‘Introductory There meaning in Gujarati’ નો ગુજરાતી ભાષામાં અર્થ ‘ત્યાં’ એવો થાય છે, પરંતુ
Introductory ‘There’ in Gujarati language meaning ‘tya’.
મિત્રો “There” નો ઉપયોગ ખાલી “ત્યાં” તરીકે જ થતો નથી પરંતુ તેનો ખાસ ઉપયોગ ‘અધુરુ વાક્ય પૂર્ણ’ કરવા પણ થાય છે.
જેમ કે કોઈ પણ વાક્ય નીચે વાક્યરચના પ્રમાણે બને છે.
Subject(કર્તા) + To be (નુ રૂપ) + Object(કર્મ) + Extra words(બીજા શબ્દો)
તો અમુક વાક્યમાં subject અથવા object ન આપેલું હોય ત્યારે ‘there’ નો ઉપયોગ કરી વાક્ય પૂરું બનાવવામાં છે.
એટલે કે ‘Introductory there’ ને કામચલાવ રીતે વાક્યમાં ઉપયોગ કરાય છે.
જેથી there વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યના અંતમાં વપરાય છે અને વાક્ય બોલવામાં સુસંગત બને છે.
તો આપણે પહેલા there meaning in Gujarati માં સામાન્ય રીતે ‘ત્યાં’ તરીકેનો ઉપયોગ સમજીએ.
- Your mobile is here.
- તમારો મોબાઇલ અહીં છે.
- Your bike is there.
- તમારી બાઇક ત્યાં છે.
- There are rose plants.
- ત્યાં ગુલાબના છોડ છે.
- There is a monkey.
- એક વાંદરો છે.
- There was a lion in the farm.
- વાડીમાં એક સિંહ હતો.
‘Here‘ પણ વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે – Examples of ‘Here’ meaning in Gujarati
- Here is your mobile.
- અહીં તમારો મોબાઇલ છે.
- Here was your key.
- અહીં તમારી ચાવી હતી.
- Here is your brother’s bike.
- અહીં તમારા ભાઈની બાઇક છે.
- Here are your books.
- અહીં તમારા પુસ્તકો છે.
There નો ઉપયોગ ખાસ રીતે જાણીએ – Use of There meaning in Gujarati
વર્તમાનકાળના વાક્યમાં to be નુ રૂપ is, are આવે છે એટલે ગુજરાતીમાં છે, છુ, છો અર્થ બને છે જેમ કે..
- A book is on the table.
- એક પુસ્તક ટેબલ પર છે.
- Forty students are in that classroom.
- પેલા વર્ગખંડમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે.
મિત્રો ઉપર આપેલા વાક્યો સાચા જ છે પણ સામાન્ય રીતે આ પ્રમાણે બોલતા નથી જેથી વાક્ય ને ‘there ની મદદથી સારી રીતે બોલી શકાય છે જેમકે..
- There is a book on the table.
- ટેબલ પર એક પુસ્તક છે.
- There are forty students in that classroom.
- પેલા વર્ગખંડમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે.
પ્રશ્નાર્થ વાક્ય નીચે મુજબ લખાય છે, any = કંઈ, કોઈ જેવા શબ્દો વધુ વપરાય છે.
- Is there any teacher in this classroom?
- આ વર્ગખંડમાં કોઈ શિક્ષક છે?
- Are there Rose plants in your school?
- શું તમારી શાળામાં ગુલાબના છોડ છે?
નકાર વાક્ય નીચે પ્રમાણે not અથવા no લગાડીને લખી શકાય છે.
- There is not a grammar book in that bag.
- તે બેગમાં કોઈ વ્યાકરણ પુસ્તક નથી.
- There is no any free English course step by step in Gujarat.
- ગુજરાતમાં કોઈ પણ મફત અંગ્રેજી અભ્યાસક્રમ નથી.
વાક્ય ભૂતકાળમાં આપેલું હોય તો to be નુ રૂપ ‘Was/Were’ ધરાવે છે.
- There was a lion in my Farm yesterday.
- ગઈકાલે મારા ખેતરમાં સિંહ હતો.
- There was a scale in her hand.
- તેણીના હાથમાં એક સ્કેલ હતી.
- There were Three Students in the classroom.
- વર્ગખંડમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા.
ભૂતકાળમાં પ્રશ્નાનાર્થ વાક્ય લખવા માટે ‘was/were’ વાક્યની આગળ લખીને વાક્ય બને છે.
- Was there any dictionary on that table?
- તે ટેબલ પર કોઈ શબ્દકોશ હતો?
- Were there my shoes in this desk?
- શું આ ડેસ્કમાં મારા પગરખાં હતાં?
ભૂતકાળમાં નકાર વાક્ય was/were સાથે ‘not/no’ લાગીને બને છે જેમકે..
- There were not your shoes in this desk.
- આ ડેસ્કમાં તમારા પગરખાં ન હતાં.
- There was not any board in that classroom.
- એ વર્ગખંડમાં કોઈ બોર્ડ નહોતું.
ભવિષ્યકાળના વાક્યમાં to be નુ રૂપ તરીકે ‘will be’ આવે છે, જેમકે ગુજરાતીમાં ‘હશે’ જેવો અર્થ થાય છે.
- There will be a science teacher in our school on a holiday.
- રજા ના દિવસે અમારી શાળામાં વિજ્ઞાનના શિક્ષક હશે.
- There will be children in the garden tomorrow.
- આવતીકાલે બગીચામાં બાળકો હશે.
ભવિષ્યકાળમાં પ્રશ્નાનાર્થ વાક્ય લખવા માટે ‘will’ વાક્યની આગળ લખીને વાક્ય બને છે.
- Will there be children in the garden tomorrow?
- કાલે બગીચામાં બાળકો હશે?
નકાર વાક્ય ભવિષ્યકાળમાં નીચે મુજબ લખાય છે.
- There will not be children in the garden tomorrow.
- આવતીકાલે બગીચામાં બાળકો નહીં હશે.
મિત્રો બીજી વધારે Introductory There meaning in Gujarati ની જાણકારી માટે મેળવી શકો છો.
અને મિત્રો Basic grammar ના બીજા topics પણ આપેલા છે Menu Grammar માં તો check કરી લેજો આપણે સાવ basic grammar થી લઈ ને Spoken પણ શીખીશું તો આપણુ KBM Spoken English Facebook page, Instagram Page and YouTube.