મિત્રો, આજના ચેપ્ટરમાં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ (Future Perfect Continuous Tense) ના વાક્ય બનાવતા, ઓળખતા અને રોજબરોજમાં ઉપયોગીતા શીખીશું.
Future Perfect Continuous Tense Sentence Structure – વાક્યરચના
કોઈપણ કાળને શીખવા માટે કાળની ઉપયોગીતા અને વાક્યરચના નો ખ્યાલ હોવો જ જોઈએ.
1. સૌથી પહેલા Future Perfect Continuous Tense માટે વાક્યરચના જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.
Sentence structure – વાક્યરચના
Subject + To be(shall/will have been) + Main Verb(V1 + ing) + Object/O.W.
2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.
એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન કે બહુવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં તમે સરળતાથી શીખી શકો છો.
Singular-એકવચન | Plural-બહુવચન | |
પ્ર.પુ | I (હું) | We (અમે) |
બી.પુ | You (તું) | You (તમે) |
ત્રી.પુ | He (તે) | They (તેઓ) |
She (તેણી,તે) | ||
It (તે) – નિર્જીવ માટે | ||
Name – એકવચન નામ | Name – બહુવચન નામ |
3. ત્યારબાદ કયા Subject સાથે કયો Helping Verb(shall/will have been) લગાડી શકાય તો જેમ કે..
મિત્રો, Helping Verb(shall/will have been) પરથી વાક્ય પણ ઓળખી શકીએ છીએ કે વાક્ય Future Perfect Continuous Tense નુ છે.
Singular-એકવચન | Plural-બહુવચન | |
પ્ર.પુ | I – shall/will have been | We – shall/will have been |
બી.પુ | You – will have been | You – will have been |
ત્રી.પુ | He – will have been | They – will have been |
She – will have been | ||
It – will have been | ||
‘Name’ = Raju will have been | ‘Name’ = Ants will have been |
Contractions (ટૂંકી) રીતે પણ Helping verbs લખી અને બોલી શકાય છે. Informal writing like email or Informal discussion માટે Contractions (ટૂંકુ) નો ઉપયોગ થાય છે. પરંતુ Formal Business email or Formal Discussion માટે Contraction નો ઉપયોગ નથી.
Singular-એકવચન | Plural-બહુવચન | |
પ્ર.પુ | I’ll have been = I’ll’ve been | We’ll have been = We’ll’ve been |
બી.પુ | You’ll have been = You’ll’ve been | You’ll have been = You’ll’ve been |
ત્રી.પુ | He’ll have been = He’ll’ve been | They’ll have been = They’ll’ve been |
She’ll have been = She’ll’ve been | ||
It’ll have been = It’ll’ve been | ||
‘Name’ = Raju will have been | ‘Name’ = Ants will have been |
‘I’ અને ‘We’ સાથે Normal future બતાવવા માટે ‘shall‘ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ પ્લાન કર્યો હોય, કોઈ અપેક્ષા રાખી હોય કે આગાહી આપવાની હોય છે અને Strong future બતાવવા માટે હંમેશાં ‘will’ જ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ વચન આપેલું હોય, આદેશ આપ્યો હોય કે નિશ્ચય કરયો હોય છે.
જ્યારે બાકી બધા જ Personal Pronouns સાથે ‘will’ ઉપયોગમાં આવે છે.
Subject | Normal Future | Strong Future |
I/We | shall | will |
You/He/She/It/They/Name | will | will |
મિત્રો, અંહી ધ્યાન રાખજો કે આ કાળ માં બે Auxiliary Verbs નો ઉપયોગ થાય છે. જેમ કે
પહેલો Auxiliary verb (Have/Has) જે એવુ દર્શાવે છે કે કાર્ય કે ક્રિયા અમુક % થઈ ગયુ છે.
અને બીજો Auxiliary verb (Been) જે Past Participle form (V3) છે, એટલે કે કાર્યનો સમય વીતી ચુકેલો દર્શાવે છે.
4. ત્યારબાદ Main verb તરીકે (V1 + ing) નો ઉપયોગ થાય છે, જે ક્રિયા કે કાર્ય સતત ચાલુ જ છે જેવો નિર્દેશ કરે છે.
મિત્રો મુળક્રિયાપદ- V1 ની સાથે ‘ing’ લગાડવા માટે અમુક નિયમો હોય છે, તો કેટલાક નિયમો જાણવા માટે ચેપ્ટર-27 Future Continuous Tense માં શીખી લેજો અને Forms of Main verb(V1,V2,V3) ચેપ્ટરમાં V1 પરથી V2 અને V3 forms બનાવવા માટેના નિયમો પણ શીખો જે ખુબ જ ઉપયોગી થશે.
મિત્રો યાદ રાખજો કે Stative verbs સાથે ‘ing’ લાગતો નથી માટે જ Stative Verbs ને કોઈપણ Continuous Tense સાથે ઉપયોગ થતો નથી. તો કેટલાક Stative Verbs નીચે આપેલા છે, જે યાદ રાખી લો.
5. વાક્યરચના (Sentence Structure) મુજબ Object અમુક વાક્ય મા આવી શકે છે અથવા Object ન પણ આવતો હોય.
6. અને જ્યારે આ કાળમાં ભવિષ્યકાળ ની ક્રિયા હજી ચાલુ જ હોઈ ત્યારે વારંવાર Since અને For ને વાક્યમાં ઉપયોગ કરાય છે. પરંતુ ભવિષ્યકાળની ક્રિયા ભવિષ્યમાં જ બંધ થશે ત્યારે Since અને For નો ઉપયોગ થતો નથી.
Since અને For નો ઉપયોગ:-
મિત્રો, Since અને For ને જ્યારે આ રીતે ની ક્રિયા થતી હોય છે ત્યારે વપરાય છે.
1. Since નો ઉપયોગ ચોક્કસ સમય વિશે વાત કરવા માટે થાય છે.
- Since 3 Am, 5Pm,……
- Since 1990, 2010, 2014,….
- Since Sunday, We’d day,…..
- Since Morning, Afternoon, night,…..
- Since Childhood, Birth
- Since that day
2. For નો ઉપયોગ સમયગાળા વિશે વાત કરવા માટે થાય છે, જેમ કે..
- For 4 sec, 4 min, 4 hours, 4 days
- For a while
- For a long
- For many days, hours, months, years….
કેટલાક સમય-સૂચક શબ્દો નો Future Perfect Tense માટે ઉપયોગ થાય છે, જેના પરથી આ કાળને ઓળખી શકાય છે અને વાક્ય પણ બને છે.
- By next (time month, Monday, October…)
- By (January, Monday, 2022…)
- In (2022, Sunday, week…)
- Since (Monday, 2019, Diwali…)
- For (2 years, 5 hours…)
- Next (Year, Week, Month…)
Future Perfect Continuous Tense Uses – ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ
Future Perfect Continuous Tense નો ઉપયોગ કોઈ ભવિષ્યની લાંબી ક્રિયા કે સ્થિતિ ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ નથી થઈ પરંતુ ચાલે છે અને ભવિષ્યમાં અમુક સમયે પૂર્ણ થશે તે વિશે વાત કરવા માટે, જેમ કે..
- Next month I’ll have been studying Spoken English for three months.
- આવતા મહિને હું ત્રણ મહિનાથી Spoken English નો અભ્યાસ કરતો હોઈશ.
- By the end of this month, we will have been living in Surat for 3 years.
- આ મહિનાના અંત સુધીમાં અમે 3 વર્ષથી સુરતમાં રહેતા હોઈશું.
ભવિષ્યમાં બીજી ક્રિયા થશે એ પહેલાં પહેલી ક્રિયા ક્યારનીય ચાલુ જ હશે એટલે કે ભવિષ્યમાં બે ક્રિયાઓ વિશે વાત કરવા માટે, જેમ કે..
- When I reach there they will have been celebrating party all the day.
- જ્યારે હું ત્યાં પહોંચીશ ત્યારે તેઓ આખો દિવસ પાર્ટીની ઉજવણી કરતા હશે.
- On Sunday I will be tired when he comes to the ground because I will have been playing since early morning.
- રવિવારે જ્યારે તે મેદાન પર આવશે ત્યારે હું થાકી જઈશ કારણ કે હું વહેલી સવારથી જ રમી રહ્યો હશું.
નોંધ લો કે લાંબી ક્રિયા અથવા સ્થિતિ ભૂતકાળ, વર્તમાન અથવા ભવિષ્યમાં કોઈપણ સમયે શરૂ થઈ શકે છે, પરંતુ તે હંમેશા ભવિષ્યમાં જ સમાપ્ત થાય છે.
પ્રવૃત્તિ ભૂતકાળમાં, વર્તમાનમાં અથવા ભવિષ્યમાં શરૂ થઈ હશે, અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.
Future Perfect Tense Sentences in Gujarati – ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ના વાક્યો
- She will have been living in London since 1st January 2020.
- તેણી પહેલી જાન્યુઆરી 2020 થી લંડનમાં રહેતી હશે.
- I shall have been driving for five hours at this time tomorrow.
- હું કાલે આ સમયે પાંચ કલાકથી ડ્રાઇવ કરી રહ્યો હોઈશ.
- We’ll have been meeting for a week next month.
- અમે આવતા મહિને એક સપ્તાહ માટે મળીશું.
- By the summer students will have been studying English course for 3 months.
- ઉનાળા સુધીમાં વિદ્યાર્થીઓ 3 મહિના માટે Spoken English નો અભ્યાસ કરશે.
- When I come at 3:00, will you have been studying long?
- જ્યારે હું 3:00 વાગ્યે આવીશ, તો શું તમે લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા હશો?
Negative Sentences – નકાર વાક્યો
Sub + shall/will + not + have been + V1(ing) + Obj. (will not + won’t)
- By the time we reach Ahmedabad, Match will not have been starting for 3 hours.
- Next month, you will not have been teaching for 10 years.
Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો
Shall/Will + Sub + have been + V1(ing) + Object ?
- Will India have been playing the match for 3 hours by 7:00 pm?
- By 2022 will he have been writing a book for 2 years?
Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય
Shall/Will + Sub + not + have been + V1(ing) + Object?
- Will India not have been playing match for 3 hours by 7:00 pm?
- By 2022 will he not have been writing a book for 2 years?
મિત્રો, આગળ ના ચેપ્ટરો શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.