છેડે ‘C’ હોય ત્યારે તેની સાથે ‘K’ અને ‘ing’ જોડાઈ જાય છે.
4.7 અને બાકીના બધા Verbs ની સાથે સીધો જ ‘ing’ જોડાઈ જાય છે.
મુળક્રિયાપદ(V1) | સાથે ‘ing’ |
Fly – ઊડવું | Flying |
Go – જાવું | Going |
Ask – પુંછવું | Asking |
Use of Present Continuous Tense – ચાલુ વર્તમાનકાળ ઉપયોગ
Present Continuous Tense (ચાલુ વર્તમાનકાળ) નો ઉપયોગ નજીકના ભવિષ્યને દર્શાવવા, સંભાવના દર્શાવવા, નિશ્ચિત યોજના-કાર્યક્રમને દર્શાવવા માટે પણ થાય છે.
- Where are you going to study next month?
- તમે આવતા મહિને ક્યાં ભણવા જઈ રહ્યા છો?
- When are you opening new shop?
- તમે નવી દુકાન ક્યારે ખોલી રહ્યા છો?
- Kiran is going to Canada next week.
- કિરણ આવતા અઠવાડિયે કેનેડા જઈ રહી છે.
- The kids are arriving at evening from school.
- બાળકો સાંજે સ્કૂલથી આવી રહ્યા છે.
ચાલુ વર્તમાનકાળ નો ઉપયોગ જ્યારે કોઈક કેવું અનુભવે છે અથવા કેવું લાગે છે, જેવુ કહેવા માટે થાય છે.
- How are you feeling?
- તમને કેવું લાગે છે?
- She is looking beautiful.
- તેણી સુંદર લાગી રહી છે.
ચાલુ વર્તમાનકાળ નો ઉપયોગ લગાતાર વધારો કે ઘટાડો એટલે ક્રિયા બદલી રહી હોય તેવું દર્શાવવા માટે પણ થાય છે જેમ કે…
- The corona cases are increasing continue.
- કોરોના કેસ સતત વધી રહ્યા છે.
- She is constantly complaining about his problem.
- તે સતત તેની સમસ્યા અંગે ફરિયાદ કરતી રહે છે.
- The weather’s getting colder.
- હવામાન ઠંડુ પડી રહ્યુ છે.
- House pricing are getting up in now days.
- હાલના દિવસોમાં ઘરની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
ચાલુ વર્તમાનકાળ નો ઉપયોગ અમુક કામચલાઉ રીતે ક્રિયા દર્શાવવા માટે પણ થાય છે. જેમ કે…
- Mona is working in this contract company.
- મોના આ કરાર કંપનીમાં કામ કરે છે. – અમુક જ સમય માટે
- Mona works in this company.
- મોના આ કંપનીમાં કામ કરે છે. – કાયમી ધોરણ માટે
- I am living with my friend until I find a hostel.
- જ્યાં સુધી મને છાત્રાલય ન મળે ત્યાં સુધી હું મારા મિત્ર સાથે રહું છું.
- Rohan is learning to drive.
- રોહન ડ્રાઇવિંગ કરવાનું શીખી રહ્યો છે.
મિત્રો યાદ રાખો કે અમુક Verbs નો ઉપયોગ Present Continuous Tense in Gujarati માં થતો નથી જેવા કે Stative verbs કે જે ક્રિયા દર્શાવતા નથી પરંતુ સ્થિતિ દર્શાવી રહ્યા હોય જે ખાલી સાદા વર્તમાન કાળ માં જ વપરાય છે જે આપણે પહેલાના Simple Present Tense ચેપ્ટરમાં શીખ્યા.
- I love India. – Correct
- I am loving India. – Incorrect
ચાલુ વર્તમાનકાળમાં નીચેના સમયસૂચક શબ્દોનો ઉપયોગ થાય છે જેના દ્વારા પણ આ કાળને ઓળખી શકાય છે.
- Now
- Look
- Run
- Listen
- See
- Watch
- Here
- Behold
- At this time/moment
- A present
- Still now
- This day
- Continue
- They are playing cricket now.
- Look! The teacher is coming.
- She is staying with me this time.
- Listen! The kids are playing in the garden.
- See, there are lion.
નકાર વાક્યરચના – Negative sentence structure
Sub + am/is/are + not + V1(ing) + object + O.W.
- She is not writing a letter. (She isn’t writing a letter.)
- We are not playing tennis. (We aren’t playing tennis.)
- Raju is not driving the car. (Raju isn’t driving the car.)
પ્રશ્નાર્થ વાક્યરચના – Verbal or Yes/No questions sentence structure
Am/Is/Are + sub + V1(ing) + object + o.w?
- Are you going to school now?
- Is he driving your car?
નકાર પ્રશ્નાર્થ વાક્યરચના – Negative Verbal or Yes/No questions sentence structure
Am/Is/Are + sub + V1(ing) + not + object + o.w?
- Are you not going to school now? (Aren’t you going to school now?)
- Is he not driving your car? (Isn’t he driving your car?)