Future Continuous Tense in Gujarati | ચાલુ ભવિષ્યકાળ

Future Continuous Tense - ચાલુ ભવિષ્યકાળ

Future Continuous Tense in Gujarati – ચાલુ ભવિષ્યકાળ

મિત્રો, આજના ચેપ્ટરમાં ચાલુ ભવિષ્યકાળ (Future Continuous Tense in Gujarati) ના વાક્ય બનાવતા, ઓળખતા અને રોજબરોજમાં ઉપયોગીતા શીખીશું.

કોઈપણ કાળને શીખવા માટે કાળની ઉપયોગીતા અને વાક્યરચના નો ખ્યાલ હોવો જોઈએ.

1. સૌથી પહેલા Future Continuous Tense in Gujarati માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે.

Sentence structure – વાક્યરચના

Subject + To be(shall be/will be) + Main Verb (V1+ing) + Object/O.W.

2. હવે વાક્ય રચના મુજબ Subject તરીકે કોણ હોય છે, તો તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ.

એટલે કે કર્તા તરીકે નીચેના વ્યક્તિવાચક સર્વનામો અથવા કોઈ એકવચન નામ હોઈ શકે છે જેના વિશે details માં જાણવા માટે The Personal Pronouns ચેપ્ટરમાં સરળતાથી શીખી શકો છો.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI (હું)We (અમે)
બી.પુYou (તું)You (તમે)
ત્રી.પુHe (તે)They (તેઓ)
She (તેણી,તે)
It (તે) – નિર્જીવ માટે
Name – એકવચન નામName – બહુવચન નામ

3. ત્યારબાદ કયા Subject સાથે કયો Helping Verb(Shall/Will) લગાડી શકાય તો જેમ કે..

મિત્રો, Helping Verb(Shall/Will) પરથી વાક્ય પણ ઓળખી શકીએ છીએ કે વાક્ય Future Continuous Tense નુ છે.

Singular-એકવચનPlural-બહુવચન
પ્ર.પુI – shall/will be = I’ll beWe – shall/will be = We’ll be
બી.પુYou – will be = You’ll beYou – will be = You’ll be
ત્રી.પુHe – will be = He’ll beThey – will be = They’ll be
She – will be = She’ll be
It – will be = It’ll be
‘Name’ = Raju will be‘Name’ = Ants will be

‘I’ અને ‘We’ સાથે Normal future બતાવવા માટે ‘shall‘ ઉપયોગમાં આવે છે, એટલે કે કોઈ પ્લાન કર્યો હોય, કોઈ અપેક્ષા રાખી હોય કે આગાહી આપવાની હોય છે અને Strong future બતાવવા માટે હંમેશાં ‘will’ જ  ઉપયોગમાં આવે છે, ટુંકમાં કોઈ વચન આપેલું હોય, આદેશ આપ્યો હોય કે નિશ્ચય કર્યો હોય છે.

જ્યારે બાકી બધા જ Personal Pronouns સાથે ‘will’ ઉપયોગમાં આવે છે.

SubjectNormal FutureStrong Future
I/Weshallwill
You/He/She/It/They/Namewillwill

4. વાક્યરચના મુજબ Main Verb(V1) સાથે ‘ing’ જોડાઈ છે એટલે કે Forms of Main Verb(V1,V2,V3) ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ અને ન જાણતા હોય તો તે ચેપ્ટરમાં સરળતાથી તમે શીખો.

4.1 Base Form-V1 ની સાથે ‘ing’ કેવી રીતે લગાડી શકાય તો કેટલાક નિયમો નીચે મુજબ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Wake-જાગવુંWaking
Rise-ઊગવુંRising
Come-આવવુંComing
Choose-પસંદ કરવુંChoosing
Hide-સંતાડવુંHiding
See-જુઓSeeing
Flee-ભાગી જવુંFleeing

4.2 Base Form(V1) ની છેડે વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક સ્વર (a, e, i, o, u) આવેલો હોય તો વ્યંજન ડબલ વાર કરીને સાથે ‘ing’ જોડાઈ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Brag-ડહાપણBragging
Cut-કાપવુંCutting
Begin-શરૂઆતBeginning
Swim-તરવુંSwimming
Stop-બંધStopping
Forget-ભૂલી જવુંForgetting

મિત્રો, અંહી ખાસ યાદ રાખજો કે જ્યારે વાક્યના અંતે ‘X, Y, W’ આવતો હોઈ અને તેની આગળ સ્વર(a, e, i, o, u) આવતો હોય ત્યારે આ નિયમ લાગુ પડતો નથી.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Play-રમવુંPlaying
Draw-દોરવુંDrawing
Blow-ફુંકવુંBlowing
Fix-સ્થાયી કરવુંFixing

અને જ્યારે વાક્યના છેડે વ્યંજન હોય પણ તેની પહેલા 2-સ્વરો આવેલા હોય ત્યારે પણ આ નિયમ લાગુ પડતો નથી.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Eat-ખાવુંEating
Break-તોડવુંBreaking

4.3 Base Form ને અંતે ‘ie’ હોય તો તે દૂર થઈ ને ‘y’ લગાડી સાથે ‘ing’ જોડાઈ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Lie-જુઠું બોલવુંLiying
Tie-બાંધવુંTying
Die-મરી જવુંDying

4.4 Base Form(V1) ને છેડે ‘L’ હોય અને તેની પહેલા એક જ Vowels (a, e, i, o, u) હોય તો ‘L’ ડબલ કરીને ‘ing’ જોડાઈ છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Travel-મુસાફરી કરવીTravelling
Quarrel-ઞગડો કરવોQuarrelling
Patrol-ચોકિયાતPatrolling

4.5 અમુક ક્રિયાપદો ને કોઈ નિયમ જ લાગતો નથી માટે તેને યાદ રાખી લેજો.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Be+ingBeing
Open+ingOpening
Dye+ingDyeing
Enter+ingEntering
Happen+ingHappening
Offer+ingOffering
Suffer+ingSuffering

4.6 અમુક ક્રિયાપદો ને છેડે ‘C’ હોય ત્યારે તેની સાથે ‘K’ અને ‘ing’ જોડાઈ જાય છે.

  • Panic = Panicking

4.7 અને બાકીના બધા Verbs ની સાથે સીધો જ ‘ing’ જોડાઈ જાય છે.

મુળક્રિયાપદ(V1)સાથે ‘ing’
Fly-ઊડવુંFlying
Go-જાવુંGoing
Ask-પુંછવુંAsking

યાદ રાખો:-

વાક્યમાં Verb સ્થિતિ(state) અથવા ક્રિયા(action) દર્શાવતો હોય છે, જ્યારે ક્રિયા દર્શાવતું હોય ત્યારે તે Verb ને સાદા કાળ અને ચાલુ કાળના બંને વાક્ય માં લખી શકાય છે, પણ જ્યારે સ્થિતિ દર્શાવતું હોય ત્યારે તે Verb ને હંમેશા સાદા કાળના વાક્ય માં જ લખાય છે નહિ કે ચાલુ કાળમાં જેમકે..

  1. I love India. (હું ભારતને પ્રેમ કરું છું.) ✔
  2. I am loving India. (હું ભારતને પ્રેમ કરી રહ્યો છું.) ❎

(અંહી Verb ‘Love’  સ્થિતી(state) દર્શાવે છે નહિ કે ક્રિયા(action) દર્શાવતુ એટલે જ પહેલુ વાક્ય સાચુ છે અને બીજુ વાક્ય ખોટુ છે.)

આમ જે ક્રિયાપદો સ્થિતી(State) દર્શાવે છે તેવા બધા ક્રિયાપદોને ચાલુ કાળો માં વપરાતા નથી. અંહી નીચે બધા Stative Verbs દર્શાવ્યા છે.

Stative Verbs
Stative Verbs

સમયસૂચક શબ્દો કે જે ચાલુ ભવિષ્યકાળ માં ઘણીવાર વપરાય છે.

  • Next
  • Tomorrow
  • The day after tomorrow
  • At this time next (moment, day, week, month, year) 
  • At this time tomorrow
  • In time (future)

Future Continuous Tense Sentences in Gujarati

  1. We will be giving an exam paper at this time tomorrow.
    • અમે આવતીકાલે આ સમયે પરીક્ષાનું પેપર આપી રહ્યા હશું.
  2. They will be playing chess at 10pm tonight.
    • તેઓ આજે રાત્રે 10 વાગ્યે ચેસ રમી રહ્યા હશે.
  3. Shall you be returning from goa next week at evening?
    • શું તમે આવતા અઠવાડિયે સાંજે ગોવાથી પાછા આવી રહ્યો હશો?
  4. He will be sleeping when we will reach his room.
    • જ્યારે અમે તેના રૂમમાં પહોંચશું ત્યારે તે સૂઈ રહ્યો હશે.
  5. Rain will be raining tomorrow at this time.
    • કાલે આ સમયે વરસાદ વરસી રહ્યો હશે.

Future Continuous Tense Uses in Gujarati

ભવિષ્યમાં ચોક્કસ સમયે સતત ક્રિયાઓનું વ્યક્ત કરવા

  • I will be playing cricket at 10 o’clock tomorrow.
    • હું કાલે 10 વાગ્યે ક્રિકેટ રમી રહ્યો હશું.

હમણાં જે ક્રિયાઓ થઈ રહી છે અને ભવિષ્યમાં અમુક સમય ચાલુ રહેવાની ધારણા છે તેનો સંદર્ભ લેવા

  • Unfortunately, Earth temperature will still be rising in next.
    • કમનસીબે, પૃથ્વીનું તાપમાન હજુ આગામી સમયમાં વધશે.

ભવિષ્યની યોજનાઓ અને ઇરાદાઓ પર ભાર મૂકવા માટે

  • Take your raincoat, It will be raining when you will be riding.
    • તમારો રેઇનકોટ લો. જ્યારે તમે સવારી કરશો ત્યારે વરસાદ પડી રહ્યો હશે.

ભવિષ્યમાં વિક્ષેપિત ક્રિયાઓનું વર્ણન કરવા માટે

  • When she come tomorrow, I will be reading book.
    • જ્યારે તેણી કાલે આવશે, ત્યારે હું પુસ્તક વાંચી રહ્યો હશું.

ભવિષ્ય વિશે વિવેકથી પ્રશ્ન પૂછવા માટે

  • Where will you be going at 9 pm tonight?
    • તમે આજે રાત્રે 9 વાગ્યે ક્યાં જઈ રહ્યા હશો?

Negative Sentences – નકાર વાક્યો

Sub + shall/will + not + be + V1 + Object. (will not = won’t)

  1. We will not be celebrating to party next month.
  2. I think he won’t be watching TV tomorrow at this time.

Verbal Or Yes/No Interrogative Sentences – પ્રશ્નાર્થ વાક્યો

Shall/Will + Sub + be + V1 + Object ?

  1. Will they be celebrating to party next month?
  2. Will he be watching TV tomorrow at this time?

Negative Yes/No question sentence – નકાર પ્રશ્નાર્થ વાક્ય

Shall/Will + Sub + not + be + V1 + Object ?

  1. Won’t they be celebrating to party next month?
  2. Will he not be watching TV tomorrow at this time?

મિત્રો, આગળ ના ચેપ્ટરો શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.

Leave a Comment

error: Content is protected !!