Past Perfect Continuous Tense | પુર્ણ ચાલુ ભૂતકાળ અંગ્રેજી

આપણે આ ચેપ્ટર Past Perfect Continuous Tense – પુર્ણ ચાલુ ભૂતકાળ ના વાક્યબનાવતા, ઓળખતા અને આ કાળનો રોજબરોજમાં ઉપયોગ શીખીશું.

Past Perfect Continuous Tense sentence structure – વાક્યરચના

1. સૌથી પહેલા Past Perfect Tense માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure – વાક્યરચના

Subject + Auxiliary Verbs(had + been) + main verb(V1+ing) + Object.

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI (હું)We (અમે)
બી.પુYou (તું)You (તમે)
ત્રી.પુHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ Subject સાથે Helping Verb(Had + been) લગાડી શકાય જેમ કે..

મિત્રો, Helping Verb(Had + been) પરથી વાક્ય પણ ઓળખી શકીએ છીએ કે વાક્ય Present Perfect Continuous Tense નુ છે.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI – had been= I’d beenWe – had been= We’d been
બી.પુYou – had been = You’d beenYou – had been = You’d been
ત્રી.પુHe – had been = He’d beenThey – had been = They’d been
She – had been = She’d been
It – had been = It’d been
‘Name’ = Raju had been‘Name’ = Ants had been

મિત્રો, અંહી ધ્યાન રાખજો કે આ કાળ માં બે Auxiliary Verbs નો ઉપયોગ થાય છે. જેમ કે

પહેલો Auxiliary verb (Had) જે એવુ દર્શાવે છે કે કાર્ય કે ક્રિયા અમુક % પૂર્ણ થઈ ગયુ છે. અને બીજો Auxiliary verb (Been) જે Past Participle form (V3) છે,  એટલે કે કાર્યનો સમય વીતી ચુકેલો દર્શાવે છે.

4. ત્યારબાદ Main verb (V1 + ing) તરીકેનો ઉપયોગ થાય છે, જે ક્રિયા કે કાર્ય સતત ભૂતકાળમાં ચાલુ જ હતી એવો નિર્દેશ કરે છે.

મિત્રો મુળક્રિયાપદ- V1 ની સાથે ‘ing’ લગાડવા માટે અમુક નિયમો હોય છે, તો કેટલાક નિયમો જાણવા માટે ચેપ્ટર-23 Past Continuous Tense માં શીખી લેજો અને Forms of Main verb(V1,V2,V3) ચેપ્ટરમાં V1 પરથી V2 અને V3 forms બનાવવા માટેના નિયમો પણ શીખો જે ખુબ જ ઉપયોગી થશે.

5. વાક્યરચના (Sentence Structure) મુજબ Object અમુક વાક્ય મા આવી શકે છે અથવા Object ન પણ આવતો હોય.

6. જ્યારે આ કાળમાં ભુતકાળની ક્રિયા હજી ચાલુ જ હોઈ ત્યારે વારંવાર Since અને For ને વાક્યમાં ઉપયોગ કરાય છે. પરંતુ  ભુતકાળની ક્રિયા તાજેતરમાં જ બંધ થઈ હોઈ ત્યારે Since અને For નો ઉપયોગ થતો નથી.

Use of Past Perfect Continuous tense in Gujarati

ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં બીજા સમય સુધી ચાલુ રહી.

જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થયેલી, ભૂતકાળમાં પણ ચાલુ રહેલી, અને ભૂતકાળના નિર્ધારિત બિંદુએ સમાપ્ત થયેલ સૂચવે છે,

ઉદાહરણ તરીકે સાગર સવારે 7 વાગ્યાથી રાહ જોતો હતો પણ તેણી સવારે 10 વાગ્યે આવી. તેણી પહોંચી ત્યારે સાગર ત્રણ કલાકથી રાહ જોતો હતો.

  •  “Sagar had been waiting since 7 o’clock whenever she arrived.”

Past Perfect Continuous Tense Sentences

  1. We had been trying to start the bike since 2 o’clock when Bharat found his key.
    • ભરતને તેની ચાવી મળી ત્યારે અમે બે કલાકથી બાઇક શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
  2. Rahul was very tired. He had been running.
    • રાહુલ ખૂબ થાકી ગયો હતો. તે દોડતો રહ્યો હતો.
  3. She had been working in that city for six years when she went out of that city.
    • જ્યારે તે શહેરની બહાર ગઈ ત્યારે તે છ વર્ષથી તે શહેરમાં કામ કરતી હતી.
  4. It had not been raining hard when I arrived there.
    • હું ત્યાં પહોંચ્યો ત્યારે સખત વરસાદ પડતો ન હતો.
  5. How long had you been studying Vidyanagar before you moved to Ahmedabad?
    • તમે અહમદાબાદ ગયા તે પહેલાં તમે કેટલા સમયથી વિદ્યાનગરનો અભ્યાસ કરતા હતા?

Since અને For નો ઉપયોગ:-

મિત્રો, Since અને For ને જ્યારે આ રીતે ની ક્રિયા થતી હોય છે ત્યારે વપરાય છે.

1. Since નો ઉપયોગ પાછળના ચોક્કસ સમય વિશે વાત કરવા માટે થાય છે.

  • Since 3 Am, 5Pm,……
  • Since 1990, 2010, 2014,….
  • Since Sunday, We’d day,…..
  • Since Morning, Afternoon, night,…..
  • Since Childhood, Birth
  • Since that day…

2. For નો ઉપયોગ સમયગાળા વિશે વાત કરવા માટે થાય છે, જેમ કે..

  • For 4 sec, 4 min, 4 hours, 4 days
  • For a while
  • For a long
  • For many days, hours, months, years….

Past Perfect Continuous Tense examples in Gujarati

  1. He had been watching the match since I was dinner.
    • હું જમ્તો હતો ત્યારથી તે મેચ જોતો હતો.
  2. She had been working for an hour.
    • તે 1 કલાકથી કામ કરી રહી હતી.
  3. Nilesh had been learning Spoken English since February month last year.
    • ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી નિલેશ સ્પોકન અંગ્રેજી શીખી રહ્યો હતો.
  4. This Project had been starting for 2 years and it was completed last week.
    • આ પ્રોજેક્ટ 2 વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો અને તે ગયા અઠવાડિયે પૂર્ણ થયો હતો.

Past Perfect Continuous tense VS Present Perfect Continuous tense

મિત્રો તમે એવું વિચારી રહેતા હશો કે Past Perfect Continuous TensePresent Perfect Tense જેવો જ લાગે છે પરંતુ તેઓ બંને માં different એટલોજ છે કે સમય અત્યાર નો અને વીતી ગયેલ વચ્ચેનો. 

ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે તમે સવારે 10 વાગ્યે સાગરને મળો છો, અને સાગર તમને કહે છે:

  • “I am bored. I have been waiting since 7 o’ clock.“ (હું કંટાળી ગયેલ છું. હું 7 કલાકથી રાહ જોઈ રહ્યો છું.)

ત્યારપછી, તમે તમારા મિત્રોને કહો કે:

  • “Sagar got bored. He had been waiting  since 7’o clock.“ (સાગર કંટાળી ગયો. તે 7 કલાકથી રાહ જોતો હતો.)

Past Perfect Continuous tense VS Past Perfect tense

જો તમે “for two minutes,” “for five weeks” or “since Monday,”  જેવી અવધિનો સમાવેશ કરતા નથી, તો ઘણા અંગ્રેજી વક્તાઓ Past Perfect Continuous Tense ની જગ્યાએ Past Continuous Tense નો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સાવચેત રહો કારણ કે આ વાક્યનો અર્થ બદલી શકે છે. Past Continuous Tense વિક્ષેપિત ક્રિયાઓ પર ભાર મૂકે છે, જ્યારે Past Perfect Continuous Tense કંઈક ક્રિયા ભૂતકાળમાં પહેલાં સમયગાળા પર ભાર મૂકે છે. તફાવતને સમજવા માટે નીચેના ઉદાહરણોનો અભ્યાસ કરો.

  • “He was tired because he was running so long.”

આ વાક્ય ભાર મૂકે છે કે તે થાકી ગયો હતો કારણ કે એ તે જ ક્ષણે દોડી રહ્યો હતો.

  • “He was tired because he had been running so long.”

આ વાક્ય ભારપૂર્વક જણાવે છે કે તે થાકી ગયો હતો કારણ કે તે સમય પર દોડી રહ્યો હતો . શક્ય છે કે તે જ ક્ષણે તે દોડી રહ્યો હતો અથવા તે હમણાં જ બંધ કર્યું હતુ.

Negative Sentences – નકાર વાક્યો

Sub + had + not + been + V1(ing) + Object.

  1. Rahul had not been sleeping for an hour yesterday.
  2. She had not been studying since 2015.
  3. He had not been smoking for college time.

Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Had + Sub + been + V1(ing) + Object + ?

  1. Had Rahul been sleeping for an hour?
  2. Had she been studying since 2015?
  3. Had he been smoking for college time?

Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

  1. Had Rahul not been sleeping for an hour?
  2. Had she not been studying since 2015?
  3. Had he not been smoking for college time?

મિત્રો, step by step બીજા બધા ચેપ્ટરો શીખવા માટે grammar menu માં જઈ શીખી શકો છો, તો આજ થી જ એક પછી એક chapter શીખવા નું ચાલુ કરી દો અને ત્યાર બાદ Spoken English part શીખીશું. અને અમારું Facebook and Instagram પેજ follow કરવાનું ના ભુલશો જેથી તમને Regular માટે માહિતી મળતી રહે.

Leave a Comment

error: Content is protected !!