What is interrogative sentence in Gujarati?
જે વાક્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, તે વાક્યને Interrogative Sentence (પ્રશ્નાર્થ સૂચક વાક્ય) કહેવાય છે અથવા તેને ઓળખવા માટે Question Mark (પ્રશ્નાર્થ સૂચક ચિન્હ) હોય છે.
અંગ્રેજીમાં વાતચીત કરવા માટે interrogative sentences ખૂબ જ ઉપયોગી થાય છે.
મિત્રો અંગ્રેજી ભાષામાં પ્રશ્ન હંમેશા ત્રણ types થી જ પૂછવામાં આવે છે, જેમ કે…
- Interrogative Pronouns Questions
- Wh-Questions
- Verbal Questions અથવા Yes/ No Questions
1. Interrogative Pronouns – પ્રશ્નાર્થ સૂચક સર્વનામો
Who, Whose, Whom, Which અને What પાંચ પ્રશ્નાર્થ સૂચક સર્વનામો છે.
મિત્રો સર્વનામ એટલે તમને ખ્યાલ જ છે કે કોઈપણ નામની જગ્યા પર જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય છે જેવી રીતે આપણે આગળના ચેપ્ટર The Personal Pronouns – વ્યકિતવાંચક સર્વનામો (અંહી click કરો) અને Demonstrative Pronouns – દર્શક સર્વનામો (અંહી click કરો) માં આપણે શીખ્યા અને ન શીખ્યા હોય તો તે બન્ને ચેપ્ટર પહેલા શીખી લેજો.
આ પાંચેય નો સમાવેશ Wh-Question Words માં ન થઈ શકે પરંતુ ઘણા પુસ્તકો, ઘણી Schools, Classes માં છે, આનો Wh-Question Words family માં સમાવેશ કરેલો જોઈએ છે,મિત્રો તે હંમેશા ખોટું છે, કારણ કે…
જ્યારે ઉપરના કોઈપણ પાંચ Interrogative Pronouns માંથી પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તેના જવાબમાં હંમેશા વ્યકિત,વસ્તુ,પ્રાણી,પશુ નુ નામ અથવા સર્વનામ જ મળે છે એટલે જ આ પાંચ Interrogative Sentences – પ્રશ્નાર્થ સૂચક સર્વનામો કહેવાય છે.
ટૂંકમાં ઉપરના પાંચ પ્રશ્નાર્થ સૂચક શબ્દો ના જવાબ હંમેશા નામ અથવા સર્વનામ જ મળે છે એટલે તેને સર્વનામો (Pronouns) કહે છે, પરંતુ પ્રશ્ન પુછવાથી પ્રશ્નસૂચક સર્વનામો(Interrogative Pronouns) કહેવાય છે.
મિત્રો, આપણે આના પછીના ચેપ્ટરમાં Who, Whose, Whom, Which અને What પાંચ Interrogative Pronouns(પ્રશ્નાર્થ સૂચક સર્વનામોનો) ક્યાં અને ક્યારે ઉપયોગ થાય છે, તે દરેકને Example સાથે ખુબ જ સરળથી શીખીશુ.
2. Wh-Questions
When, Where, Why, How, How Many, How Much, શબ્દો નો Wh-Question words family માં સમાવેશ થાય છે.
મિત્રો, How અથવા How થી પુછાતા પ્રશ્નો નો પણ Wh-questions family માં સમાવેશ થાય છે.
ઉપર ના કોઈપણ Wh-Question Words માંથી પુછાતા પ્રશ્નોનો ના જવાબ માં હંમેશા સમય, કારણ, સ્થળ અથવા વિશેષણ (Adverb) જ મળે છે.
મિત્રો, આપણે આના પછીના ચેપ્ટરમાં When, Where, Why, How, How much, How many (Wh-questions) નો ક્યાં અને ક્યારે ઉપયોગ થાય છે, તે દરેકને Examples સાથે ખુબ જ સરળતાથી શીખીશુ.
3. Verbal Questions અથવા Yes/No Questions
Do, Does, Did, Am, Is, Are, Was, Were, Shall, Will, Has, Have, Had, Can, Could, May, Might, Would, Should, Ought, Must, જેવા Helping verbs અને Model auxiliary verbs દ્વારા પુછાતા પ્રશ્નો નો સમાવેશ Verbal Questions અથવા Yes/No Questions માં સમાવેશ થાય છે.
Verbal Questions અથવા Yes/No Questions નો જવાબ હંમેશા હા(Yes) અથવા ના(No) માં જ મળે છે.
હા(Yes) અથવા ના(No) જવાબ ટુંકમાં પણ હોઈ શકે છે અથવા તો થોડો લાંબો પણ હોઈ શકે છે. પંરતુ જવાબ હંમેશા હા અથવા ના માં જ મળે છે જ્યારે Interrogative Pronouns questions અને Wh-questions ના જવાબ Yes or No માં ન મળી શકે.
અમને આશા છે કે આજનો ટોપિક Interrogative Sentences તમને સરળ રીતે સમજાણો હશે.
મિત્રો નીચે આપેલી links પર પણ તમે Interrogative pronouns અને Wh-questions વિશે જાણી શકો છો.